પીએમ મોદીને જ ભૂલી ગયા બાઈડન! ભરી મહેફિલમાં ફરી થઈ અમેરિકાના રાષ્ટ્રપતિની ચર્ચા, વીડિયો વાયરલ

Joe Biden News: અમેરિકાના ડેલાવેયરમાં ક્વાડ નેતાઓ સાથેના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરિચય કરાવવામાં જો બાઈડેને ભૂલ કરી હતી. આ ઇવેન્ટનો હેતુ "કેન્સર મૂનશોટ" પહેલ શરૂ કરવાનો હતો. જેનો ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં કેન્સરની બીમારીને નાબૂદ કરવાનો છે

પીએમ મોદીને જ ભૂલી ગયા બાઈડન! ભરી મહેફિલમાં ફરી થઈ અમેરિકાના રાષ્ટ્રપતિની ચર્ચા, વીડિયો વાયરલ

Joe Biden News: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનની ભૂલવાની સમસ્યા દિવસેને દિવસે વધુ જટિલ બની રહી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વધતી ઉંમર અને નબળી પડી રહેલી યાદશક્તિને કારણે જો બાઈડેને અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તાજેતરમાં જ્યારે બાઈડેન વડા પ્રધાન નરેન્દ્ર સાથે સ્ટેજ શેર કરી રહ્યા હતા ત્યારે તેમની ભૂલી જવાની સમસ્યા પ્રકાશમાં આવી હતી. તેમણે પીએમ મોદીનો પરિચય કરાવવો હતો, પરંતુ તેમને એમનું નામ યાદ ન આવ્યું.

જો બાઈડેને પીએમ મોદીનો પરિચય કરાવવામાં ભૂલ કરી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને અમેરિકાના ડેવાવેયરમાં ક્વાડ નેતાઓ સાથેના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરિચય કરાવવામાં ભૂલ કરી હતી. આ ઈવેન્ટનો હેતુ "કેન્સર મૂનશોટ" પહેલ શરૂ કરવાનો હતો. જેનો ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં કેન્સરની બીમારીને ફેલાતા અટકાવવાનો છે.

કાર્યક્રમના સંચાલકે તરત જ પીએમ મોદીનું નામ લીધું
જ્યારે બાઈડેનને પીએમ મોદીનો પરિચય કરાવવાનો હતો ત્યારે તેઓ મૂંઝવણમાં મુકાયા હતા અને પૂછ્યું હતું કે, "હું આગળ કોનો પરિચય કરાવી રહ્યો છું?" આના પર કાર્યક્રમના સંચાલકે તરત જ પીએમ મોદીનું નામ લીધું. ત્યારબાદ જો બાઈડેને પીએમ મોદીનો પરિચય કરાવ્યો.

 

Biden completely FORGOT he was at a press conference with the Prime Minister of India.

The entire world is laughing at us.
This guy is COOKED. pic.twitter.com/useM07uh0R

— Gunther Eagleman™ (@GuntherEagleman) September 21, 2024

 

બાઈડેનની ભૂલી જવાની સમસ્યા વધી રહી છે
તાજેતરના વર્ષોમાં, બાઈડેનની આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે જ્યાં તેને જાહેર કાર્યક્રમોમાં શબ્દોને લઈને વિરામ અથવા ભૂલી જવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષે જુલાઈમાં નાટો સમિટમાં તેમણે ભૂલથી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કહીને સંબોધિત કર્યા હતા. આ સિવાય રાષ્ટ્રપતિ બાઈડેનની તેમની પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં પ્રેઝન્ટેશન પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, જેમાં તેમણે અમુક સમયે યોગ્ય રીતે શબ્દોનો ઉચ્ચાર કર્યો ન હતો.

બાઈડેનના માનસિક સ્વાસ્થ્ય વિશે ચિંતા
આ ઘટનાઓએ બાઈડેનના માનસિક સ્વાસ્થ્ય વિશે ખાસ કરીને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને ચિંતા ઊભી કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news