વલ્લભ ધારવિયાએ બે દિવસમાં મારી પલ્ટી, કોંગ્રેસનો હાથ છોડી ભાજમાં જાડોયા

જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હાથે કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે.

વલ્લભ ધારવિયાએ બે દિવસમાં મારી પલ્ટી, કોંગ્રેસનો હાથ છોડી ભાજમાં જાડોયા

અમદાવાદ: કોંગ્રેસ માટે આગામી લોકસભા ઈલેક્શન ચેલેન્જિંગ બની રહી છે. હજી બે દિવસ પહેલા જ કોંગ્રેસના બે ધારાસભ્યોએ પક્ષપલટો કરીને ભાજપનો કેસરીયો ધારણ કર્યો. ત્યા આજે કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યનું રાજીનામુ આવ્યું છે. જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હાથે કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે.

વલ્લભ ધારવિયાના રાજીનામાથી કોંગ્રેસને ખાટલે મોટી ખોડ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ અંગેની જાહેરાત વિધાનસભા અધ્યક્ષે કરતા કહ્યું કે, તેમણે રાજીનામુ આપ્યું છે. તેમની સહીની ખાતરી પણ કરી લેવાઈ છે. તેમના રાજીનામા બાદ તેઓ હવે ધારાસભ્ય રહ્યા નથી. કોંગ્રેસમાં પડી રહેલા રાજીનામાને પગલે હવે કોંગ્રેસના પાયો ડામાડોળ થઈ રહ્યો છે.

વલ્લભ ધારવિયા પણ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી હતી. ત્યારે કમલમ ખાતે વલ્લભ ધારવિયા પહોંચી ગયા હતા અને ત્યાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે. ત્યારે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે, અને કોંગ્રસના દિગ્ગજ નેતાઓ પક્ષનુ ડેમેજ કન્ટ્રોલ સંભાળવામાં સફળ નિવડ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર વલ્લભ ધારવિયાએ જી ન્યૂઝ સાથે કરેલી વાતમાં જણાવ્યું હતું કે, હું પક્ષનો વફાદાર છું. હું ભાજપમાં જોડાવવાનો નથી. પરંતુ બે જ દિવસમાં વલ્લભ ધારવિયાએ તેમના નિવેદનથી પલ્ટી મારતા જણાવ્યું કે, કોંગ્રેસ તો દેશને લુંટનારી પાર્ટી છે.

આ સાથે જ કોંગ્રેસ પક્ષ છોડનાર વલ્લભ ધારવિયા 14મા નેતા બન્યા છે. આ પહેલા 13 નેતાઓ કોંગ્રેસ પક્ષને અલવિદા કરી ચૂક્યા છે. આવો નજર નાખીએ પંજા નો સાથ છોડનારા નેતાઓ પર...

શંકરસિંહ વાઘેલા  
બળવંતસિંહ રાજપૂત 
કુવરજી બાવળિયા 
જસા બારડ 
દેવજી ફતેપરા 
રામસિંહ પરમાર 
હકુભા જાડેજા 
તેજશ્રી પટેલ 
મહેન્દ્ર સિંહ વાઘેલા 
અમિત ચોધરી 
આશા પટેલ
જવાહર ચાવડા
પરસોત્તમ સાબરિયા​

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news