બદનક્ષી

કાજલ ઓઝા વૈદ્યની અરજીની સુનાવણીમાં અશ્વિન સાંકડસરિયા રહ્યા ગેરહાજર

સોશિયલ મીડિયા પર છબી ખરડાય તેવું લખાણ લખવાના વિરુદ્ધમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અમદાવાદ શહેરની સિટી સિવિલ કોર્ટમાં અશ્વિન સાંકડસરિયા નામની વ્યક્તિ સામે બદનક્ષીનો દાવો કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. ગુરૂવારે આ અરજીની સુનાવણી દરમિયાન જેમની સામે અરજી કરાઈ છે તે અશ્વિન સાંકડસરિયા કે તેમનો વકીલ બંનેમાંથી કોઈ પણ કેસની સુનાવણી દરમિયાન હાજર ન રહેતાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. 

Sep 19, 2019, 07:22 PM IST
Discussion about Kajal oza vaidya defemation case PT19M45S

કાજલ ઓઝા વૈદ્ય બદનક્ષી મામલા વિશે ચર્ચા

જાણીતાં લેખિકા અને પત્રકાર કાજલ ઓઝા વૈદ્યે 3 દિવસ સુધી સોશિયલ મીડિયા પર બીભત્સ પોસ્ટ કરનારા પાટીદાર આંદોલન સાથે જોડાયેલા દિલ્હીના અશ્વિન સાંકડાશેરિયા સામે સિટી સિવિલ કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડ્યો છે. કોર્ટે પ્રતિવાદી વિરુદ્ધ અરજન્ટ નોટિસ કાઢી ગુરુવારે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. આ મામલે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Sep 19, 2019, 11:35 AM IST
Ahmedabad Defamation Case Against Rahul Gandhi For Comment On Amit Shah PT2M31S

અમદાવાદઃ રાહુલ ગાંધી સામે વધુ એક બદનક્ષીની ફરીયાદ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે થયેલી બદનક્ષીની ફરિયાદને લઈને કોર્ટે અરજી માન્ય રાખી છે, જબલપુરની સભામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને હત્યારા કહેવા બદલ ભાજપના ખાડિયા ના કોર્પોરેટર કૃષ્ણવધન બ્રહ્મભટ્ટે કરી હતી ફરિયાદ, આવતી કાલે આ મુદ્દે હાથ ધરાશે સુનાવણી

Apr 30, 2019, 06:50 PM IST