Traveling News

ટ્રક ડ્રાઇવરો યુવતીને ફરવાના બહાને લાવી હત્યા, પડકારજનક કેસ ક્રાઇમબ્રાંચે ઉકેલ્યો
વડોદરા શહેર નજીક ફાજલપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી 4 ઓક્ટોબરે અજાણી યુવતીની હાથ પગ બાંધેલી લાશ મળી આવી હતી. આ કેસમાં વડોદરા ક્રાઇમબ્રાંચે ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રેમ પ્રકરણમાં યુવતીની હત્યા કરાઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઇમબ્રાંચે યુવતીની હત્યા કરનાર ઉત્તરપ્રદેશ મુળનાં રહેવાસી ટ્રક ચાલક અને ક્લિનરને ઝડપી પાડ્યો છે. ગત 4 ઓક્ટોબરે વડોદરા ફાયર બ્રિગેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી મહીસાગરમાં લાશ તરતી હોવાની જાણ કરવામાં આવી હતી. જેથી વડોદરા શહેરમાં ટીપી 13 ફાયર સ્ટેશનનાં લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયો હતો. પાણીમાંથી યુવતીની લાશ બહાર કાઢી હતી. આ યુવતીના હાથપગ અને મોઢુ બાંધેલા હતા. 
Oct 13,2020, 20:11 PM IST
અમદાવાદ: નકલી પાસપોર્ટ પર મુસાફરી કરનાર આરોપીની એરપોર્ટ પર ધરપકડ
એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીએ અન્યના વ્યક્તિના પાસપોર્ટ પર ભારત પરત આવનરા એક શખ્સ ની ધરપકડ કરી છે. આરોપી દુબઈમાં ખાનગી કમ્પનીના નોકરી કરતો હતો અને શર્મા નામના કોઈ શખ્સના પાસપોર્ટ પર ભારત પરત આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ આરોપીઓનાં નામ છે ગોરખ રામભિક્ષ. મૂળ ઉતરપ્રેદશનો રહેવાશી અને દુબઈમાં ખાનગી કમ્પનીના નોકરી કરતો હતો પણ ગોરખ રામભિક્ષને બદર શર્મા નામનો શખ્સ તેને દુબઈ લઈ ગયો હતો. આઠ મહિના તેને નોકરી કરી હતી. કમ્પનીના કોન્ટ્રક પૂરો થતા આરોપીને ભારત પરત મોકલી આપવામાં આવ્યો હતો. જેમાં તેનો પાસપોર્ટ તેની જગ્યાએ અન્યના પાસપોર્ટ પર તે અમદાવાદ એરપોર્ટ પર પરત આવતા ધરપકડ કરવામાં આવી છે.
Mar 7,2020, 0:02 AM IST

Trending news