વિજયવાડા: હોટલમાં લાગેલી ભીષણ આગમાં 10 કોરોના દર્દીઓના જીવ ગયા, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ના વિજયવાડામાં એક હોટલ (Hotel) માં ભીષણ આગ (Fire) લાગી છે. મળતી માહિતી મુજબ આ હોટલનો હોસ્પિટલ દ્વારા કોવિડ (Covid-19)ના દર્દીઓની સારવાર માટે ઉપયોગ થતો હતો. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ. આગને ઓલવવાની કોશિશ ચાલુ છે. 

વિજયવાડા: હોટલમાં લાગેલી ભીષણ આગમાં 10 કોરોના દર્દીઓના જીવ ગયા, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી: આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ના વિજયવાડામાં એક હોટલ (Hotel) માં ભીષણ આગ લાગી જેમાં અત્યાર સુધીમાં 10 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે.. મળતી માહિતી મુજબ આ હોટલનો હોસ્પિટલ દ્વારા કોવિડ (Covid-19)ના દર્દીઓની સારવાર માટે ઉપયોગ થતો હતો. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ. હાલ આ ભીષણ આગ પર કાબુ મેળવી લેવાયો છે પરંતુ આ આગમાં 10 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ આગ સ્વર્ણ પેલેસમાં હોટલમાં લાગી હતી જેમાં 40 લોકો હોવાના સમાચાર મળ્યા હતાં. જેમાંથી લગભગ 22 કોરોના દર્દીઓ અને બાકીના લોકો હોટલ સ્ટાફના હતાં. 

પીએમ મોદીએ આજે વિજયવાડામાં કોવિડ-19 દેખભાળ કેન્દ્રમાં ફેરવવામાં આવેલી એક હોટલમાં લાગેલી આગમાં જે લોકોના મૃત્યુ થયા તેમના માટે શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગનરેડ્ડી સાથે વાત થઈ અને તેમને દરેક શક્ય મદદનું આશ્વાસન આપ્યું. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે વિજયવાડાના એક કોવિડકેન્દ્રમાં આગ લાગવાની ઘટનાથી સ્તબ્ધ છું. મારી સંવેદનાઓ તે તમામ સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યાં છે. ઘાયલોના જલદી સ્વસ્થ થવાની કામના કરું છું. 

અમિત શાહે પણ ટ્વિટ કરીને કહ્યું કે આંધ્ર પ્રદેશના વિજયવાડામાં એક કોવિડ-19 સુવિધામાં આગ લાગવાની ઘટનાના ખબરથી ખુબ દુ:ખ થયું. કેન્દ્રએ રાજ્ય સરકારને દરેક શક્ય સહાયતાનું આશ્વાસન આપ્યું છે. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદનાઓ પ્રભાવિત પરિવારો સાથે છે. ઘાયલોના જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. 

નોંધનીય છે કે આ અગાઉ તાજેતરમાં જ 6 ઓગસ્ટના રોજ અમદાવાદની એક શ્રેય હોસ્પિટલ કે જે કોવિડ સેન્ટર પણ હતી તેમાં આગ લાગવાના કારણએ 8 કોરોના દર્દીઓના મોત થયા હતાં. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news