આજે મધરાતે ત્રાટકશે ચક્રવાત Nivar!, તામિલનાડુ-પુડુચેરીમાં NDRFની અનેક ટીમો તૈનાત 

આઈએમડીએ જણાવ્યું કે ચક્રવાત નિવાર આજે મોડી સાંજે કરાઈકલ અને મમલ્લાપુરમ વચ્ચે એક ખુબ ગંભીર ચક્રવાતી તોફાન તામિલનાડુ અને પુડુચેરીના તટ સાથે ટકરાઈ શકે છે.

આજે મધરાતે ત્રાટકશે ચક્રવાત Nivar!, તામિલનાડુ-પુડુચેરીમાં NDRFની અનેક ટીમો તૈનાત 

નવી દિલ્હી: NCMCએ આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, અને પુડુચેરીના કાંઠા વિસ્તારોમાં ગંભીર ચક્રવાત નિવારની સ્થિતિની સમીક્ષા કરી અને રાજ્યોને જલદી શક્ય દરેક મદદનું આશ્વાસન આપ્યું. એક અધિકૃત પ્રવક્તાએ કહ્યું કે કેબિનેટ સચિવ રાજીવ ગાબાની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સમિતિ (NCMC) પણ તમામ સંબંધિત કામોને ચાલુ રાખવાના નિર્દેશ આપ્યા છે. NCMCએ આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને પુડુચેરીના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી નિવારની સ્થિતિની સમીક્ષા કરી. 

ત્રણ રાજ્યોમાં એનડીઆરએફની 30 ટીમો તૈનાત
ત્રણ રાજ્યોના મુખ્ય સચિવો, ભારત હવામાન વિભાગના ડાઈરેક્ટર્સ અને NDRFએ NCMCને તેમની તૈયારીઓ અંગે જાણકારી આપી અને ઉલ્લેખ કર્યો કે અધિકારી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયાર છે. NDRFના પ્રમુખે કહ્યું કે અત્યાર સુધીમાં NDRFની 30 ટીમોને ત્રણ રાજ્યોમાં તૈનાત કરાઈ છે. જ્યારે તત્કાળ તૈનાતી માટે 20 વધુ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અત્રે જણાવવાનું કે NDRFની એક ટીમમાં 40 કર્મી હોય છે. 

15 જિલ્લા તોફાનની ઝપેટમાં આવે તેવી શક્યતા
NCMCના પ્રવક્તાએ જણાવ્યું કે NCMCને એ પણ સૂચિત કરાયું છે કે ત્રણ રાજ્યોના લગભગ 15 જિલ્લા ચક્રવાતની ઝપેટમાં આવે તેવી આશંકા છે અને સમુદ્ર કાંઠે રહેતા હજારો લોકોને આશ્રય ગૃહોમાં ખસેડાયા છે. કેબિેનેટ સચિવે મુખ્ય સચિવો સાથે તમામ જરૂરી મદદનું આશ્વાસન આપ્યું અને કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ જણાવ્યું કે રાષ્ટ્રીય આપદા રાહત કોષમાંથી જરૂરી નાણાકીય સહાયતા બુધવારે આપવામાં આવશે. 

શું કરવું અને શું નહીં
કેબનેટ સચિવે કાઠા વિસ્તારોમાં રહેતા લોકોને તોફાન દરમિયાન શું કરવું અને શું નહીં તે જાણકારી આપવા કહ્યું છે. તેમણે લોકોને શાંત રહેવા, અફવાઓ પર ધ્યાન ન આપવા, મોબાઈલ ફોન ચાર્જ રાખવા, રેડિયો સાંભળવા, ક્ષતિગ્રસ્ત ઈમારતોમાં ન પ્રવેશવા જણાવ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે જો તમારું હાલનું ઘર સુરક્ષિત ન હોય તો ઘરમાં વીજળીનું કનેક્શન બંધ કરી દો અને ઘર છોડીને સુરક્ષિત ઠેકાણે જતા રહો. 

— ANI (@ANI) November 25, 2020

રાજ્ય સરકારોને અપાઈ રહી છે સ્થિતિની જાણકારી
બેઠકમાં પડકારોને પહોંચી વળવા માટે NDRF અને અન્ય એજન્સીઓ વચ્ચે સમન્વય અંગે જાણકારી આપવામાં આવી. હવામાન ખાતાના મહાનિદેશકે વર્તમાન સ્થિતિની જાણકારી આપતા કહ્યું કે સંબંધિત રાજ્ય સરકારો સાથે સ્થિતિ શેર કરવામાં આવી રહી છે. એનસીએમસીના પ્રવક્તાએ કહ્યું કે બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે માછીમારો સમુદ્રમાં ન જાય તે માટે જાહેર કરાયેલી સલાહનું કડકાઈથી પાલન થવું જોઈએ. બેઠકમાં કેન્દ્ર સરકારના મંત્રાલયોના વિભિન્ન સચિવોએ ભાગ લીધો. 

આજે મધરાતે ટકરાશે તોફાન!
આઈએમડીએ જણાવ્યું કે ચક્રવાત નિવાર આજે મધરાતે કરાઈકલ અને મમલ્લાપુરમ વચ્ચે એક ખુબ ગંભીર ચક્રવાતી તોફાન તામિલનાડુ અને પુડુચેરીના તટ સાથે ટકરાઈ શકે છે. નિવાર આ વર્ષે બંગાળની ખાડીમાંથી આવેલું બીજું તોફાન છે. આ અગાઉ મે મહિનામાં અમ્ફાને (Amphan) બંગાળ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news