World Cup: ટીમ ઈન્ડિયાની હારના સપના જોતી પાકિસ્તાની અભિનેત્રીએ કહ્યું- બાંગ્લાદેશ જો ભારતને હરાવે તો હું...

ODI World Cup 2023: ભારતે 14 ઓક્ટોબરના રોજ રમાયેલી વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટથી સજ્જડ હારનો સામનો કરાવ્યો અને ક્યારેય ન ભૂલી શકાય તેવો ઘા આપી દીધો. ભારત વિરુદ્ધ આ શરમજનક હારને પાકિસ્તાની ખેલાડીઓ, ફેન્સ અને એટલે સુધી કે કલાકારો પણ પચાવી શકતા નથી.

World Cup: ટીમ ઈન્ડિયાની હારના સપના જોતી પાકિસ્તાની અભિનેત્રીએ કહ્યું- બાંગ્લાદેશ જો ભારતને હરાવે તો હું...

ODI World Cup 2023: ભારતે 14 ઓક્ટોબરના રોજ રમાયેલી વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટથી સજ્જડ હારનો સામનો કરાવ્યો અને ક્યારેય ન ભૂલી શકાય તેવો ઘા આપી દીધો. ભારત વિરુદ્ધ આ શરમજનક હારને પાકિસ્તાની ખેલાડીઓ, ફેન્સ અને એટલે સુધી કે કલાકારો પણ પચાવી શકતા નથી. ભારત વર્લ્ડ કપ 2023માં પોતાની આગામી મેચ બાંગ્લાદેશ વિરુદધ આજે પુનાના એમસીએ સ્ટેડિયમમાં રમશે. 

પાકિસ્તાની અભિનેત્રીની બોલ્ડ ટ્વીટ
પાકિસ્તાની અભિનેત્રીએ આ બધા વચ્ચે માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ (X) પર પોતાની બોલ્ડ ટ્વીટથી તહેલકો મચાવ્યો છે. સેહર શિનવારી નામની પાકિસ્તાની અભિનેત્રીએ વર્લ્ડ  કપ 2023માં બાંગ્લાદેશ જો ભારતને હરાવે તો તે સ્થિતિમાં બાંગ્લાદેશના ક્રિકેટર્સને એક ગજબની ઓફર આપી છે. સેહર શિનવારીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ (X) પર ટ્વીટ કરતા લખ્યું કે ઈંશાઅલ્લાહ મારા બંગાળી બંધુ આગામી મેચમાં અમારો બદલો લેશે. જો  તેમની ટીમ ભારતને હરાવવામાં સફળ રહી તો ઢાકા જઈશ અને બંગાળી છોકરાઓ સાથે ફિશ ડિનર ડેટ પર જઈશ. 

fallback

વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતનો રેકોર્ડ
અત્રે જણાવવાનું કે વર્લ્ડ કપ 2023ની વાત કરીએ તો બાંગ્લાદેશ વિરુદધ ભારતનો સારો રેકોર્ડ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વનડે વર્લ્ડ  કપમાં અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે. જેમાંથી 3 મેચ ભારતે જ્યારે એક મેચ બાંગ્લાદેશે જીતી છે. ભારતે બાંગ્લાદેશને 2011, 2015, 2019ના વર્લ્ડ કપમાં હરાવ્યું હતું. જ્યારે બાંગ્લાદેશે ભારતે 2007માં વર્લ્ડ કપમાં હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કર્યું હતું. ત્યારબાદ સચિન તેંડુલકરથી લઈને વીરેન્દ્ર સહેવાગ અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજનો નિરાશ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news