રોજ ડુંગળીના ચાર કટકા ખાશો તો પણ થશે હજાર ફાયદા, નહીં પડે ડોક્ટરની જરૂર

The Benefits of Onions: ડુંગળી માત્ર સારવાર જ નથી કરતી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનો રસ અને કાચી ડુંગળી ખાવાથી ઘણા ફાયદા થાય છે. સોડિયમ, ફોલેટ, પોટેશિયમ, વિટામિન A, C, E, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો ડુંગળીમાં જોવા મળે છે. 

રોજ ડુંગળીના ચાર કટકા ખાશો તો પણ થશે હજાર ફાયદા, નહીં પડે ડોક્ટરની જરૂર

The Benefits of Onions: ડુંગળી ઘણા લોકોને બહુ ભાવે છે જ્યારે અમુક લોકો ડુંગળીના નામથી જ ભાગે છે. કોઈ પણ વાનગીમાં જો ડુંગળી નાખી હોય તો તેનો સ્વાદ ડબલ થઈ જાય છે. ડુંગળીનો સ્વાદ શાનદાર છે એ તો સૌને ખ્યાલ છે. પણ આજે અમે તમને જણાવીશું કે, ડુંગળી ખાવાના ફાયદા શું છે. ડુંગળી ન માત્ર સ્વાસ્થ્ય માટે પણ વાળ અને સ્કીન માટે રામબાણ ઈલાજ છે.

ડુંગળી માત્ર સારવાર જ નથી કરતી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનો રસ અને કાચી ડુંગળી ખાવાથી ઘણા ફાયદા થાય છે. સોડિયમ, ફોલેટ, પોટેશિયમ, વિટામિન A, C, E, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો ડુંગળીમાં જોવા મળે છે. આ બધા મળીને ડુંગળીને સુપરફૂડ બનાવે છે. કાચી ડુંગળીના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેમાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફ્લેવોનોઈડ્સ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે, જે શરીરને અનેક રોગો અને ઈન્ફેક્શનથી બચાવે છે. કાચી ડુંગળી ખાવાથી આંખોની રોશની સુધરે છે. કાચી ડુંગળી ખીલ અને ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. તેમાં સલ્ફર કમ્પાઉન્ડ જોવા મળે છે જે ખીલને સૂકવવામાં મદદ કરે છે. તે ત્વચાને સ્વચ્છ અને નરમ રાખે છે.

Add Zee News as a Preferred Source

હેરફોલ-
વાળ ખરવાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ડુંગળી ખૂબ લાભદાયી નીવડે છે. સ્કાલ્પ પર ડુંગળીનો રસ લગાવવાથી વાળ ખરવાનું બંધ થાય છે. આ સાથે જ માથામાં રહેલો ખોડો દૂર થાય છે.

હેલ્ધી હાર્ટ-
કાચી ડુંગળી હાઈ બ્લડપ્રેશન સામાન્ય કરે છે. સાથે જ બંધ આર્ટરીઝને ખોલે છે. ડુંગળીમાં રહેલા ગંધક લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તર અને ટ્રાઈગ્લિસરાઈડ્સને ઓછું કરવામાં મદદ કરે છે. આમા મિથાઈલ સ્લફાઈડ અને અમીનો એસિડ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

હેપ્પી માઈન્ડ-
ડુંગળી આપણા મગજને અનેક રીતે લાભદાયી છે. તેમાં મળતા ઘણા પ્રકારના મિનરલ્સ મગજમાં પહોંચતા અને વાયરસને ખતમ કરે છે. સાથે જ ડુંગળી મગજની કોશિકાઓને લચીલી બનાવે છે.

અનિદ્રા કરે દૂર-
ડુંગળી ખાવાથી ઉંઘ સારી આવે છે. ડુંગળીમાં રહેલા ક્વાઝિટિન યૌગિક દર્દ અને ચિંતાને ઓછી કરે છે. માટે દરરોજ કાચી ડુંગળી ખાવાથી પૂરતી અને સારી ઉંઘ મળે છે.

એનિમિયા સામે રક્ષણ-
ડુંગળી કાપતા સમયે આંખોમાં આંસુ આવી જાય છે. તેવું ડુંગળીમાં રહેલા સલ્ફરના કારણે થાય છે. આ સલ્ફરમાં એક તેલ રહેલું હોય છે જે એનિમિયાને ઠીક કરવામાં સહાય કરે છે. ખાવાનું બનાવીએ ત્યારે ડુંગળીમાં રહેલું સલ્ફર બળી જાય છે એટલા માટે જ કાચી ડુંગળી ખાવી જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગે પુષ્ટી કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news