કેવડિયા કોલોની ખાતે યોજાશે DGની બેઠક, ગૃહમંત્રી રાજનાથ સિંહ રહેશે હાજર

કેવડિયા કોલોની ખાતે આગામી દિવસોમાં DG લેવલની રાષ્ટ્રીય સુરક્ષા બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહ હાજરી આપી શકે છે.

કેવડિયા કોલોની ખાતે યોજાશે DGની બેઠક, ગૃહમંત્રી રાજનાથ સિંહ રહેશે હાજર

નર્મદા: કેવડિયા કોલોની ખાતે આગામી દિવસોમાં DG લેવલની રાષ્ટ્રીય સુરક્ષા બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહ હાજરી આપી શકે છે. 31મી ઓક્ટોબરને લઇને નર્મદા બંધ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની ગોઠવણીને લઇને ચર્ચાઓ  થઇ શકે છે. દિલ્હી ખાતે યોજાતી DG બેઠક પ્રથમવાર ગુજરાતના કેવડિયા ખાતે આવેલા સર્કિટહાઉસમાં મળવાની શક્યાતો દેખાઇ રહી છે. જ્યારે આ બેઠકને લઇને લશ્કરી દળો દ્વારા પર સરદાર સરોવર તરફ સુરક્ષા વ્યવસ્થા લધન કરી દેવામાં આવી છે.  આવતી કાલે (19 સપ્ટેમ્બર) ગૃહમંત્રી રાજનાથ સિંહ કેવડિયા કોલોની ખાતે પહોંચે તેવી શક્યતાઓ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news