ઇડર

મોડાસા: જીઆઇડીસીની બિસ્કિટ કંપનીમાં ભીષણ આગ, 100 કરોડથી વધુનું નકસાન

મોડાસા જીઆઇડીસીમાં આવેલી બિસ્કિટ બનાવતી કંપનીમાં ગત મોડી રાત્રે એકએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગનો કોલ મળતા જ મોડાસા ફાયર ફાઈટરની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

Jul 31, 2019, 09:06 AM IST

3 મહિને ઉકેલાયો હત્યાનો ભેદ, પુત્રએ જ મિત્ર સાથે મળી ટોર્ચર કરતા પિતાની કરી હત્યા

ઈડરના દેશોતર પાસેથી ત્રણ મહિના પહેલા હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો છે. પુત્રએ તેના મિત્ર સાથે મળી ટોર્ચર કરતા પિતાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આરોપી પુત્ર અને મિત્રની ધરપકડ કરી હતી. ત્રણ મહિના પહેલા જાદર પોલીસને હત્યા કરાયેલી અજાણી લાશ મળી આવી હતી જેને લઈને પોલીસે અજાણી લાશની ઓળખ માટે તપાસ હાથ ધરી હતી. 

Jul 23, 2019, 11:25 PM IST

ઇડરમાં યુવતીની છેડતીને લઇ જૂથ અથડામણ, 8 લોકોની ધરપકડ

ઇડરમાં યુવતીની છેડતી કરવા બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી. જેમાં 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગેની જાણ ઇડર પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે 14 સહિત 100ના ટોળા સામે ફરિયાદ નોંધી છે.

Jun 8, 2019, 03:13 PM IST

લોકસભા ચૂંટણી 2019: જાણો શું છે ઐતિહાસિક સાબરકાંઠા બેઠક પરનું ચૂંટણી ગણિત

ગુજરાત લોકસભા ચૂંટણીમાં 26 બેઠકોમાંથી સૌથી ઐતિહાસિક બેઠક ગણવી હોય તો તે સાબરકાંઠા લોકસભાની બેઠક ગણી શકાય. રાજકીય રીતે પણ આ બેઠક ઐતિહાસિક છે. ભારત દેશ આઝાદ થતાં જ 1951માં સૌ પ્રથમ ચૂંટણી આ બેઠક પર યોજવામાં આવી હતી. આ બેઠક પર પ્રથમ ચૂંટણીમાં જ દેશના બીજા પ્રધાનમંત્રી બનેલા ગુલઝારીલાલ નંદા સાબરકાંઠા બેઠકથી ભવ્ય વિજય મળ્યો હતો.

Mar 27, 2019, 10:52 PM IST

પરપ્રાંતીયો પર હુમલો: ઇડરના નુરપુર ગામમાં કંપનમાં કામ કરતા લોકો પર ટોળાનો હુમલો,10ની ધરપકડ

હિંમતનગરનાં ભાવપૂર દુષ્કર્મ મામલે ઈડરના નુરપુરા ગામ નજીક આવેલી યુનીટેક કોટસ્પીન કંપનીમાં ટોળાએ પરપ્રાંતીય મુદ્દાને લઇ કર્યો હોબાળો મેનેજર સહીત 4ને થઈ નાની મોટી ઈજા, 1૦ની ધરપકડ

Oct 7, 2018, 08:58 AM IST

ખેડબ્રહ્માની હરણાવ નદીમાં પાણી આવતા 11 લોકો ફસાયા, બચાવ કામગીરી શરૂ

ખેડબ્રહ્માની હરણાવ નદીના પાણીમાં 11 લોકો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

Sep 23, 2018, 01:44 PM IST

રૂબેલાની રસી મુક્યા બાદ 4 વિદ્યાર્થીઓની તબિયત લથડી, ઇડરની એક વિદ્યાર્થીનીનું મોત

ભારત સરકાર દ્વારા સમગ્ર દેશ માં ૯ મહિના થી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને મીઝલ્સ –રૂબેલા આ બે બીમારીથી રક્ષણ મેળવી શકે તે હેતુસર મીઝલ્સ રૂબેલા રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. 

Jul 20, 2018, 10:38 AM IST

ગુજરાતના આ ગામને મહિલા દેસાઇએ અપાવી નોખી ઓળખ, તમામ સુવિધાઓથી છે સજ્જ

વિકાસનું બીજું નામ કહી શકાય તો સાબરકાઠાનું દરામલી. આ એક એવું ગામ છે જેની સરપંચની મહેનત બાદ કાયાપલટ થઇ ગઇ છે. હિંમતનગરથી અંબાજી હાઇવે પર આવેલા ઇડર તાલુકાનું દરામલી ગામ આજે ગુજરાતમાં પ્રખ્યાત થયું છે. 7 વર્ષ પહેલાં ચૂંટાઇને આવેલાં મહિલા સરપંચ હેતલ દેસાઇએ આ ગામને એક નવી ઓળખ આપી છે.

May 4, 2018, 03:18 PM IST

VIDEO: ગુજરાતની એક અદભૂત શાળા, તમને પણ બાળકોને મૂકવાનું થશે મન

એક એવી સ્કુલ જ્યાં વિદ્યાર્થીઓ માટે બનવવામાં આવ્યું છે બાળ અભ્યારણ. જ્યાં બાળકો ની મરજી થી ચાલે છે સ્કુલ. બાળકો જ કરે છે બીજા બાળકોના આરોગ્યની ચકાસણી.

Apr 7, 2018, 12:07 PM IST