એસટી બસ

દિવાળીએ એસટીનો મોટો નિર્ણય, મુસાફરો પાસેથી વસૂલશે સવા ગણું વધુ ભાડુ

કોરોના મહામારીમાં પૂરા બે વર્ષ ઘરમાં પૂરાયા બાદ હવે લોકો ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે. આ વર્ષે ગુજરાતીઓએ દિવાળી (Diwali vacation) પર ફરવા જવાનું મન બનાવી લીધુ છે, ત્યારે હવે લોકોને દિવાળી પર મોંઘવારીનો સામનો કરવો પડશે. પેટ્રોલ-ડીઝલ તથા અન્ય જીવન જરૂરિયાતી વસ્તુઓમાં તોતિંગ ભાવ વધારા બાદ હવે એસટીએ (ST bus) ભાવ વધારો જાહેર કર્યો છે. હવે વધારાની બસ માટે મુસાફરોએ સવા ગણું ભાડું ચૂકવવું પડશે. 

Oct 23, 2021, 04:29 PM IST

KUTCH: રાપર નજીક ST બસ અને જીપ વચ્ચે જોરદાર ટક્કર, ગમખ્વાર અકસ્માતમાં જીપ ચાલકનું મોત, 25 ઇજાગ્રસ્ત

વરસાદી માહોલમાં ઠેકઠેકાણે વરસાદ પડી રહ્યો છે, બીજી તરફ રસ્તાઓ પણ ભીના થવાને કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે આવી જ એક ઘટના કચ્છના રાપર નજીક ઘટના હતી. અહીં એક એસટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને જીપ વચ્ચે જોરદાર ટક્કરથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે 25થી 30 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત લોકોને અલગ અલગ 108 અને અલગ અલગ વાહનો મારફરે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. 

Jun 20, 2021, 01:39 AM IST

ST બસમાં મુસાફરી કરવા જઇ રહ્યા છો તો આ સમાચાર ખાસ વાંચો, રાત્રી કર્ફ્યૂના કારણે બદલાયા છે નિયમ

ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટની સ્થિતી જોવા મળી રહી છે. કોરોના વિસ્ફોટના કારણે અમદાવાદમાં સળંગ 57 કલાકના કર્ફ્યુ લગાવવામાં આવ્યા બાદ હવે આગામી આદેશ સુધી રાત્રી કર્ફ્યૂ લગાવાયો છે. શહેરના તમામ મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ લગાવાયો છે. 

Nov 23, 2020, 06:27 PM IST

દિવાળીમાં બહાર ગયેલા સુરતીઓને કોરોના ટેસ્ટીંગ બાદ જ પ્રવેશ મળશે

  • કોવિડની સ્થિતિમાં સંક્રમણને ધ્યાને લઇ આ નિર્ણય કરાયો.
  • સુરતથી અમદાવાદ જતી એસટી બસો પર પણ પ્રતિબંધ મૂકાયો

Nov 20, 2020, 03:30 PM IST

કરફ્યૂ બાદ મહત્વનો નિર્ણય : અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી નહિ દોડે એસટી બસો

  • અમદાવાદથી અન્ય 300 સ્થળોને જોડતી સેવાઓ બંધ કરાઈ.
  • વડોદરાથી અમદાવાદ જતી એસટી બસો બંધ કરવાની જાહેરાત કરાઈ.
  • આજે બપોરે 3 વાગ્યાથી રાજકોટથી અમદાવાદ જતી તમામ બસ બંધ કરાઈ

Nov 20, 2020, 01:24 PM IST

એસટીની મહત્વનો નિર્ણય, સોમવારથી ગામડામાં જતી બસો દોડશે

કોરોનાકાળમાં અટકી પડેલી મુસાફરીને વેગ આપવાનો એસટી નિગમ દ્વારા નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત હવે ગામડામાં જતી એસટી બસોનું સંચાલન શરૂ કરવાનું નક્કી કરાયું છે

Sep 5, 2020, 10:14 AM IST

જામનગરમાં ફિલ્મી ઢબે એસટી બસમાં મુસાફરી દરમિયાન યુવકની હત્યા

વિજરખી રોડ પર ચાલુ બસે માથાકૂટ થતા યુવકની ચાકુથી હુમકો કરીને હત્યા કરવામાં આવી હતી.
 

Aug 26, 2020, 08:14 PM IST

કોરોનાઃ સુરતમાં હજુ એક સપ્તાહ બસ સેવા બંધ રહેશે

સુરતમાં આવતી તેમજ સુરતથી ઉપડતી તમામ એસટી બસ અને ખાનગી બસ સેવાનું સંચાલન વધુ એક સપ્તાહ માટે સ્થગિત કરવામાં આવ્યું છે. 

Aug 13, 2020, 11:36 PM IST

અમદાવાદ : ત્રણ બસ ડેપો પર ટેસ્ટીંગમાં 20થી વધુ મુસાફરોમાં કોરોના નીકળ્યો

સુરતમાં વકરી રહેલા કોરોનાને પગલે એસટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લઈને તકેદારીના પગલા લેવાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં રાણીપ બસ સ્ટોપ પર આવતી અને જતી તમામ બસ સેવા શરૂ કરાઈ છે. અન્ય જિલ્લામાંથી અમદાવાદ આવતી અને જતી એસટી બસ શરૂ થઈ છે. ગઈ કાલે અમદાવાદના કૃષ્ણનગર, ગીતા મંદિર અને રાણીપ બસસ્ટેન્ડ પર મુસાફરોની ચકાસણી કરતા 20 થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. હાલ રાણીપ બસ સ્ટોપ પર આવી રહેલા તમામ મુસાફરોના ટેમ્પરેચરની ચકાસણી કરાઈ રહી છે. 

Jul 14, 2020, 11:25 AM IST

Unlock 2 : અમદાવાદથી આજે વધુ  ST બસ દોડશે, પરંતુ રસ્તા વચ્ચેથી કોઈ મુસાફર નહિ લેવાય

આજે રાજ્યભરમાં અનલોક 2 (Unlock 2) ની શરૂઆત કરાઈ છે. ત્યારે અમદાવાદમાં આજથી  ST બસ સેવામાં વધારો કરાયો છે. અમદાવાદમાં ડેપોથી 2325 એક્સપ્રેસ બસો શરૂ કરાઈ છે. ડેપોથી વધુ બસ દોડાવવાનો એસટી નિગમે નિર્ણય કર્યો છે. જોકે, રસ્તામાંથી કોઈ પેસેન્જર લેવામાં નહિ આવે. રાણીપ ડેપો પર ગન અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદમાં રાણીપ, નરોડા અને નહેરુનગર ST ડેપોથી બસ ઉપડશે. ગીતા મંદિર ST ડેપો હજુ પણ બંધ રહેશે. 

Jul 1, 2020, 08:41 AM IST

STના ડ્રાઈવર્સને સૂચના, ‘વાવાઝોડું દેખાય તો બસ સેફ જગ્યાએ રોકી દેવાની...’

નિસર્ગ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળવાની છે, ત્યારે સરકારી તંત્ર એલર્ટ બન્યું છે. આવામાં એસટી તંત્ર પણ સજાગ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા એસ.ટી ડેપો મેનેજરને સૂચના આપવામાં આવી છે કે નિસર્ગ વાવાઝોડું (Cyclone Nisarg) વધે તો બસો રોકી દેવી. જેથી હવે ડેપો મેનેજર દ્વારા પણ ડ્રાઈવર અને કંડક્ટરને એલર્ટ રહેવા માટે આપવામાં સૂચના આપી દેવામાં આવી છે. તેઓને આદેશ આપ્યા છે કે, વાવાઝોડું દેખાય તો બસ જ્યાં હોય ત્યાં સેફ જગ્યાએ રોકી દેવાની. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 70 દિવસથી લોકડાઉનને કારણે રાજ્યભરમાં એસટી બસો કોરોનાને કારણે બંધ રખાઈ હતી. જે બાદ હવે નિસર્ગ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતના દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી સાહિતમાં જોવા મળી શકે છે. જેથી એસટી બસમાં મુસાફરોને લઇ જવા માટે પરિસ્થતિ મુજબ તકેદારી રાખી દેવાઈ છે. 

Jun 3, 2020, 11:51 AM IST

ગુજરાતમાં સોમવારથી કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં STબસ સેવા શરૂ થશે, અમદાવાદનું ગીતામંદિર બંધ રહેશે

અનલોક 1માં રાજ્યમાં અનેક સેવાઓ શરૂ થવા જઈ રહી છે. ત્યારે બસ સેવા શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું જરૂરી પાલન થાય તે રીતે એસટી બસો શરૂ થશે. ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલા કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસોનું સંચાલન આવતીકાલે 1 જૂન, 2020થી શરૂ કરવામાં આવશે. વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ આ અંગેની વધુ વિગતો આપતા કહ્યું કે, આ અગાઉ 20 મેથી તદ્દન હંગામી ધોરણે શરુ કરવામાં આવેલ ઝોન વાઈઝ સંચાલનની વ્યવસ્થા હવે રદ કરવામાં આવી છે. નિગમ દ્વારા 1 જનથી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નક્કી કરેલા કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસ સેવાઓ સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.

May 31, 2020, 09:08 PM IST

અમદાવાદ: શ્રમિકોને લઇ જતી એસટી બસ પર 'હમ વાપસ આએગે'ના સૂત્ર સાથે લાગ્યા પોસ્ટર

કોરોના વાયરસને લઇને રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. ત્યારે શ્રમિકોને તેમના વતન મોકલવાના મામલે એસટી બસો પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે

May 22, 2020, 05:56 PM IST

સૌરાષ્ટ્રમાં ફસાયેલા મજૂરોને વતન પહોંચાડવા STના ડ્રાઈવરોને રખાયા સ્ટેન્ડ ટુ

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 3 મે સુધી લોકડાઉન છે. ત્યારે ગુજરાત સરકારે શનિવારે ઔદ્યોગિક એકમો અને જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખોલવા માટે છૂટ આપી છે. પરંતુ રાજ્યમાં ફસાયેલા મજૂરોની મુશ્કેલીઓ વધતી જાય છે. આ સમયે રાજ્યના એસ્ટી નિગમ દ્વારા દરેક ડિવિઝનમાં એસ્ટી બસ સ્ટેન્ડ ટૂ રાખવા સૂચના આપી હતી. રાજકોટ એસટી ડિવિઝનની 100 બસ સ્ટેન્ડ ટુ રખાઈ છે. આ બસ સૌરાષ્ટ્રમાં ફસાયેલા મજૂરોને વતન મોકલવા દોડાવવામાં આવે તેવી શક્યતા છે. જો કે, એસટી નિગમે બસ સ્ટેન્ડ ટુ રાખવાનું કોઈ સતાવાર કારણ આપ્યું નથી.

Apr 27, 2020, 09:27 PM IST
ST Department Started Traveller Checking In ST Bus Stand PT6M44S

કોરોનાના દેહશત વચ્ચે એસટી બસ મુસાફરોનું કરાયું ચેકિંગ

કોરોના વાયરસની અસરના મામલે અમદાવાદના ગીતા મંદિર એસ ટી ડેપો પર લોકોની અવરજવર રાબેતા મુજબ જોવા મળી રહી છે. પ્રવેશ દ્વાર પર સ્ટાફ દ્વારા પૂરતું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સ્ટાફ દ્વારા મુસાફરોને સેનેટાઇઝર અપાઈ રહ્યું છે. સામાન્ય દિવસોની જેમ જ મુસાફરોની સંખ્યા યથાવત જોવા મળી હતી.

Mar 21, 2020, 03:00 PM IST
ST bus accident at lathi amreli highway, 14 people injured PT2M14S

ધૂળેટીની વહેલી સવારે અમરેલી હાઈવે પર એસટી બસનો અકસ્માત, 15થી વધુ મુસાફરો ઘાયલ

લાઠી-અમરેલી હાઈવે પર ટોડા ગામ નજીકના પુલ પરથી એસ.ટી. બસે પલટી મારી ગઈ હતી. ગાંધીનગરથી દીવ રૂટની બસ દીવ તરફ જતી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં 14 થી 15 લોકોને સામાન્ય ઈજા થઈ છે. બસ પલટી મારી જતા બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને 108થી સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા.

Mar 10, 2020, 09:45 AM IST

એસટી બસનો 'હવા' સાથે અકસ્માત, કાચ તુટી જતા ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ

ગુજરાતમાં સેલવાસથી સોમનાથ આવી રહેલી સ્લિપર બસને અકસ્માત નડ્યો હતો. જો કે આ અકસ્માત કોઇ વાહન સાથે નહી પરંતુ હવા સાથે થયો હતો. સાંભળીને કદાચ વિચિત્ર લાગે પરંતુ એસટી બસનો કાચ હવાનાં દબાણનાં કારણે અચાનક તુટી ગયો હતો. કાચ તુટીને તેની કરચો ઉડતા ડ્રાઇવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. નવસારી આરટીઓ નજીક સેલવાસ સોમનાથ બસને આ વિચિત્ર અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરને ગંભીર ઇજા થતા બસ રોડ પર ડામાડોળ થવા લાગી હતી. જો કે સદ્ભાગ્યે બસ રોડની સાઇડમાં ઉભી રહી ગઇ હતી.

Feb 1, 2020, 06:45 PM IST
Adajan Depot ST Bus Accident In Surat PT4M48S

સુરતમાં ST બસનો અકસ્માત, BRTS રેલિંગે અથડાતા લોકોમાં ભયનો માહોલ

પાકિસ્તાનના સિંધ પ્રાંતના સખપાકિસ્તાનના સિંધ પ્રાંતના સખર જિલ્લા ના બાગડજી ગામથી સિંધી પરિવારના લોકો છેલ્લા 20 વર્ષથી સુરતમાં રહે છે.અછરા પરિવારના દસ સભ્યો 20 વર્ષથી નાગરિકતા થી વંચિત છે.ત્યારે તેઓએ પોતાની આપવીતી zee 24 કલાક ને જણાવી હતી.

Dec 24, 2019, 04:30 PM IST
2112 hit and run PT1M38S

વડોદરામાં GSRTC બસની અડફેટે બાઇક સવારનું મોત...

વડોદરામાં GSRTC બસની અડફેટે બાઇક સવારનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે તંગદિલી અને ગમગીની છવાઇ ગઇ હતી.

Dec 21, 2019, 09:10 PM IST