એલજી હોસ્પિટલ

અમદાવાદ: મિત્રનાં ઝગડામાં વચ્ચે પડેલા યુવકને ગળાના ભાગે છરો મારીને હત્યા

વટવા સદાની ધાબા નજીકથી પસાર થતી કેનાલ નજીક મિત્રો વચ્ચેની સામાન્ય માથાકુટ લોહીયાળ બની

Oct 21, 2019, 12:04 AM IST

અમદાવાદ : દર્દીઓની સારવાર કરતા કરતા ડોક્ટરો ડેન્ગ્યુની ઝપેટમાં

રાજ્યભરમાં ડેન્ગ્યુ (Dengue)નો કહેર યથાવત છે. ગુજરાત (Gujarat)માં ડેન્ગ્યુનો રોગચાળો બેકાબૂ બન્યો છે અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે જેટ સ્પીડે વધી રહી છે. તેને કાબૂ કરવું પણ હાલ તંત્ર માટે એક ચેલેન્જ સમાન બની રહ્યું છે. જેમાં હવે લોકોની સાથે તબીબો પણ ડેન્ગ્યુના ભરડામાં આવી રહ્યાં છે. મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો (Doctors) પોતે જ ડેન્ગ્યુના શિકાર બન્યા છે. દર્દીઓની સારવાર કરી રહેલા અમદાવાદની જુદી જુદી મેડિકલ કોલેજો (Medical College) ના આશરે 100 જેટલા રેસિડેન્ટ ડોકટરો બીમાર થયા છે.  

Oct 18, 2019, 10:32 AM IST

અમદાવાદ: નારોલ વિસ્તારમાં બની હિટ એન્ડ રનની ઘટના, બે જોડિયા બાળકોના મોત

બુધવારે મોડી રાત્રે નારોલ પાસે આવેલા ખોડિયાર મંદિર પાસે બાઇક ચાલકે બે બાળકોને અડફેટે લીધા હતા. જેના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવમાં આવ્યા હતા. સારવાર દરમિયાન બંને જુડવા ભાઇઓનું મોત થયું હતું. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

Oct 10, 2019, 12:06 AM IST
Fight at LG Hospital PT1M1S

અમદાવાદની એલજી હોસ્પિટલમાં મારામારી કારણકે...

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી. હોસ્પિટલમાં શનિવાર રાત્રે દર્દીના સગા અને હોસ્પિટલના બાઉન્સર્સ વચ્ચે છુટ્ટા હાથની થઈ મારામારી થઇ હતી. તાત્કાલિક સારવાર વિભાગમાં વૃદ્ધાની બરાબર સારવાર ન કરવામાં આવી હોવાના આક્ષેપને પગલે ધમાલ મચી હતી.

Sep 15, 2019, 09:30 AM IST

કાંકરિયા રાઇડ દુર્ધટના બાદ મેયરનું નિવેદન: AMCની કોઇ જવાબદારી નથી

શહેરના મેયર બીજલબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે એલજી હોસ્પીટલની મુલાકાત લીધી હતી. અને કાંકરિયા ખાતે રાઈડ તુટતા 29 ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓની મુલાકાત પણ લીધી હતી, પરંતુ આ મુલાકાત સમયે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતી વખતે ફરી એકવાર મેયર બીજલ પટેલ ભડક્યા હતા. તો સાથે જ મ્યુનીસીપલ કોર્પોરેશનની રાઈડ તૂટવાની ઘટનામાં કોઈ જવાબદારી નહીં હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. તેમજ કોર્પોરેશનની કોઇપણ પ્રકારની જવાબદારી અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.

Jul 16, 2019, 08:41 PM IST

LG હોસ્પિટલની વધુ એક બેદરકારી, પ્રસૂતિ સમયે નવજાત બાળકે નીચે પડી જતા મોત

અમદાવાદની એલજી હોસ્પિટલ સતત વિવાદોથી ઘેરાયેલી રહે છે. ત્યારે એલજી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સ્ટાફની બેદરકારીના કારણે નવજાત શિશુનુ મોત થયુ હોવાનો હવે આરોપ લાગ્યો છે. વહેલી સવારે શ્રમજીવી પરિવારની મહિલા સાથે દુખદ ઘટના બની હતી

Jul 3, 2019, 10:54 AM IST

અમદાવાદ: એલજી હોસ્પિટલમાં થયેલી હત્યાના ગુન્હામાં 4 આરોપીની ધરપકડ

અમદાવાદમાં રામોલ વિસ્તારમાં જનતાનગર ખાતે ગઈ કાલ રાતે હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણ અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રામોલ પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ બે આરોપી હત્યાના કેસમાં અને બે આરોપી હત્યાની કોશિશના કેસમાં પકડવામાં આવ્યા છે. જે બે આરોપીની હત્યાની કોશિશથી અંદર ધરપકડ કરવામાં આવી છે તેજ આરોપીઓ મણિનગરમાં અમીરની હત્યાના ગુનામાં પણ નામ સામે આવ્યું છે.

May 22, 2019, 10:33 PM IST

40 હજારની લાંચ કેસમાં LG હોસ્પિટલના તત્કાલિન સુપ્રિટેન્ડન્ટની ધરપકડ

આરોપી રાજેશ શાહ છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા હતા, બાકી બિલ પાસ કરાવા માટે ડો. રાજેશ શાહે રૂ.40 હજારની લાંચ માગી હતી 

Mar 29, 2019, 06:55 PM IST

એલજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ આર.સી.શાહની જામીન અરજી કોર્ટે ફગાવી

લાંચ કેસમાં સુપરિન્ટેન્ડેન્ટ આર.સી.શાહ હાલ ફરજ પરથી મોકુફ  છે. 
 

Jun 12, 2018, 11:23 PM IST

અમદાવાદ: ગુમ થયેલો 12 વર્ષનો બાળક પાછો તો મળ્યો, પરંતુ થયો મોટો ખુલાસો

અમદાવાદના પૂર્વ વિસ્તાર મણિનગરની એલ.જી. હોસ્પિટલમાંથી 25મી મેના રોજ એક 12 વર્ષના બાળકના અપહરણના સમાચાર આવતા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ હતી

Jun 3, 2018, 08:48 AM IST