જવાહર ચાવડા

દક્ષિણ ગુજરાતમાં પ્રવાસન સ્થળોનું અપગ્રેડેશન કરાશે, દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં થશે વધારો

ગુજરાતના સ્વર્ગ સમાન ડાંગ જિલ્લો સાપુતારાની સાથે-સાથે ગિરા ધોધ, બોટાનિકલ ગાર્ડન, ડોન હિલ્સ, શબરી ધામ અને ગાઢ જંગલ સાથે કુદરતી સંપત્તિથી ભરપૂર છે, જે પ્રવાસીઓ માટે હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

Sep 10, 2020, 12:08 AM IST

અલ્પેશ અને ધવલસિંહ પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા આ નેતા, જાણો કોણ-કોણ છે યાદીમાં

કોંગ્રેસ છોડ્યા પછી આખરે હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આજે ભાજપમાં જોડાશે. અલ્પેશ ઠાકોર ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરશે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં અલ્પેશ ઠાકોરની સાથે પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ કેસરિયો ખેસ પહેરશે.

Jul 18, 2019, 10:20 AM IST

ટુરિઝમથી ગુજરાતને કેટલી આવક થઈ તેનો જવાબ ગુજરાત વિધાનસભામાં અપાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ટુરિઝમનો વેગવંતો કરીને ચોમેર ગુજરાતની ખ્યાતિ પ્રસરાવી હતી. જેના બાદ ગુજરાતમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો હતો. ત્યારે હાલ વિધાનસભા સત્ર દરમિયાન ગુજરાતમાં પ્રવાસીઓની છેલ્લા પાંચ વર્ષમાં 14 ટકાની વૃદ્ધિ નોંધાઇ હોવાનો દાવો પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ ગૃહમાં કર્યો છે.

Jul 16, 2019, 02:07 PM IST
Gujarat: Changes in District In Charge Due to New Ministers PT6M24S

મંત્રીમંડળમાં સામેલ નવા મંત્રીઓને કારણે જિલ્લા પ્રભારીઓમાં થયો ફેરફાર, જુઓ વિગત

જવાહર ચાવડાને દ્વારકા અને પોરબંદરના પ્રભારી મંત્રી બનાવાયા, ધર્મેન્દ્રસિંહ જાડેજાને અમરેલીના પ્રભારી મંત્રી બનાવાયા. યોગેશ પટેલને તાપીના પ્રભારી મંત્રી બનાવાયા.

Jun 10, 2019, 04:20 PM IST

જૂનાગઢ કોંગ્રેસમાં મસમોટું ગાબડું પડ્યું, જયેશ લાડાણી સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા

રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ પૂરી થયા બાદ પણ ભાજપનું ભરતી અભિયાન બંધ નથી થયું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને જવાબદારી સોંપી છે, ત્યારે આજે જૂનાગઢ જિલ્લામાં મોટું ગાબડું પડ્યું છે.

Jun 2, 2019, 05:33 PM IST

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ ભાજપના 4 ધારાસભ્યોએ લીધા શપથ

લોકસભા ચૂંટણીના સાથે 4 વિધાનસભા બેઠકોની પણ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ચારેય ઉમેદવારોની ભવ્ય જીત થઇ હતી. આ ચાર નવા સભ્યો કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, આશાબેન પટેલ, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરીયા છે.

May 28, 2019, 12:00 PM IST

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જીતનાર ભાજપના ચારે સભ્યોની આજે શપથ વિધિ

લોકસભા ચૂંટણી 2019ની સાથે ગુજરાતની ચાર વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઇ હતી. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જીતનારા આશાબેન પટેલ, જવાહર ચાવડા, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરિયા ચારેય નવા ધારાસભ્યો આજે (મંગળવાર) સવારે 11 કલાકે શપથ લેશે.

May 28, 2019, 08:49 AM IST

નવા ચૂંટાયેલા ભાજપના ચાર ધારાસભ્યો આવતીકાલે લેશે શપથ

લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં ચાર વિધાનસભા બેઠકો માટે પણ ચૂંટણી યોજાઈ હતી. આ ચારેય બેઠકો ભાજપે પોતાના ખાતામાં અંકે કરી હતી. ત્યારે આવતીકાલે પેટાચૂંટણીમા ચૂંટાયેલા ભાજપના ચાર ધારાસભ્યો ધારાસભ્ય પદ તરીકેના શપથ લેશે.

May 27, 2019, 12:27 PM IST

માણાવદર પેટા ચૂંટણી 2019 પરિણામ: ભાજપના 'જવાહર'ની વિજય કૂચ

લોકસભા ચૂંટણી 2019 ની સાથે યોજાયેલી માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને સીધાા મંત્રી બનેલાા જવાહર ચાવડા બપોર સુધી થયેલી મત ગણતરીમાં આગળ ચાલી રહી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કદાવર નેતા ગણાતા માણાવદર મત વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા જવાહર ચાવડા બપોરે બે વાગ્યા સુધી આગળ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણી વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે. 
 

May 23, 2019, 02:51 PM IST

ગુજરાતની ચાર વિધાનસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીનું આજે પરિણામ

લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતની ચાર જેટલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. જેનું પરિણામ આજે આવશે અને ઉમેદવારના ભાવિ નક્કી થશે. ઊંઝા,જામનગર,ગ્રામ્ય માણાવદર, અને ધ્રાંગધ્રા બેઠક પરના ઉમેદવારને જનતા દ્વારા કેટલા મત આપવામાં આવ્યા છે તે અંગેનો ખુલાશો થશે અને લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 લોકસભાની સીટો સાથે વિધાનસભાની 4 સીટો પર થયેલી પેટાચૂંટણીનું પરિણામ આવશે. 
 

May 22, 2019, 11:54 PM IST

પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના સહારે, પક્ષ પલટો કરનાર ત્રણેય MLAને ટિકિટ

લોકસભા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવાની સાથે ભાજપે ગુજરાતની ત્રણ વિધાનસભાની બેઠક પરના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસમાંથી ધારાસભ્યો પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા નેતાઓને ટીકિટ આપવામાં આવી છે. માણાવદરથી ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા તથા જામનગર ગ્રામ્યમાંથી રાઘવજીભાઇ પટેલ અને ધ્રાંગધ્રા બેઠક પરથી પુરષોત્તમ સાબરિયાને પેટા ચૂંટણી માટેના ઉમેદવાર જાહેર કરાયા છે. 

Mar 23, 2019, 11:13 PM IST
Gujarat Journalist annoyed on Cabinet Minister Javahar Chavada Controversial Statement PT16M40S

વાંધો તારા બાપને કાંઇ હતો જ નહીં અહીંયા: જવાહર ચાવડા

કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના નિવેદનથી પત્રકાર જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આહિર સમાજના એક સંમેલનમાં જવાહર ચાવડાએ એવું નિવેદન આપ્યું હતું કે, પત્રકારોમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું કામ ગયા, હજી પત્રકારો પુછે છે શેના માટે ગયા, તમને શું વાંધો હતો. મેં કીધું વાંધો તારા બાપને કાંઇ હતો જ નહીં અહીંયા. જવાહર ચાવડાના આ પ્રકારના નિવદેનને લઇને પત્રકારોમાં રોષ જોવા મળી રહ્યાં છે. ત્યારે એક કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડા દ્વારા આ પ્રકારનું નિવદેન આપતા સોશિયલ મીડિયામાં ટીકાઓ થઇ રહી છે.

Mar 23, 2019, 03:25 PM IST

ખાલી પડેલી માણાવદર બેઠક માટે ઉમેદવાર શોધવા કોંગ્રેસની કસરત શરૂ

કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં ભળી જતા લોકસભાની સાથે સાથે માણાવદર વિધાનસભા ક્ષેત્રની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા જવાહર ચાવડા સામે ઉમેદવાર પસંદ કરવા માટે કવાયત શરૂ કરી છે. રવિવારે જૂનાગઢના વંથલી ખાતે કોંગ્રેસ દ્વારા નિયુક્ત નિરીક્ષકો પહોંચ્યા ત્યારે દાવેદારોનો રાફડો ફાટ્યો હોય તે રીતે કોંગી કાર્યકર્તા ઉમટી પડ્યા હતા. 

Mar 18, 2019, 10:31 AM IST

સંતોષ અરેઠીયાનો ખુલાસો, હું ભાજપમા નથી જવાની, ભાજપવાળાએ ખોટી અફવા ફેલાવી છે

ગુજરાત કોંગ્રેસમાં રાજીનામા પડવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢનો રોજ એક પત્થર પડી રહ્યો છે. ગઈકાલે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયા બાદ હવે રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠીયા પણ રાજીનામુ આપે તેવી શક્યતા છે. 

Mar 12, 2019, 10:33 AM IST

શું પોતાનું ‘મિશન સૌરાષ્ટ્ર’ સફળ બનાવવા ભાજપ કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડી રહ્યું છે?

ભાજપ માટે હમેશા સૌરાષ્ટ્ર કમજોર કળી જેવું રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો હાથ બીજેપી કરતા ઉંચો રહ્યો છે. ત્યારે ભાજપ હવે આગામી લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં પોતાનો પક્ષ નબળો થવા દેવા માંગતુ નથી. આ કારણે સૌરાષ્ટ્રના એક પછી એક ધારાસભ્યોને કોંગ્રેસમાંથી ખેડવીને ભાજપમાં જોડવામાં આવી રહ્યાં છે. આ નેતાઓને રાજી કરવા માટે જરૂર પડ્યે મંત્રી પદ પણ આપવામાં આવી રહ્યું છે. ભાજપ માટે સૌરાષ્ટ્રની લોકસભાની જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર સીટો નબળી પડી શકે છે. 

Mar 11, 2019, 02:45 PM IST

વલ્લભ ધારવિયાએ બે દિવસમાં મારી પલ્ટી, કોંગ્રેસનો હાથ છોડી ભાજમાં જાડોયા

જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હાથે કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે.

Mar 11, 2019, 01:21 PM IST
Gandhinagar: New Ministers Of State Government Will Take Charge Today PT1M5S

ગાંધીનગર: રાજ્ય સરકારના નવા મંત્રીઓ આજે સંભાળશે પદભાર

તાજેતરમાં જ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા નેતાઓ આજે ચાર્જ સંભાળવાના છે. જવાહર ચાવડા સહિત ત્રણેય મંત્રીઓ આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લેશે. જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. તો યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સોંપાયો છે. તેની સાથે સાથે ગ્રાહક અને કુટિર ઉદ્યોગ પણ સોંપવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પૂજા વિધી કરીને ચાર્જ સંભાળ્યો હતો.

Mar 11, 2019, 12:05 PM IST

1000 સમર્થકોની ફોજ સાથે પરસોત્તમ સાબરીયા ભાજપમાં જોડાયા

 ધ્રાંગધ્રા-હળવદનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા પરસોત્તમ સાબરિયા આજે એક હજાર સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. ભાજપનાં પ્રદેશ નેતાઓની હાજરીમાં આજે કમલમ ખાતે પરસોત્તમ સાબરિયા કેસરીયા ધારણ કરશે. પરસોત્તમ સાબરીયાના ભાજપમાં આવવાથી લોકસભા ચૂંટણીમાં ભાજપને હળવદ-ધ્રાંગધ્રા મતવિસ્તારનાં મતદારોનો સાથ મળી શકે છે. જોકે, હાલમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થયું હોવાથી હવે પરસોત્તમ સાબરીયાને મંત્રી બનાવવાની શક્યતા નહિવત છે. પરસોત્તમ સાબરિયા ભાજપમા જોડાવાથી આગામી લોકસભાની ચૂંટણીમા ભાજપને ફાયદો થશે. 

Mar 11, 2019, 11:53 AM IST

જૂનાગઢ જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતિ છતાં કોંગ્રેસનું શાસન ડોલ્યું

જિલ્લા પંચાયતના કોંગ્રેસ પ્રમુખ સહિત 15 સભ્યોએ ભાજપમાં જોડાઈ જવાની કરી જાહેરાત 

Mar 10, 2019, 09:48 PM IST

પોતાના જ ગઢમાં પરેશ ધાનાણીનો વિરોધ, રાજીનામાની ઉઠી માંગ

 પોતાના નેતાઓ સાચવી રાખવામાં અને પક્ષનું ડેમેજ કન્ટ્રોલ રોકવામાં ક્યાંક ને ક્યાંક વિપક્ષ નેતા પરેશ ધાનાણી અસફળ દેખાઈ રહ્યાં છે. માણાવદરનાં ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાના રાજીનામા બાદ પક્ષમાં દરેક કાને ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ, વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં જ સળવળાટ શરૂ થયો છે. પરેશ ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે જિલ્લા પંચાયતના સદસ્યો મેદાનમાં આવ્યા છે.

Mar 10, 2019, 11:43 AM IST