અમદાવાદ: એલ.જી હોસ્પિટલના 4 ડોક્ટર અને એક નર્સ કોરોના પોઝિટિવ
Trending Photos
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: કોરોના વોરિયર્સ પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. સામી લડત આપતા આ કોરોના વોરિયર્સ કોરોનાનો ભોગ બનતા ચિંતાનો વિષય છે. અમદાવાદની એલજી હોસ્પિટલના 4 ડોક્ટર અને એક નર્સ કોરોના પોઝિટિવ આવ્યાં છે. ગઈ કાલે પણ એક પ્રોફેસર સહિત 5 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતાં. કુલ 10 કેસ થયા છે.
મળતી માહિતી મુજબ દર્દીના સંપર્કમાં આવતા ડોક્ટરને કોરોના થયો હોવાના જાણવા મળે છે. ડોક્ટર અને નર્સના સંપર્કમાં આવતા વધુ 4 ડોક્ટર અને એક નર્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. ગઈ કાલે એલજીમાંથી લેવાયેલા 1000 સેમ્પલમાંથી 5 પોઝિટિવ આવ્યાં છે. હજુ 50 સેમ્પલ રિપોર્ટ આવવાના બાકી છે.
શું છે ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ
રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા 929 પર પહોંચી ગઈ છે. જેમાં સૌથી વધુ 545 કેસ સામે આવ્યા છે. તો બીજા સ્થાને વડોદરામાં 128 કેસો નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 88 કેસ તો રાજકોટમાં 28 અને ભાવનગરમાં 26, આણંદમાં 25 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી ગુજરાતના 24 જિલ્લામાં કોરોનાનો કહેર પહોંચી ગયો છે.
જુઓ LIVE TV
અમદાવાદની સ્થિતિ વધુ ખરાબ
ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદની સ્થિતિ વધુ ખરાબ છે. અહીં છેલ્લા કેટલાક દિવસથી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં દરરોજ 50થી વધુ કેસો સામે આવી રહ્યાં છે. આ માટે તંત્રએ હોટસ્પોટ વિસ્તારમાં સઘન ચેકિંગ અને ટેસ્ટીંગ હાથ ધર્યું છે તો આ વિસ્તારમાં કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 929 કેસ નોંધાયા જેમાંથી 545 કેસ તો માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે