ઓનલાઈન શિક્ષણ

Parents Worried About Online Education, Special Report From Vadodara PT3M15S

ઓનલાઈન શિક્ષણથી વાલીઓ પરેશાન, જુઓ વડોદરાથી ખાસ અહેવાલ

Parents Worried About Online Education, Special Report From Vadodara

Sep 16, 2020, 09:15 PM IST

અમદાવાદની એકમાત્ર તમિલ સ્કૂલના તાળા મારી દેવાતા વિદ્યાર્થીઓ વિરોધ પર ઉતર્યાં

  • મ્યુનિસિપલ સ્નાનાગાર પાસે આવેલી એકમાત્ર તામિલ સ્કુલ ટ્રસ્ટીઓએ અચાનક બંધ કરી દેવાતા 31 વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય બન્યા
  • સ્કૂલ ડ્રેસમાં વિદ્યાર્થીઓ DEO કચેરી ઓફિસની બહાર બેઠા, ન્યાયની કરી માગ હતી

Sep 14, 2020, 04:15 PM IST
44% parents says we don't want to send our child to school in corona virus pandemic PT4M16S

ઓનલાઈન શિક્ષણ: HCએ રદ કર્યો ફી અંગેનો પરિપત્ર, 'શાળા સંચાલકો અને વાલીઓ સાથે બેસીને સરકાર ફી નક્કી કરે'

ઓનલાઈન શિક્ષણને લઈને ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પણ આજે સુનાવણી થઈ. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારના ઓનલાઈન શિક્ષણને અંગેના જીઆરને અયોગ્ય ઠેરવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે શાળા સંચાલકો અને વાલીઓ સાથે બેસીને સરકાર ફી નક્કી કરે. આ ઉપરાંત હાઈકોર્ટે શિક્ષણકાર્ય ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. 

Jul 31, 2020, 12:06 PM IST

શિક્ષણના ઉચ્ચ અધિકારીઓની બેઠક, સરકારે શાળાઓ શરૂ કરવા માટે 3 વિકલ્પ નક્કી કર્યા

સરકારે  શાળાઓ શરૂ કરવા માટે 3 વિકલ્પ નક્કી કર્યા કર્યાં છે. અભ્યાસક્રમ, જાહેર રજા, પરીક્ષા બાબતે પ્લાન તૈયાર કરવા માટે શિક્ષણમંત્રી ચુડાસમાએ સૂચના આપી છે. 

Jul 23, 2020, 07:28 PM IST

શાળાઓ ઓનલાઈન શિક્ષણ બંધ કરશે તો શિક્ષણ વિભાગ ઓનલાઈન ભણાવવા તૈયાર : શિક્ષણમંત્રી

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં રાજ્યમાં જે રીતના કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં શાળાઓ શરૂ કરવી કે નહીં કરવી તેના ઉપર પણ હજી સુધી પ્રશ્નાર્થ છે પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આજે એક મહત્વની બેઠક યોજી હતી. 

Jul 23, 2020, 06:52 PM IST

ગુજરાત શાળા સંચાલક મહામંડળે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણયને ઉતાવળીયો નિર્ણય ગણાવ્યો છે. જોકે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, સરકારે રાજ્યના જુદા જુદા મંડળો સાથે વાત કરીને સંપૂર્ણ ફી ના લેવા અંગેના નિર્ણય પર વિચારવાની જરૂર હતી. ‘ફી નહિ તો શિક્ષણ નહીં...’ કહેનાર સંચાલકો બિનઅનુભવી સાબિત થયા છે.

Jul 23, 2020, 12:44 PM IST

શિક્ષણમંત્રીની સ્પષ્ટતા, શાળા ખૂલવા ઉતાવળ નહિ કરાય, અભ્યાસક્રમ ઘટાડવા ચર્ચા ચાલુ છે

હાલ રાજ્યમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ઓનલાઈન શિક્ષણ અને ફીનો છે. વાલીઓમાં મૂંઝવણ છે કે શાળાઓ ખૂલશે કે નહિ. ત્યારે શિક્ષણમંત્રીએ શાળાઓ ખૂલવા અંગે મોટો ખુલાસો કર્યો છે. શાળાઓ ક્યારે ખૂલશે તે અંગે તેઓએ સ્પષ્ટ કહ્યું કે, હાલ શાળાઓ ચાલુ કરવા માટે કોઈ ઉતાવળ નહીં કરવામાં આવે. બાળકોના હિતનો વિચાર કરવામાં આવશે. શાળા અને કોલેજ શરૂ કરવા માટે સરકાર કોઇ ઉતાવળિયો નિર્ણય નહિ કરાય. પહેલા કોલેજ પછી 10- 12 પછી અન્ય વર્ગો શરૂ કરવામાં આવશે. આરોગ્ય વિભાગનો પણ મત રહ્યા પછી નિર્ણય લેવામાં આવશે. સ્કૂલમાં જતા પહેલા વિદ્યાર્થીઓનું બાળકોનું હેલ્થ ચેકઅપ થાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે પછી જ નિર્ણય લેવાશે. 

Jul 17, 2020, 01:35 PM IST

વાલીઓની લાચારી, બે બાળકોને બે ફોન ઓનલાઈન અભ્યાસ માટે ક્યાંથી આપીએ?

અમદાવાદના રાણીપમાં આવેલી કે.આર. રાવલ સ્કૂલના વાલીઓએ ફી મુદ્દે આજે સ્કૂલ બહાર વિરોધ દર્શાવ્યો છે. મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ બહાર એકઠા થયા હતા. સ્કૂલ બંધ છે ત્યારે ફી માફ કરવા તેમજ ઓનલાઈન ભણતર બંધ કરવા વાલીઓએ માંગ કરી છે. સ્કૂલ મેનેજમેન્ટ ફી બાબતે વાલીઓને દબાણ કરતું હોવાનો વાલીઓનો આક્ષેપ ઉઠ્યો છે. વાલી મંડળના સભ્ય અને સ્કૂલના વાલીઓએ સ્કૂલ સંચાલકો સાથે ફી ઘટાડવા અને ઓનલાઈન શિક્ષણ બંધ કરવા કરી રજુઆત કરી છે. વાલીઓનો વિરોધ ઉઠ્યા બાદ સ્કૂલમાં એકથી વધુ ટ્રસ્ટી હોવાથી તમામ સાથે ચર્ચા કરીને જાણ કરવાની વાલીઓને અપાઈ બાંહેધરી અપાઈ છે. 

Jul 15, 2020, 10:58 AM IST

સી.કે. પ્રજાપતિ વિદ્યાલયમાં ઓન લાઈન શિક્ષણ પુનઃ શરૂ કરાયું, વાલીઓએ ફી ન ભરતા કરાયું હતું બંધ

પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિ (Dalsukh Prjapati) ની સી.કે.પ્રજાપતિ વિદ્યાલયમાં ઓન લાઈન શિક્ષણ ફરીથી શરૂ કરાયું છે. વાલીઓએ ફી ન ભરતા શાળાનું ઓનલાઈન શિક્ષણ બંધ કરાયું હતું. ડી.ઈ.ઓની સૂચના બાદ શાળા દ્વારા ફરીથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. 

Jul 13, 2020, 07:57 AM IST

વડોદરા : પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિની સ્કૂલે ઓનલાઈન શિક્ષણ બંધ કર્યુ

વડોદરામાં પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિ (Dalsukh Prjapati) ની સ્કૂલે ઓનલાઈન શિક્ષણ બંધ કર્યુ છે. વાલીઓ ફી ન ભરતા હોવાનું જણાવી તેમની સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામા આવ્યું છે. સ્કુલના ટ્રસ્ટીએ ડીઈઓને પત્ર લખી આ અંગે ખુલાસો આપ્યો છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, વાલીઓ ફી ભરશે તો જ 1 ઓગસ્ટથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. 

Jul 10, 2020, 10:52 AM IST

6 વર્ષની કુમળી વયે કેવું ઓનલાઈન શિક્ષણ? HCએ ગુજરાત સરકાર પાસેથી માંગ્યો જવાબ

18 માસ થી 6 વર્ષના બાળકોની રમવાની ઉંમર છે. ઓનલાઈન શિક્ષણના નામે ભારણ ન નાખવા અને તેના પર રોક લગાવવાની માંગ સાથે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ હતી. જે મામલાની સુનવણીમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને પ્રાથમિક શિક્ષણ વિભાગના ડિરેકટરને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 17 જુલાઈએ હાથ ધરાશે. અરજદારની રજુઆત છે કે, આ ઉંમરનાં બાળકોને લેપટોપ અને કોમ્પ્યુટર પર ફરજીયાત બેસવાની ફરજ પાડો નહીં. આ ઉંમરે બાળકોની રમવાની ઉંમર છે, તેમના પર ઓનલાઈન શિક્ષણના નામે ભારણ ન નાખવામાં આવે છે. 

Jun 30, 2020, 07:48 AM IST

રાજ્યમાં ઓનલાઇન આદર્શ શિક્ષકો તૈયાર કરવા ગુજકોસ્ટની અનોખી પહેલ

ગુજકોસ્ટ દ્વારા 'લર્નિંગ લિંક્સ ફાઉન્ડેશન' સાથે જોડાણ કરી ગુજરાતની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. 

Jun 10, 2020, 11:42 PM IST