ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, વધી રહ્યાં છે મોત, સરકાર કહે છે સાચવજો!

Chandipura Virus: રાજ્યમાં સતત વધતુ ચાંદીપુરા વાયરસનું સંકટ.. સાબરકાંઠા, અરવલ્લી સહિત 7 જિલ્લામાં પગપેસારો... તો વધુ એક બાળકીનું પંચમહાલમાં મોત.. રાજ્યમાં કુલ 9 બાળકોના મોતથી ફફડાટ.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, વધી રહ્યાં છે મોત, સરકાર કહે છે સાચવજો!
  • ગુજરાતમાં સતત વધતું ચાંદીપુરા વાયરસનું સંકટ
  • મહેસાણાના વેરઠા ગામના બાળકનું અમદાવાદ સિવિલમાં મોત
  • ચાંદીપુરાની શક્યતાએ અમદાવાદ સિવિલમાં કરાયો હતો દાખલ
  • ડાભલા ગામમાં પણ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ
  • ડાભલા ગામના બાળકને સારવાર માટે વડનગર ખસેડાયો
  • તંત્રએ બંને ગામમાં હાથ ધરી સર્વેલન્સની કામગીરી

Chandipura Virus: ચાંદીપુરા વાયરસને લગતો પહેલો કેસ વર્ષ 1966માં મહારાષ્ટ્રમાં સામે આવ્યો હતો. આ વાયરસની ઓળખ નાગપુરના ચાંદીપુરમાં થઈ હતી, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2004 થી 2006 અને 2019 માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાયરસ નોંધાયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં ચાંદીપુરા વાયરસના ચેપને કારણે 7 બાળકોના મોત થયા છે. ગઈ કાલે સાંજે હિંમતનગરમાં એક બાળકનું આ વાયરસને કારણે મોત નિપજ્યું હતું. આ સાથે હવે સંક્રમણના શંકાસ્પદ કેસ વધીને 12 થઈ ગયા છે. એક તરફ લોકોમાં આ જીવલેણ વાયરસથી સતત ફફડાટ ફેલાઈ રહ્યો છે. ત્યાં બીજી તરફ ગુજરાત સરકાર કહે છે ડરવાની જરૂર નથી, ખાલી સાવજો. 

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર-
ગુજરાતમાં સતત વધતુ ચાંદીપુરા વાયરસનું સંકટ.. સાબરકાંઠા, અરવલ્લી સહિત 7 જિલ્લામાં પગપેસારો... તો વધુ એક બાળકીનું પંચમહાલમાં મોત.. રાજ્યમાં કુલ 9 બાળકોના મોતથી ફફડાટ. ગુજરાતમાં ફેલાતો CHANDIPURA VIRUS કેટલો ખતરનાક છે? જાણો તેના લક્ષણો અને તેનાથી બચવા માટે માટે શું કરવા ઉપાય...

શું છે ચાંદીપુરા વાયરસના લક્ષણો?
ચાંદીપુરા વાઇરસને કારણે દર્દીને તાવની ફરિયાદ થાય છે. તેમાં ફલૂ જેવા લક્ષણો અને ગંભીર એન્સેફાલીટીસ છે. એન્સેફાલીટીસ એ એક રોગ છે જેના કારણે મગજમાં સોજો આવે છે. ચાંદીપુરા વાયરસ (CHPV), Rhabdoviridae પરિવારનો સભ્ય, ગ્રામીણ વિસ્તારોમાં ચેપનું વધુ જોખમ ધરાવે છે. તે મોટે ભાગે બાળકોને અસર કરે છે અને શરૂઆતમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણોનું કારણ બને છે. તેનો ચેપ મચ્છર,અને અમુક પ્રકારની માખીઓના કરડવાથી ફેલાય છે.ચેપના ગંભીર કિસ્સાઓમાં, તીવ્ર એન્સેફાલીટીસ (મગજમાં બળતરા) થઈ શકે છે. સમયસર સારવાર ન મળવાથી દર્દીના મોતનો પણ ભય રહે છે.

ચાંદીપુરા વાયરસથી બચવા શું કરવું?
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, બાળકોને આ ચેપી રોગથી સુરક્ષિત રાખવાના પ્રયાસો કરવા જોઈએ. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળો. મચ્છર,  માખીઓથી બચો.  ચેપના લક્ષણો વિશે જાણવું અને સમયસર સારવાર મેળવવી સૌથી મહત્વપૂર્ણ બની જાય છે. ચાંદીપુરા વાયરસનો ચેપ ખૂબ જ દુર્લભ હોવાથી, તેની હજુ સુધી કોઈ યોગ્ય સારવાર નથી. જો કે, ચેપની સમયસર તપાસ અને  સારવાર શરૂ કરવાથી તે ગંભીર બનવાનું અને મગજને લગતી વિકૃતિઓ થવાનું જોખમ ઘટાડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news