ફાઇનલ મેચ દરમિયાન ટ્વીટર યૂઝરોએ લખ્યું- ભારત અને ઓસ્ટ્રેલિયા વિના મજા આવતી નથી

Updated By: Jul 14, 2019, 09:58 PM IST
ફાઇનલ મેચ દરમિયાન ટ્વીટર યૂઝરોએ લખ્યું- ભારત અને ઓસ્ટ્રેલિયા વિના મજા આવતી નથી

લંડનઃ વિશ્વ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને જીતવા માટે 242 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ પર 241 રન બનાવ્યા છે. આ વચ્ચે ફાઇનલ મેચને લઈને ટ્વીટર પર ઘણા પ્રકારના મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે. ઘણા યૂઝરોએ ટ્વીટ કરીને મેચને કંટાળાજનક ગણાવી છે. તો એક યૂઝરે લખ્યું, 'ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મજા આવતી નથી.'

ટ્વીટર પર યૂઝરોની પ્રતિક્રિયા

- ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ બંન્ને ટીમોએ અમને હરાવી છે તેથી આજે હું વરસાદની સાથે છું. 

- આજની મેચ બોરિંગ પણ છે અને દર્શક પણ.

- આજે વરસાદ થઈ જાય અને ફાઇનલ વરસાદ જીતી જાય.