US Election: પ્રચંડ જીત બાદ જો બાઈડેને આપ્યું મોટું નિવેદન, આ સાથે જ લઈ લીધી એક પ્રતિજ્ઞા

અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આજે દેશને સંબોધન કર્યું.

US Election: પ્રચંડ જીત બાદ જો બાઈડેને આપ્યું મોટું નિવેદન, આ સાથે જ લઈ લીધી એક પ્રતિજ્ઞા

વોશિંગ્ટન: અમેરિકા (US presidential election 2020) ના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે (Kamala Harris) આજે દેશને સંબોધન કર્યું. જો બાઈડેને રાષ્ટ્રને કરેલા સંબોધનમાં કહ્યું કે, 'હું એક એવો રાષ્ટ્રપતિ બનવાની પ્રતિજ્ઞા લઉ છું કે જે સમાજને જોડશે. હું એવો રાષ્ટ્રપતિ બનીશ જે લોકોના ભગલા નહીં પાડે. અમેરિકાને રેડ સ્ટેટ અને બ્લ્યુ સ્ટેટમાં વહેંચીને નથી જોતા, બસ યુનાઈટેડ સ્ટેટે્સ તરીકે જુએ છે.' પોતાની જીત પર બાઈડેને કહ્યું કે દેશના લોકોએ અમને સ્પષ્ટ જીત અપાવી છે. આ આપણા બધાની જીત છે. અમે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. 

— ANI (@ANI) November 8, 2020

બાઈડેને કહ્યું કે, 'એ તમામ લોકો કે જેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મત આપ્યો તેમની હતાશા હું સમજી શકું છું. પરંતુ હવે ચાલો આપણે બધા એક બીજાને તક આપીએ. આ સમય છે કે આપણે એક બીજાનું સાંભળીએ.'

— ANI (@ANI) November 8, 2020

જીત બાદ કમલા હેરિસે અમેરિકનોનો આભાર વ્યક્ત કર્યો
જીત બાદ કમલા હેરિસે અમેરિકનોનો આભાર વ્યક્ત કર્યો. કમલા હેરિસે કહ્યું કે, 'અમારી પાસે સારું ભવિષ્ય બનાવવાની શક્તિ છે, તમામ અમેરિકનોનો આભાર જેમણે અમારા પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.'

— Kamala Harris (@KamalaHarris) November 8, 2020

તેમણે પાર્ટી કાર્યકરો અને પ્રચાર અભિયાન સાથે જોડાયેલા સ્વયંસેવકોનો પણ આભાર વ્યક્ત કર્યો. કમલા હેરિસે કહ્યું કે આટલા લોકોને જોડવા માટે પ્રચારમાં જોડાયેલા સાથીઓ, સ્વયંસેવકોનો આભાર. આ અગાઉ પહેલા ક્યારેય આટલા લોકો જોડાયા નથી. 

કમલા હેરિસે કહ્યું કે આપણા લોકતંત્રની સુરક્ષા સંઘર્ષ માંગે છે, બલિદાન માંગે છે, પરંતુ તેમાં પણ એક આનંદ અને પ્રગતિ જોવા મળે છે. કારણ કે અમારી પાસે એક વધુ સારા ભવિષ્યને બનાવવાની શક્તિ છે. 

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવનારા પહેલા મહિલા
ભારતીય મૂળના કમલાદેવી હેરિસે (Kamala Harris) ઈતિહાસ રચી નાખ્યો છે. તેઓ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવનારા પહેલા મહિલા છે. એટલું જ નહીં તેઓ દેશના પહેલા ભારતીય મૂળના, અશ્વેત, અને આફ્રિકી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ હશે. 'ફીમેલ ઓબામા'ના હુલામણા નામથી લોકપ્રિય હેરિસ સેનેટના સભ્ય પણ  પહેલીવાર જ બન્યા હતા. 

— ANI (@ANI) November 8, 2020

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બનેલા જો  બાઈડેને ઓગસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસની પસંદગી કરી હતી. રાષ્ટ્રપતિ પદના પોતાના સપનાને હેરિસે ચૂંટણી પ્રચાર હેતુ નાણાકીય સંસાધનોના અભાવનો હવાલો આપીને ત્યાગ કર્યો હતો. એક સમયે પોતાના પૂર્વ હરિફ બાઈડેનના તેઓ કટ્ટર આલોચક હતા. 56 વર્ષના હેરિસ સેનેટના ત્રણ એશિયન અમેરિકન સભ્યોમાંથી એક છે. 

હેરિસે અનેક મિસાલ કાયમ કરી છે. તેઓ સાન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ એટોર્ની બનનારા પહેલા મહિલા, પહેલા ભારતીય મૂળના અને પહેલા આફ્રિકી અમેરિકી છે. ઓબામાના કાર્યકાળમાં તેઓ 'ફીમેલ ઓબામા'ના નામથી લોકપ્રિય હતા. 

હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ બાદ હેરિસે કેલિફોર્નિયા યુનિવર્સિટીથી કાયદાનો અભ્યાસ કર્યો. 2003માં તેઓ સાન ફ્રાન્સિસ્કોના ટોચના અભિયોજક બન્યા. 2010માં તેઓ કેલિફોર્નિયાના અટોર્ની બનનારા પહેલા મહિલા અને પહેલા અશ્વેત વ્યક્તિ હતા. 2017માં હેરિસ કેલિફોર્નિયાથી જૂનિયર અમેરિકી સેનેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. કમલાએ 2014માં જ્યારે પોતાના સાથી વકીલ ડગલાસ એમ્પહોફ સાથે લગ્ન કર્યા તો તેઓ ભારતીય, આફ્રિકી અને અમેરિકી પરંપરા સાથે સાથે યહૂદી પરંપરા જોડે પણ જોડાઈ ગયા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news