ઓનલાઈન પરીક્ષા

સુરત : ઓનલાઈન પરીક્ષામાં 25 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, યુનિવર્સિટીએ આપ્યા 0 માર્ક

સુરતના ક્લાસિસમાં બેસી B.com ની ઓનલાઇન પરીક્ષામાં મોટી ચોરી પકડાઈ છે. એકસાથે ચોરી કરતાં 25 વિદ્યાર્થીઓ પકડાયા છે. જોકે, ચોંકાવનારી વાત તો એ છે કે, સંચાલકો ખુદ જ વિદ્યાર્થીઓને પેપર લખાવતા હતા. આ ઘટના સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બની છે. VNSGU ના કંટ્રોલ રૂમમાંથી સરખું બેકગ્રાઉન્ડ દેખાતાં ચોરી પકડાઈ હતી. 1 મહિના પહેલાં પકડાયેલા કેસમાં ફેક્ટ કમિટીએ ચોરી સાબિત કરી વિદ્યાર્થીઓને 0 માર્ક આપ્યા.

Oct 23, 2021, 09:39 AM IST

CBSE એ બોર્ડ પરીક્ષા મામલે કરી મોટી જાહેરાત, કહ્યું-પરીક્ષા તો લેખિત જ થશે

  • સીબીએસઈના અધિકારીઓએ જણાવ્યું કે, 2021માં બોર્ડ પરીક્ષાઓ ઓનલાઈન માધ્યમથી ન લઈને લેખિત પરીક્ષાઓ થશે.
  • બોર્ડ પરીક્ષાનું આયોજનની તારીખના સંબંધમાં હજી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી

Dec 3, 2020, 08:08 AM IST

GTUની સેમિસ્ટર-3ની પરીક્ષા ક્યારે લેવાશે તે વિશે કરાઈ મહત્વની જાહેરાત

  • હવે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પરીક્ષા યોજાશે. તમામ તાલુકા કેન્દ્રો પર ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવામાં આવશે

Nov 4, 2020, 09:41 AM IST

ગુજરાત યુનિ. આ તારીખથી ફરી યોજી રહી છે પરીક્ષાઓ, બાકી વિદ્યાર્થીઓ માટે વધુ એક તક

અમદાવાદ કોરોના સંક્રમણ વચ્ચે લેવાયેલી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ ફરી એકવાર લેવાશે. પરીક્ષા આપી ના શકેલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વધુ એક તક અપાશે. 26 ઓક્ટોબરે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાનું આયોજન કરશે.

Oct 12, 2020, 08:30 AM IST

આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ શરૂ

ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા લેવી તેના અસમંજસ વચ્ચે 90 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપવાના છે

Sep 3, 2020, 10:49 AM IST

ગુજકેટની પરીક્ષા માટે નવી હોલ ટિકીટ ઓનલાઇન મૂકાઈ, કેટલાક સૂચનો પણ કરાયા

ગુજકેટની પરીક્ષા (gujcet 2020) માટે નવી હોલ ટિકીટ ઓનલાઇન મૂકવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વેબસાઈટ પર નવી હોલ ટિકીટ મૂકાઈ છે. કોવિડ 19ને કારણે પરીક્ષાની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે વિદ્યાર્થીઓને નવી હોલ ટિકીટ ડાઉનલોડ કરવા બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે. ઇમેઇલ id, એપ્લિકેશન નંબર અથવા જન્મ તારીખના આધારે નવી હોલ ટિકીટ ડાઉનલોડ થઈ શકશે. જોકે, સાથે એ પણ સૂચના બોર્ડ દ્વારા અપાઈ છે કે, જૂની હોલ ટિકીટ પ્રવેશ માટે માન્ય નહિ રહે. પ્રવેશ સમયે આઈડી પ્રુફ સાથે રાખવા પણ સૂચના અપાઈ છે. 24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા લેવાનાર છે. 

Aug 13, 2020, 04:56 PM IST

શિક્ષણ વિભાગની સ્પષ્ટતા, રાજ્યની તમામ યુનિવર્સિટી 30 સપ્ટેમ્બર સુધી પરીક્ષાઓ પૂર્ણ કરે

ગુજરાતભરની અનેક યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષા લેવાની હજી બાકી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આજે આ મામલે મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે 

Aug 12, 2020, 01:26 PM IST

ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રખાઈ

ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટી (gujarat university) ની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 21 અને 31 ઓગસ્ટના રોજ બે તબક્કામાં લેવાનારી ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. ગુજરાત યુનિવર્સિટી હવે 31 ઓગસ્ટ બાદ ઓફલાઈન પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે. ઓનલાઈન પરીક્ષા પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવશે. હવે ઓફલાઈન પરીક્ષા પહેલા ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેશે. વિદ્યાર્થી ઓનલાઈન અથવા ઓફલાઈન પરીક્ષા આપવા અંગે પોતે પસંદગી કરી શકશે. કોરોનાના સંક્રમણ અને સરકારના પરિપત્રને ધ્યાનમાં રાખીને વધુ એકવાર ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે. 

Aug 10, 2020, 01:41 PM IST

GTUની ઓનલાઈન પરીક્ષામાં ખામી સર્જાઈ, 1 હજાર જેટલા વિદ્યાર્થી પરીક્ષામાં જોડાઈ ન શક્યા

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષામાં સામાન્ય સમસ્યા સર્જાઈ હતી. આશરે 1 હજાર જેટલા યુજીના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષામાં ન જોડાઈ શક્યા. પાસવર્ડ અને રજીસ્ટર્ડ ઈન્સ્ટ્રુમેન્ટ બદલાતા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા માટે લોગઈન ન કરી શકતા સમસ્યા સર્જાઈ હતી. જેને કારણે 12,500 માંથી આશરે 11,500 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 1 હજાર જેટલા વિદ્યાર્થીઓની આગામી દિવસમાં ફરીથી પરીક્ષા લેવાશે. 17 ઓગસ્ટના રોજ બાકી રહી ગયેલા યુજીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય તેવી શક્યતા છે. 

Aug 4, 2020, 12:02 PM IST

સર્વર હેક થતા એમએસ યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા સ્થગિત કરાઈ

વડોદરાની એમએસ યુનિવર્સિટી (MS university) ની ઓનલાઈન પરીક્ષા સ્થગિત કરાઈ છે. તેમજ મોક ટેસ્ટ પણ મોકૂફ રાખવામાં આવ્યા છે. યુનિવર્સિટીના સર્વરને હેકર્સ દ્વારા હેક કરવાનો પ્રયાસ કરતા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પરીક્ષા સ્થગિત કરવાનો લેવાયો નિર્ણય લેવાયો છે. હેકર્સે યુનિવર્સિટીના સર્વરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. 17000 વિદ્યાર્થીઓની 5 ઓગસ્ટથી ઓનલાઈન પરીક્ષા (online exam) લેવાવાની હતી. ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આગામી સમયમાં પરીક્ષાની નવી તારીખ બહાર પાડવામાં આવશે. યુનિવર્સિટીના જનરલ સેક્રેટરી રાકેશ પંજાબીએ એક નિવેદનમાં કહ્યું કે, યુનિવર્સિટી હેકર્સ સામે પોલીસ ફરિયાદ નોધાવે તેવી માંગ કરવામાં આવશે. 

Aug 1, 2020, 03:07 PM IST

GTUએ પરીક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરી, 23 જુલાઈ સુધી વિદ્યાર્થીએ વિકલ્પ પસંદ કરવાનો રહેશે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે. યુજી, પીજી અને ડિપ્લોમાના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની રહેશે. કોરોના મહામારીમાં GTU દ્વારા MCQ ફોર્મેટમાં પરીક્ષા લેવાશે. ઓનલાઈન પરીક્ષા 30 જુલાઈએ લેવાશે, જે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા ના આપવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ 18 ઓગસ્ટના રોજ ઓફલાઈન પરીક્ષા આપી શકશે. 

Jul 22, 2020, 03:37 PM IST

GTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. MCQ ફોર્મેટમાં વિદ્યાર્થીઓની અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા 30 જુલાઈ પહેલા ઓનલાઈન પૂર્ણ કરાશે. MCQ ફોર્મેટમાં લેવાનારી પરીક્ષામાં 70 માર્કની પરીક્ષા 70 મિનિટ માટે લેવાશે. ઝડપથી વિદ્યાર્થીઓને પરિણામ આપી શકાય તે હેતુથી હવે MCQ ફોર્મેટમાં પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. જે વિદ્યાર્થી પાસે નેટની સુવિધા ના હોય તે કોલેજ પર જઈ વાય ફાઈના માધ્યમથી પણ પરીક્ષા આપી શકશે. 

Jul 9, 2020, 02:13 PM IST

કોરોના સંક્રમણ વચ્ચે આવતીકાલથી GTUની પરીક્ષાઓ શરૂ થશે

 આવતીકાલથી કોરોના સંક્રમણ વચ્ચે GTU ની પરીક્ષાઓ શરૂ થશે. અંતિમ વર્ષના કુલ 57,000 વિદ્યાર્થીઓની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામા આવશે. આવતીકાલથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષા માટે 54,500 જેટલા વિદ્યાર્થીઓની નોંધણઈ થઈ છે. રાજ્યના 350 જેટલા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. એક પરિક્ષાખંડમાં 15 વિદ્યાર્થીઓને ઝીગઝેગ ફોર્મેટમાં બેસાડવામાં આવશે. એક પરીક્ષા કેન્દ્ર પર 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 

Jul 1, 2020, 03:40 PM IST