અમદાવાદ : રથયાત્રા નીકળે તે પહેલા જ મંદિરની બહાર બેહોશ થઈ હતી મહિલા

અમદાવાદની રથયાત્રા સુખશાંતિથી સંપન્ન થાય તેવુ દરેક ભાવિક ભક્ત ઈચ્છતો હોય છે. તેથી જ અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડતા હોવાથી સાવચેતી રાખવી જરૂર બની જાય છે. આવામાં રથયાત્રા શરૂ થાય તે પહેલા જ મંદિરની બહાર એક મહિલા બેભાન થઈ હતી.
અમદાવાદ : રથયાત્રા નીકળે તે પહેલા જ મંદિરની બહાર બેહોશ થઈ હતી મહિલા

અમદાવાદ :અમદાવાદની રથયાત્રા સુખશાંતિથી સંપન્ન થાય તેવુ દરેક ભાવિક ભક્ત ઈચ્છતો હોય છે. તેથી જ અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડતા હોવાથી સાવચેતી રાખવી જરૂર બની જાય છે. આવામાં રથયાત્રા શરૂ થાય તે પહેલા જ મંદિરની બહાર એક મહિલા બેભાન થઈ હતી.

સવારે જમાલપુર મંદિરની રથયાત્રાનો પ્રાંરભ થયો હતો. પરંતુ રથયાત્રા પહેલા એક મહિલા બેભાન થવાની ઘટના સામે આવી હતી. આ મહિલાને તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રથયાત્રામાં ભક્તોની ભીડને પગલે પોલીસ સ્ટાફની સાથે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવતી હોય છે, જેથી તાત્કાલિક સારવાર પહોંચાડી શકાય. 

અમદાવાદમાં 142મી રથયાત્રામાં સુરક્ષા પુરી પાડવા શહેર પોલીસ પૂરી રીતે સજ્જ છે. રથયાત્રામાં સીપી, 8 આઈજી-ડીઆઈજી, 40 ડીસીપી, 103 એસપી સહિત 20,125 પોલીસનો કાફલો સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યો છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news