ચૂંટણીમાં ફરજ બજાવતા સાબરકાંઠાના SRP જવાન ધબકારા ચૂક્યો, ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય

SRP Jawan Dies Of Heart Attack: ઇડરના શામલપુરમાં SRP જવાનનું હાર્ટ એટેક આવતા મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે વતન શામલપુરમાં ગાર્ડ ઓફ ઓનર સાથે SRP જવાનને વિદાય આપવામાં આવી છે.

ચૂંટણીમાં ફરજ બજાવતા સાબરકાંઠાના SRP જવાન ધબકારા ચૂક્યો, ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય

SRP Jawan Dies Of Heart Attack, શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: ગુજરાતમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ઇડરના શામલપુરમાં SRP જવાનનું હાર્ટ એટેક આવતા મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે વતન શામલપુરમાં ગાર્ડ ઓફ ઓનર સાથે SRP જવાનને વિદાય આપવામાં આવી છે.

સાબરકાંઠાના ઈડરના શામલપુરના એસઆરપી જવાનનું હાર્ટ અટેકથી નિધન થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગાંધીનગર ખાતે SRPમાં ફરજ બજાવતા કમલેશ લીમ્બચીયાનું ગઈકાલે રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીમાં ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા નિધન થયું છે. રાજસ્થાનમાં ગઈ કાલે લોકસભા ચૂંટણીમાં ફરજ બજાવવા SRP ગ્રુપમાં ગયા હતા. ફરજ દરમિયાન રાજસ્થાનના નીમકાથાનામાં કમલેશ લીમ્બાચીયાને હાર્ટ એટેક આવ્યો હતો. 

જેમનો પાર્થિવ દેહ તેમના વતન લવાયો હતો. જ્યાં આજે તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવામાં આવી હતી. જેમાં સમાજ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગામની સીમમાં આવેલા સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news