ઈરાન News

ગુજરાતમાં એપિડેમિક એક્ટ લાગુ, તમારા ઘરે કોઈ વિદેશથી આવ્યું હોય તો ખાસ વાંચી લો આ સમા
દેશભરના અનેક રાજ્યોમાં કોરોના (corona virus) પગપેસારો કરી રહ્યો છે. જોકે, ગુજરાત હજી સુધી કોરોનાના કહેરથી દૂર છે. પરંતુ રાજ્યભરમાં કોરોના (corona india) ને લઈને સરકારથી લઈને સામાન્ય નાગરિકોમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં એપિડેમિક એક્ટ (Epidemic Diseases Act) લાગુ કરી દેવામાં આવ્યો છે. જેમાં વિદેશથી આવેલી વ્યક્તિ 14 દિવસ ઘર બહાર નહિ નીકળી શકે. વ્યક્તિ બીમાર હોય કે ન હોય, તેને 14 દિવસ સુધી ઘરમાં રહેવું પડશે. આ એક્ટ અંતર્ગત હેલ્થ વિભાગને ફરિયાદ મળશે તો તેની સામે કાર્યવાહી કરાશે. વિદેશથી આવેલી વ્યક્તિ બહાર નીકળે તો તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડી દેવાશે. આ વ્યક્તિ ઘરની અંદર કે બહારના વ્યક્તિઓ સાથે સંપર્ક કરી શકશે નહિ. પોતાના ઘરમાં પણ સ્વજનોથી અંતર રાખવું પડશે.
Mar 16,2020, 8:26 AM IST
કોરોના વાયરસને કારણે ઈરાનમાં ફસાયેલા અસંખ્ય ગુજરાતીઓને કોણ છોડાવશે?
કેવડિયા ખાતે ઇન્ડિયા આઇડિયાઝ કોન્ક્લેવની શરૂઆત થઇ ચૂકી છે. આ કોન્કલેવમાં દેશભરથી વિવિધ મહેમાનો ઉપસ્થિત રહ્યા છે. અસમના મુખ્યમંત્રી સરબાનંદ સોનેવાલ કેવડિયા પહોંચ્યા હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને સરદાર પટેલની પ્રતિમાને વંદન કર્યાં હતા. તો અન્ય સમાચારમાં જુઓ, કોરોના વાયરસના કારણે 300થી વધુ ભારતીયો ઈરાનમાં ફસાઈ ગયા છે. ઈરાનમાં ફસાયેલા ભારતીયો મોટા ભાગના તમિલનાડુ અને ગુજરાતના છે. વલસાડના લોકો ફસાયેલા હોવાથી હાલ ઉમરગામ તાલુકાના માછીમાર પરિવારોમાં હાલે ચિંતાનો માહોલ છવાયો છે. ફસાયેલા લોકોના પરિવારે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે પોતાના પરિજનને હેમખેમ માદરે વતન લાવવા માગ કરી છે. ઉમરગામમાં દરિયાઈ પટ્ટીના ગામોમાં વસતા માછીમાર સમાજના લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તેમના પરિજનો હાલ વોટ્સએપથી ઈરાનમાં તેમના સગા સંબંધીઓ સાથે સંપર્કમાં તો છે પરંતુ ઈરાનમાં ફસાયેલા તેમના સ્વજનની વિકટ પરિસ્થિતિના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
Feb 29,2020, 10:00 AM IST

Trending news