અમદાવાદની એક કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના, 13માં માળથી પટકાતા 3 શ્રમિકોના મોત

Ahmedabad accident : અમદાવાદના ઘુમામાં દુર્ઘટનામાં 3ના મોત... ધુમામાં નિર્માણાધીન ઈમારતમાં 3 શ્રમિકના મોત... ઝવેરી ગ્રીન નામની સાઈટ પર મોડી રાત્રે બની ઘટના

અમદાવાદની એક કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના, 13માં માળથી પટકાતા 3 શ્રમિકોના મોત

Construction site accident in Ahmedabad અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વાર નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના ઘટી છે. ઘુમાની એક નિર્માણાધીન ઇમારતમાં મોડી રાતે 3 શ્રમિકોના મોત થયા છે. ઝવેરી ગ્રીન નામની સાઈટ પર મોડી રાતે બનેલી એક ઘટનામાં સાઈટ પર બાંધેલી પાલક તૂટતાં ત્રણ શ્રમિકોના કરુણ મોત થયા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન નામની એક સાઈટ પર કામ ચાલી રહ્યુ હતું. ત્યારે મોડી રાતે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સાઈટ પર બાંધેલી પાલક એકાએક તૂટી પડી હતી, જેથી 13 મા માળેથી નીચે પટકાતા 3 શ્રમિકોના મોત નિપજ્યા હતા. સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં શ્રમિકોને મૃત જાહેર કરાયા હતા. 

મોડી રાત્રે બનેલી આ ઘટનાને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયા છે. કારણ કે, શું મોડી રાતે સાઈટ પર સાઈટ પર કામ કરવાની પરમિશન હતી કે કેમ. સેફ્ટીનુ ધ્યાન રખાયું હતું કે કેમ તે તમામ સવાલો ઉઠ્યા છે. આખીય ઘટનામાં બિલ્ડરો દ્વારા શું છુપાવવાનો પ્રયત્ન કરાયો છે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટી પડી હતી. ગત વર્ષે બનેલી આ ઘટનામાં સાઈટ પર કામ કરી રહેલા 7 શ્રમિકોના મોત થતા ભારે હડકંપ મચી ગયો હતો. એસ્પાયર - 2 નામની બિલ્ડિંગમાં બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન લિફ્ટ તૂટી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news