ગુજરાતમાં રાજ્યસભાની વધુ એક બેઠક ખાલી પડી, હવે 2 બેઠકો માટે ચૂંટણી થશે

ગુજરાતમાં રાજ્યસભાની વધુ એક બેઠક ખાલી પડી, હવે 2 બેઠકો માટે ચૂંટણી થશે
  • હાલ વિધાનસભામાં ભાજપનું સંખ્યા બળ 111 છે, જ્યારે કે કોંગ્રેસનું સંખ્યાબળ 65 છે. રાજ્યસભાની 11 બેઠકોમાંથી ભાજપ પાસે 6 બેઠકો છે. જ્યારે કે, કોંગ્રેસ પાસે 3 બેઠકો છે અને 2 બેઠક ખાલી છે. 

બ્રિજેશ દોશી/ગાંધીનગર :હજી ગત મંગળવારે રાજ્યસભાના ગુજરાતના સાંસદ અહમદ પટેલનું નિધન થયું હતું. ત્યારે એક સપ્તાહમાં ગુજરાતે વધુ એક રાજ્યસભાના સાંસદ ગુમાવ્યા છે. ભાજપના નેતા અભય ભારદ્વાજના નિધનથી ગુજરાતમાં રાજ્યસભાની વધુ એક બેઠક ખાલી પડી. સાંસદ અભય ભારદ્વાજ (Abhay Bharadwaj) નું નિધન થતા આ બેઠક ખાલી પડી છે. આ પહેલા અહેમદ પટેલના નિધનથી એક બેઠક ખાલી થઈ હતી. ત્યારે હવે 2 બેઠક માટે ચૂંટણી થશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બંને બેઠકોની ચૂંટણી ડિસેમ્બરમાં જ પૂર્ણ કરાય તેવી શક્યતા છે. બંને બેઠકોની ચૂંટણી અલગ અલગ યોજાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. હાલ વિધાનસભામાં ભાજપનું સંખ્યા બળ 111 છે, જ્યારે કે કોંગ્રેસનું સંખ્યાબળ 65 છે. રાજ્યસભાની 11 બેઠકોમાંથી ભાજપ પાસે 6 બેઠકો છે. જ્યારે કે, કોંગ્રેસ પાસે 3 બેઠકો છે અને 2 બેઠક ખાલી છે. 

અભય ભારદ્વાજ જૂન મહિનામાં જ ભાજપની ટિકિટ પરથી ચૂંટાઇ આવ્યા હતા. અહેમદ પટેલના અવસાનથી એક બેઠક ખાલી પડી હતી, ત્યાં ભારદ્વાજના નિધનથી હવે ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે.

ભાજપ એકલા હાથે રાજ્યસભામાં બહુમતી મેળવવા માંગે છે
ભાજપ પાસે રાજ્યસભામાં હાલ 93 બેઠકો છે અને સૌથી મોટો પક્ષ છે. ભાજપ એકલા હાથે રાજ્યસભામાં બહુમતી મેળવવા માંગે છે અને એટલે જ એક-એક બેઠક માટે એડીચોટીનું જોર લગાવે છે. રાજ્યસભામાં ભાજપને બહુમતી મળે તો અન્ય પક્ષો પરનો આધાર ઘટે અને પોતાના એજન્ડા, વચનો અનુસારના કાયદા પસાર કરાવવામાં સરળતા રહે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news