અહીં આવેલું છે મા અંબાની સાથે પ્રખ્યાત આ પૌરાણિક મંદિર, ભાદરવી પૂનમે ભરાય છે વિશેષ મેળો

ભૈરવ દાદાના સ્થાનક નજીક જ માતાજીના ઘટનું સ્થાપન કરાયું છે. અહીં સતત જ્યોત પ્રજ્વલિત રહે છે. ભૈરવજીના સ્થાનકમાં જ યંત્ર પૂજા કરવામાં આવે છે. સાથે જ નવ દિવસ સુધી વિશેષ અનુષ્ઠાન કરવામાં આવે છે.

અહીં આવેલું છે મા અંબાની સાથે પ્રખ્યાત આ પૌરાણિક મંદિર, ભાદરવી પૂનમે ભરાય છે વિશેષ મેળો

પરાગ અગ્રવાલ/અંબાજી: નવલી નવરાત્રિની ચાલી રહી છે અને આજે પવિત્ર ત્રીજુ નોરતું છે. યાત્રાધામ અંબાજીમાં આજે જ્યાં ઘટ સ્થાપન કરાયું છે ત્યાં ત્રીજી આરતી કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે અંબાજીમાં અંબે માતાજીના દર્શન બાદ ભૈરવ દાદાના પણ દર્શન કરવાનો મહિમા છે. જો કે મંદિરના પ્રાંગણમાં જ આવેલું ભૈરવ દાદાનું મંદિરથી બહુ ઓછા લોકો પરિચત છે. 

ભૈરવ દાદાના સ્થાનક નજીક જ માતાજીના ઘટનું સ્થાપન કરાયું છે. અહીં સતત જ્યોત પ્રજ્વલિત રહે છે. ભૈરવજીના સ્થાનકમાં જ યંત્ર પૂજા કરવામાં આવે છે. સાથે જ નવ દિવસ સુધી વિશેષ અનુષ્ઠાન કરવામાં આવે છે. તો આ જ સ્થળે શ્રી બાળા ત્રિપુરા સુંદરીનો ગોખ પણ આવેલો છે. આ એવી જગ્યા છે જ્યાં પૂજા ગુપ્ત રીતે થતી હોય છે પરંતુ આજે ઝી 24 કલાકના માધ્યમથી તમે આ વિશેષ દર્શન કરી શકો છો.

આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે જ્યાં શક્તિપીઠ અંબાજી મંદીરમાં ઘટ્ટ સ્થાપનની આજે ત્રીજી આરતી કરવામાં આવી હતી. અમે આપને શક્તિપીઠનાં દર્શનની સાથે શક્તિપીઠ ચાચર ચોકનાં ગરબાનાં પણ દર્શન કરાવીએ છીએ. ત્યારે એક એવી પરંપરા પણ જોવા મળી રહી છે કે શક્તિપીઠ માં માતાજીનાં દર્શન કર્યા બાદ મોટા ભાગે ભકતો ભૈરવજીનાં દર્શન કરી શક્તિપીઠનાં દર્શન પરિપૂર્ણ કરતા હોય છે.

અમે પણ આપને શક્તિપીઠનાં દર્શનની સાથે આજે એવા જ એક ભૈરવજી સ્થાનનાં દર્શન કરવા જઇ રહ્યા છે. જે શક્તિપીઠ અંબાજી ધામનાં છે. અંબાજીમાં જ્યાં માં અંબેનાં મંદિરમાં ઘટ્ટ સ્થાપન કરાયું છે, ત્યાં મંદીરની નીચેની બાજુએ મંદીરનાં પોડિયમમાં ભૈરવજીનું મંદીર આવેલું છે ને ત્યાં પણ નવરાત્રીનું ઘટ્ટ સ્થાપન કરેલું જોવા મળ્યું. તેના દર્શન આજે આપને કરાવી રહ્યા છીએ. જ્યાં ભૈરવજી મંદીરમાં વિશેષ ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યું છે.

આ અનોખી જગ્યા છે, જ્યાં સતત જ્યોત પ્રજ્વલિત જોવા મળે છે. તમામ માઇ ભકતોને ઓછો ખ્યાલ છે ને આ ભૈરવજી સ્થાનકમાં જ યંત્ર પૂજા પણ કરવામાં આવે છે. અહી શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે. સાથે નવ દિવસ નવરાત્રીનાં વિશેષ અનુષ્ઠાન પણ ચાલતું હોય છે. અહીંયા યંત્ર પૂજાની સાથે બલા ત્રિપુરા સુંદરીનું ગોખ પણ આવેલો છે, જે ભકતો જાણે છે તે આ સ્થળનાં દર્શને જાય છે. પોતાના દર્શન પૂર્ણ કરતા હોય છે. 

અહીંયા આ જગ્યાની પૂજા મોટા ભાગે ગુપ્ત જોવા મળતી હોય છે પણ આજે અમારા સંવાદદાતા આ સ્થળે પહોંચી વિશેષ દર્શનનો લાભ આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહી ચલ યંત્ર સાથે શ્રી યંત્રની પૂજા કરતા પુજારીનુ કહેવુ છે. અહીંયા થતી પૂજા વિધિનો મોટાંભાગે લોકોને ખ્યાલ નથી જે ગુપ્ત રહેતી હોય છે ને ભૈરવજી માં અંબેનાં દ્વારપાળ હોવાથી તેમના સ્થાન પાસે પણ નવરાત્રી દરમિયાન વિશેષ ઘટ્ટ સ્થાપના કરવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news