વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ નેશનલ ચેમ્પિયનશિપમાં રોબોટ્સ વચ્ચે જામી રસાકસી
અમદાવાદમાં યોજાયેલ સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા WRO (વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ)માં 6 થી 25 વર્ષની વયના વિદ્યાર્થીઓએ અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા ખાતે સ્પર્ધામાં ભાગ લીધો હતો.
Trending Photos
અમદાવાદ: અમદાવાદમાં યોજાયેલ સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા WRO (વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ)માં 6 થી 25 વર્ષની વયના વિદ્યાર્થીઓએ અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા ખાતે સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ વર્ષે સ્પર્ધામાં 1000થી વધુ ઈનોવેટર્સ STEM એન્ડ રોબોટિસક્સમાં સામેલ થયા હતા અને પોતાની સર્જકતા અને સમસ્યા નિવારણનુ કૌશલ્ય દર્શાવ્યું હતું.
ચેમ્પિયનશિપના બીજા દિવસે 2 ટીમની ફૂટબોલ કેટેગરીમાં ઈલેક્ટ્રિફાઈંગ ઓટોનોમસ રોબોટસ વચ્ચે ભાર સ્પર્ધા જામી હતી અને બે મિનિટમાં સૌથી વધુ સ્કોર કરવાનો હતો. ઓપન કેટેગરીની ટીમે નિષ્ણાત જજોની પેનલને ફૂડ મેટર્સ સંબંધી સોલ્યુશન્સ પૂરાં પાડીને પ્રભાવિત કરી હતી. વી ડુ કેટેગરીમાં સૌથી નાની વયના (6થી9) ઈનોવેટર્સ દ્વારા ભવ્ય પ્લેટપોર્મ ઉપર પોતાનુ કૌશલ્ય દર્શાવ્યું તો બાબત આનંદપ્રદ બની રહી હતી.
દરેક કેટેગરીમાંથી ત્રણ વિજેતા જાહેર કરાયા હતા. આ કેટેગરીઝ માંથી 12 ટીમ તા. 16 થી 18 નવેમ્બરના રોજ થાઈલેન્ડ ખાતે યોજાનાર WRO ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં સામેલ થશે. યોગ્ય ટીમ - ટીમ એસ્ફાલ્ટ (ફૂટબોલ કેટેગરી), ઝેપ્ટો - રીરા હાર્ટઝ, ઝેપ્ટો - એબીસીડી, બ્લોક્સમિથ્સ અને ટેકિનકો (રેગ્યુલર એલિમેન્ટરી કેટેગરી), આરએફએલ-ગ્લિચ, બ્રિક માસ્ટર્સ અને આરએફએલ - એચ 2 એસ (નિયમિત જુનિયર ઉચ્ચ), ટેક બટાલિયન સિનિયર નિયમિત વરિષ્ઠ કેટેગરી) અને ફૂડ મેટર્સ અને સાબોટાજ (ખુલ્લી કેટેગરી).
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે