અભય ભારદ્વાજ

રાજકોટથી રાજ્યસભાની ચૂંટણી અંગે મોટા સમાચાર, આ દિગ્ગજ નેતાને મળી શકે છે ટિકિટ

 • નીતિન ભારદ્વાજ એ અભય ભારદ્વાજના નાના ભાઈ છે
 • અભય ભારદ્વાજના નિધન બાદ આ બેઠક રાજકોટના ફાળે જ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે
 • એક સપ્તાહમાં ગુજરાતે બે રાજ્યસભાના સાંસદ ગુમાવ્યા હતા

Dec 21, 2020, 01:57 PM IST

રાજ્યસભા પેટાચૂંટણીઃ આ રીતે ભાજપના ખાતામાં આવી શકે છે બંન્ને બેઠકો

ગુજરાતમાં આગામી સમયમાં અહમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બંન્ને સીટો પર પેટાચૂંટણી યોજાશે. 
 

Dec 2, 2020, 06:15 PM IST

મુખ્યમંત્રીએ ભારે હૃદયે મિત્રને વિદાય આપી, પરિવારની હાજરીમાં અભય ભારદ્વાજના અંતિમ સંસ્કાર કરાયા

 • કોવિડની ગાઈડલાઈન મુજબ બહુ જ ઓછા લોકો અંતિમ વિધિમાં જોડાયા હતા. ભારે હૃદયે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

Dec 2, 2020, 04:11 PM IST

ગુજરાતમાં રાજ્યસભાની વધુ એક બેઠક ખાલી પડી, હવે 2 બેઠકો માટે ચૂંટણી થશે

 • હાલ વિધાનસભામાં ભાજપનું સંખ્યા બળ 111 છે, જ્યારે કે કોંગ્રેસનું સંખ્યાબળ 65 છે. રાજ્યસભાની 11 બેઠકોમાંથી ભાજપ પાસે 6 બેઠકો છે. જ્યારે કે, કોંગ્રેસ પાસે 3 બેઠકો છે અને 2 બેઠક ખાલી છે. 

Dec 2, 2020, 11:17 AM IST

CM રૂપાણીના કોલેજના ‘ડર્ટી ડઝન’ ગ્રૂપમાં સામેલ હતા અભય ભારદ્વાજ, 12 મિત્રોનું ગ્રૂપ હતું

 • ભાજપના દિગ્ગજ નેતાઓમાંના એક કહેવાતા અભય ભારદ્વાજ ભાઇના હુલામણા નામથી જાણીતા હતા.
 • તેઓ શશીકાંત માડીની ફાંસી, ગુલબર્ગ કેસ સહિતના અનેક કેસોમાં કાયદાકીય લડત આપી ચૂક્યા છે.

Dec 2, 2020, 10:51 AM IST

અભય ભારદ્વાજના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવાયો, બપોરે 50 લોકોની હાજરીમાં તેમની અંતિમક્રિયા કરાશે

 •  બપોરે 1 થી 3 વાગ્યા સુધી એમના અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને રાખવામાં આવશે. ત્યારે આ સમયે સીએમ વિજય રૂપાણી સહિત મંત્રીમંડળના અન્ય મંત્રીઓ ઉપરાંત પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહેશે. 50 પરિવારજનોની હાજરીમાં અભય ભારદ્વાજની અંતિમક્રિયા રાજકોટમાં થશે

Dec 2, 2020, 09:24 AM IST

ગુજરાતે વધારે એક રાજ્યસભા સાંસદ ગુમાવ્યા, ભાજપના દિગ્ગજ નેતા અભય ભારદ્વાજનું CORONA ને કારણે નિધન

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ લાંબા સમયથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. જો કે તેમના ફેફસા પર ગંભીર અસર થતા તેમની સ્થિતી ખુબ જ નાજુક હતી. તેઓને રાજકોટમાં સારવાર આપ્યા બાદ ચેન્નાઇ ખાતે લઇ જવાયા હતા. જ્યાં તેમની તબીયત ધીરે ધીરે સુધારા પર હોવાનું સામે આવ્યું હતું. જો કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમનું મોત નિપજ્યું હોવાની માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં નિધન બાદ વધારે એક ગુજરાતી દિગ્ગજ નેતાનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. 

Dec 1, 2020, 05:35 PM IST

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો, ચેન્નઇ ખાતે ચાલી રહી છે સારવાર

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. અભય ભારદ્વાજને વધુ સારવાર માટે ચેન્નાઇ લઇ જવાયા હતા. જ્યાં તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. ફેફસાંના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ પાસે અભય ભારદ્વાજની સારવાર કરાવવામાં આવી રહી છે. તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. હાલમાં અભય ભારદ્વાજ (Abhay Bharadwaj)ને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.

Nov 4, 2020, 11:30 PM IST

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત અંગે ચિંતાજનક ખબર, આજે પ્લેનમાં ચેન્નાઈ લઈ જવાશે

 • રાજ્યભરના દર્દી પૈકી સૌથી ગંભીર દર્દીના લિસ્ટમાં સામેલ છે રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ.
 • ટ્રીટમેન્ટ બાદ પણ તેમના ફેફસામાં હજી રિકવરી નથી આવી. તેઓને હોસ્પિટલમાં 1 મહિનાથી વધુ સમય થઈ ગયો

Oct 9, 2020, 11:01 AM IST

અભય ભારદ્વાજની સ્થિતિ હજુ પણ નાજુક, ફરી એકવાર ચેસ્ટ ફિઝીશયન રાજકોટ આવશે

 • અભય ભારદ્વાજની હાલત ગંભીર બનતા કૃત્રિમ ફેફસાં પર 7 દિવસથી રાખવામાં આવ્યા છે.
 • દૂરબીનની મદદથી અભય ભારદ્વાજની શ્વાસ નળીની સર્જરી કરી બ્લોકેજ દૂર કરાયું હતુ

Sep 22, 2020, 09:19 AM IST

મંત્રી જયેશ રાદડિયાને કોરોનાથી જિલ્લા સહકારી બેંકમાં ફફડાટ, 14 કર્મચારી પોઝિટિવ આવ્યા

 • જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બેંકના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 
 • રાજકોટમાં કુલ 450 જેટલા સ્ટેશનરીના નાના-મોટા વેપારીઓએ આંશિક લોકડાઉનની જાહેરાત કરી 

Sep 16, 2020, 08:56 AM IST
Rajya Sabha MP Abhay Bhardwaj Is In Critical Condition PT2M17S

રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજૂક

Rajya Sabha MP Abhay Bhardwaj Is In Critical Condition

Sep 15, 2020, 10:20 AM IST

ગુજરાતમાં ભાજપના અનેક નેતાઓ કોરોનાને કારણે પથારીએ, અભય ભારદ્વાજની તબિયત વધુ કથળી

 • ગઈકાલે કેબિંનેટ મંત્રી જયેશ રાદડીયા કોરોના પોઝિટિવ હોવાનું તેઓએ ખુદ જાહેર કર્યું 
 • જામનગર ગ્રામ્યનાં ભાજપાના ધારાસભ્ય રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા
 • સુરતમાં ભાજપના બે કોર્પોરેટરને કોરોના નીકળ્યો

Sep 15, 2020, 08:29 AM IST

રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ કોરોના પોઝિટિવ, પુત્ર અને પુત્રીને કરાયા હોમ ક્વોરન્ટાઇન

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પુત્ર કોરોના સંક્રમિત થયા છે. અભય ભારદ્વાજને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પુત્ર અંશ અને પુત્રી આશકા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે

Aug 31, 2020, 06:31 PM IST

ભરતસિંહનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી સહિત અનેક લોકો થયા હોમ ક્વોરેન્ટાઇન

 રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) બાદ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki)નો કોરોના વાયરસ (Corona virus)નો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે.
 

Jun 23, 2020, 04:13 PM IST

રાજ્યસભા ચૂંટણી : શું વોટિંગ ન કરીને BTP એ આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યું?

રાજ્યસભાની ચૂંટણીમાં આખરે ભાજપના ત્રણેય ઉમેદવારોનો વિજય થયો. ભાજપ યેનકેન પ્રકારે પોતાની જીત મેળવવામાં સફળ રહ્યું. કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ વિજયી બન્યા, પરંતુ ભરતસિંહ સોલંકી સૌથી ઓછા 31.8 મત સાથે હાર્યા છે. કહી શકાય કે, ભાજપે તમામ મોરચે યોગ્ય આયોજન કરીને જીત મેળવી છે. તો સાથે જ એવી રાજકીય ચર્ચા પણ થઈ રહી છે કે, બીટીપીએ આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યું છે. કોંગ્રેસના નેતાઓના મનાવવાના લાખ પ્રયાસો છતાં બીટીપી છેલ્લી ઘડી સુધી વોટિંગ કરવા ન આવ્યું. જેનો કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. બીટીપી કોંગ્રેસને જીતાડી શકે એમ હતું. ત્યારે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, રાજ્યસભાની ચૂંટણી બાદ રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. કોંગ્રેસ અને બીટીપીનું સમર્થન તૂટી શકે છે. તો સાથે જ વોટિંગ ન કરીને બીટીપીએ રૂપાણી સરકારને આડકતરી રીતે સમર્થન આપ્યું છે, જેથી નવા સમીકરણો પણ રચાઈ શકે છે. 

Jun 20, 2020, 09:16 AM IST

ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસે અનેક પ્રયત્નો, વાંધા કાઢ્યા અંતે પાછી પડી: CM રૂપાણી

રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે સવારે 9 વાગ્યે શરૂ થયેલું મતદાન 4 વાગ્યે પુર્ણ થયું હતું. ત્યાર બાદ સાંજનાં 5 વાગ્યે મતગણતરીમાં શરૂ કરવાની હતી પરંતુ કોંગ્રેસની અરજીનાં કારણે વિલંબ થયો હતો. જો કે કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસનાં તમામ વાંધાઓને ફગાવી દીધા હતા. મતગણતરી માટે લીલીઝંડી આપતા મતગણતરીની પ્રક્રિયા ચાલુ થઇ હતી. ત્યાર બાદ રાતનાં સવા દસ વાગ્યે રાજ્યસભાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ભાજપના નરહરી અમીન, અભય ભારદ્વાજ અને રમીલા બેન બારાનો વિજય થયો હતો. જ્યારે શક્તિસિંહ ગોહિલનો વિજય થયો હતો. ભરતસિંહ પરાજિત થયા છે.

Jun 20, 2020, 12:41 AM IST

ગુજરાત રાજ્યસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ, મતગણતરી બાદ ઉમેદવારોની નક્કી થશે જીત

ગુજરાતમાં આજે રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી માટે 4 વાગ્યે મતદાન પૂર્ણ થઈ ગયું અને સાંજના 5 વાગ્યે મતગણતરી શરૂ થવાની હતી. રાજ્યસભા ચૂંટણીને લઇ બંન પક્ષોનો સવારથી ધમધમાટ શરૂ થઈ ગયો હતો. 4 બેઠકોની ચૂંટણી માટે 5 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને મતદાન કર્યું છે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાર્ટી વિરુદ્ધ જઈને પણ ભાજપને સમર્થન આપ્યું છે. ત્યારે BTP એ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. બીટીપીના બે ધારાસભ્યો માટે નિયમ પ્રમાણે ચાર વાગ્યા સુધી રાહ જોવામાં આવી હતી. પરંતુ આખરે બીટીપીના બંને ધારાસભ્યોના મત ન પડતા ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નક્કી છે.

Jun 19, 2020, 07:06 PM IST