ગુજરાતમાં સૌથી મોટી સરકારી ભરતીની જાહેરાત! 11 હજાર લોકોને મળશે સારા પગારવાળી નોકરી

Government Job at GSRTC: નુકસાની કરતું એસ.ટી. વિભાગ હવે નફો કરતું થઈ ગયું છે. દેશભરમાં ગુજરાત એસ.ટી. વિભાગમાં સૌથી વધારે મુસાફરોનો વધારો થયો છે. એસ.ટી.ની બસ સુધી હવે વધારે હાઈટેક બનશે. સરકારના એસ.ટી. વિભાગમાં કાયમી ધોરણે 11 હજાર કરતા વધારે કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.

ગુજરાતમાં સૌથી મોટી સરકારી ભરતીની જાહેરાત! 11 હજાર લોકોને મળશે સારા પગારવાળી નોકરી

Government Job at GSRTC: સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે આવી ગઈ છે સોનેરી તક. ગુજરાત સરકારમાં એક સાથે લાંબા સમય પછી થઈ રહી છે આટલી મોટી સરકારી ભરતી. આ મોકો ચુકતા નહીં, ઝડપી લેજો તક. આ જાહેરાતની સાથે જ ફરી એકવાર ગુજરાતના યુવાનો માટે સરકારી નોકરીનો માર્ગ મોકળો થઈ ગયો છે. સરકારી નોકરીની રાહ જોતા, ખાસ કરીને ટેકનિકલ અભ્યાસ, આઈટીઆઈમાં અભ્યાસ કરીને આવી ભરતીની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે પણ આ મોટી તક બની રહેશે.

11 હજાર કર્મચારીઓની ગુજરાત સરકાર કાયમી ધોરણે કરશે ભરતીઃ
આજે વાહન વ્યવહાર મંત્રીએ વિધાનસભા ગૃહમાં અનેક મોટી જાહેરાતો કરી. જેમાંથી સૌથી મોટી જાહેરાત એ હતીકે, આગામી સમયમાં એટલેકે, ચાલુ વર્ષમાં જ 2024ના અંત સુધીમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા એસ.ટી. વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિત અલગ અલગ વિભાગોમાં કુલ 11 હજાર કરતા વધારે કર્મચારીઓની કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે. ચાલુ વર્ષના અંત સુધીમાં જ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.

આગામી સમયમાં ગુજરાતમાં 8000 નવા એસટી રૂટ શરૂ કરાશેઃ
ગુજરાત વિઘાનસભામાં વિભાગ અંગે પૂછાયેલાં સવાલના જવાબમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે. ખાસ કરીને હર્ષ સંઘવીએ એવી પણ જાહેરાત કરી છેકે, આગામી સમયમાં ગુજરાતભરમાં લગભગ 8 હજાર કરતા પણ વધારે એસ.ટી.બસના નવા રૂટ શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં પ્રાયોગિક ધોરણે નજીકના સમયમાં જ 2 હજાર રૂટ શરૂ કરી દેવામાં આવશે. મુસાફરોની સુખાકારીનું ધ્યાન રાખીને આ નિર્ણય લેવાયો છે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, એસ.ટી.નિગમના મૃત્યુ પામેલા કર્મચારીઓ ના આશ્રિતો માટે પણ સરકારે કામગીરી કરી રહી છે.

ગુજરાતમાં શોર્ટ ટાઈમમાં એસ.ટી.ની ડબલ ડેકર બસો શરૂ કરાશેઃ
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, આગામી સમયમાં ડબલ ડેકર બસ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત સમગ્ર રાજ્યમાં દોડતી કરવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં એસ.ટી.ની ડબલ ડેકર બસો દોડતી થશે. મુસાફરોની સુખાકારીમાં વધારો કરવાનો અમારો પ્રયાસ રહેશે. આગામી પાંચ દિવસમાં નવી ૫૦૦ એસ.ટી.બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે. વિધાનસભાના દરેક ધારાસભ્ય નો એક અઠવાડિયામાં બે રૂટ માંગે ત્યાં આપવાની જાહેરાત કરવામાં આવી.

નુકસાનમાંથી નફો કરતો થયો એસ.ટી.વિભાગ, મુસાફરોની સુવિધા વધારાશેઃ
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું છેકે, એસ.ટી.નિગમ નુકસાન માંથી નફામાં આવ્યો છે. એસટીની સેવા વધી તેનાથી નુકસાનીમાંથી નફામાં આવ્યું છે. આ નફો હવે મુસાફરો ને વધુ ઉપયોગી સેવા આપવામાં વપરાશે. દેશમાં ગુજરાત એક માત્ર રાજ્ય ગુજરાત બન્યું છે જેમાં એસ ટી બસના મુસાફરો મા વધારો થયો છે. ગુજરાત માં ૨૫ લાખ મુસાફરો માથી ૨૭ લાખ મુસાફરો પ્રવાસ કરતા થયા છે.

એસ.ટી.બસની ટિકિટ સેવા હાઈટેક કરાશેઃ
વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતુંકે, નફાના પૈસાની સરકાર ને જરૂર નથી આ નાણાનો મુસાફરીની સુખાકારી માટે ઉપયોગ કરવામાં આવશે. GSRTC ની તમામ બસોમા આગામી 3 મહિના મા ક્યુઆર મશીન  થી ટીકીટ ખરીદી શકાશે. અગાઉ 25 લાખ મુસાફરો એસટી નો ઉપયોગ કરતા હતા તે આજે 27 લાખ લોકો ઉપયોગ કરે છે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ નું નવું નામકરણ શેઠ ભાભાસા ગૃહમાં કરવામાં આવ્યું વાહન વ્યવહાર અને ગૃહ વિભાગ ની માગણી નો જવાબ આપતા‌ મંત્રી હર્ષ સંઘવી એ નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ ની કામગીરી આને દરિયાદિલી ને બિરદાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news