આ રાજ્યમાં શાળાઓ શરૂ થતા જ આટલા બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો નીકળ્યા કોરોના પોઝિટિવ

આંધ્ર પ્રદેશના શિક્ષણ વિભાગના આંકડા મુજબ રાજ્યમાં ધોરણ 9 અને 10ના 9.75 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ છે. જેમાંથી 3.93 લાખે ક્લાસ અટેન્ડ કર્યા. 1.11 લાખ શિક્ષકોમાંથી 99,000થી વધુ શિક્ષકો સંસ્થાઓમાં પહોંચ્યા. 

આ રાજ્યમાં શાળાઓ શરૂ થતા જ આટલા બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો નીકળ્યા કોરોના પોઝિટિવ

અમરાવતી: આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) માં શાળાઓમાં ધોરણ 9,10 અને 12ના ક્લાસ ચાલુ કરાયા બાદથી અત્યાર સુધીમાં 575 વિદ્યાર્થીઓ અને 829 ટીચર્સ કોરોના વાયરસ (Corona Virus) સંક્રમિત મળી આવ્યા છે. આંધ્ર પ્રદેશના શિક્ષણ વિભાગના આંકડા મુજબ રાજ્યમાં ધોરણ 9 અને 10ના 9.75 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ છે. જેમાંથી 3.93 લાખે ક્લાસ અટેન્ડ કર્યા. 1.11 લાખ શિક્ષકોમાંથી 99,000થી વધુ શિક્ષકો સંસ્થાઓમાં પહોંચ્યા. 

એકવારમાં 15-16 વિદ્યાર્થીઓ જ બેસી શકશે ક્લાસમાં
શિક્ષણ વિભાગના આયુક્ત વી ચિન્ના વીરભદ્રુએ કહ્યું કે કોઈ પણ સંજોગોમાં કોવિડ-19 પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે 4 નવેમ્બરના રોજ લગભગ ચાર લાખ વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા જેમાંથી 262 કોરોના સંક્રમિત નીકળ્યા છે. આ સંખ્યા 0.1 ટકા પણ નથી. આથી એ કહેવું ખોટું છે કે શાળામાં આવવાથી બાળકો સંક્રમિત થયા છે. અમે સુનિશ્ચિત કરીશું કે એક સમયે પ્રત્યેક શાળાના રૂમમાં ફક્ત 15 કે 16 વિદ્યાર્થીઓ જ ક્લાસમાં બેસે. 

તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેનું જીવન અમારા માટે મહત્વપૂર્ણ છે. એ પણ સ્વીકાર્યું કે સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહેલા કડક પગલાં છતાં વાલીઓ વાયરસના પ્રકોપ અંગે શંકા ધરાવી રહ્યા છે. 

આ છે  વ્યવસ્થા 
અત્રે જણાવવાનું કે આંધ્ર પ્રદેશ સરકાર(Andhra Pradesh Government) ના આદેશ મુજબ ધોરણ 9, 10 અને ઈન્ટરમીડિએટના ક્લાસિસ અડધો દિવસ(Half Day) જ લેવાશે. બાળકોને એક દિવસ છોડીને શાળામાં બોલાવવામાં આવી રહ્યા છે. ધોરણ 6, 7 અને 8ના ક્લાસીસ 23 નવેમ્બરથી શરૂ થશે. જ્યારે ધોરણ 1,2,3,4 અને 5ની શરૂઆત 14 ડિસેમ્બરથી થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news