'અંબાજી દૂર હૈ...', 20 કિ.મી એરિયામાં દુર્ઘટના બનશે તો...વીમા કવચથી યાત્રિકોને સુરક્ષિત કરાયાં

ભાદરવી પુનમ નાં મેળામાં પદયાત્રાએ આવતાં લાખ્ખો શ્રધ્ધાળુઓની ચિંતા સતત અંબાજી મંદિર ટ્રસ્ટ કરતુ રહ્યુ છે ને આ વખતે પણ અંબાજી આવતાં તમામ યાત્રિકોને વીમા કવચ પૂરૂ પાડવામાં આવ્યુ છે. 

'અંબાજી દૂર હૈ...', 20 કિ.મી એરિયામાં દુર્ઘટના બનશે તો...વીમા કવચથી યાત્રિકોને સુરક્ષિત કરાયાં

પરખ અગ્રવાલ/અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પુનમ નાં મેળામાં પદયાત્રાએ આવતાં લાખ્ખો શ્રધ્ધાળુઓની ચિંતા સતત અંબાજી મંદિર ટ્રસ્ટ કરતુ રહ્યુ છે ને આ વખતે પણ અંબાજી આવતાં તમામ યાત્રિકોને વીમા કવચ પૂરૂ પાડવામાં આવ્યુ છે. 

આમ તો ધર્મસ્થાનોની આર્થીક સધ્ધરતાં વધતાં ને પ્રવર્તમાન પરિસ્થિતિમાં આંતકવાદી કે ભાંગફોડીયા પ્રવુર્તી અને માનવ સર્જીત તેમજ કુદરતી હોનારતો સામે યાત્રિકોની વિમા કવચથી સુરક્ષિત કરી દેવાયા છે. 12 સપ્ટેમ્બર થી શરૂ થયેલાં ભાદરવી પુનમના મેળામાં મુળ અંબાજી ધામથી 20 કિલોમીટરનાં વિસ્તારમાં જો કોઇ આવી ઘટના બને તો યાત્રિકોને વિમાનું લાભ મળી શકે છે. 

જેનાં માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રુપીયાની માતબર રકમનો વિમો ઉતરાવ્યો છે. જેનું પ્રીમીયમ મોટી રકમનું ધી ન્યુ ઈન્ડીયા એશ્યોરન્સ કંપની લી.ને મંદિર ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવ્યુ છે. આ વીમાની રકમ અસર ગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેનો પગાર ધોરણનાં અનુસાર નક્કી કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news