નોર્થ-ઈસ્ટમાં નવો ફ્રંટ ખોલવાની તૈયારીમાં ચીન! અરૂણાચલ બોર્ડરથી 130 કિમી દૂર બનાવી રહ્યું છે એરબેઝ
India China Standoff Latest News: ભારત સાથે લદ્દાખમાં તણાવ વચ્ચે હવે ચીન અરૂણાચલમાં નવો ફ્રંટ ખોલવાની તૈયારીમાં લાગી ગયું છે. હાલમાં લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરથી ખુલાસો થયો છે કે ચીન અરૂણાચલ બોર્ડરથી 130 કિલોમીટરના અંતર પર સ્થિત ચામડો બંગડા એરબેઝનો વિસ્તાર કરી રહ્યું છે.
Trending Photos
પેઈચિંગઃ ભારત સાથે લદ્દાખમાં તણાવ વચ્ચે હવે ચીન અરૂણાચલમાં નવો ફ્રંટ ખોલવાની તૈયારીમાં લાગી ગયું છે. હાલમાં લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરથી ખુલાસો થયો છે કે ચીન અરૂણાચલ બોર્ડરથી 130 કિલોમીટરના અંતર પર સ્થિત ચામડો બંગડા એરબેઝનો વિસ્તાર કરી રહ્યું છે. અહીં વિમાનોને ઉડાન ભરવા માટે નવો રનવે અને તેના મેન્ટેન્સ માટે નવા એપ્રનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
સેટેલાઇટ ઇમેજથી થયો ખુલાસો
ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ @detresfa ની સેટેલાઇટ ઇમેજમાં દેખાડવામાં આવ્યું છે કે ચીન 4400 મીટરની ઉંચાઈ પર અહીં મિલિટ્રીના ઉપયોગ માટે નવો રનવે બનાવી રહ્યું છે. આ રનવે યાકૂ નદીના પશ્ચિમી કિનારા પર સ્થિત છે. ચામડો બંગડા એરબેઝ પર પહેલાથી જ 5500 મીટરનો એક રનવે આવેલો છે. આ સિવાય ચીન જે નવો રનવે બનાવી રહ્યું છે તેની લંબાઈ 4500 મીટરની આસપાસ છે.
Sitting approximately 160 km North North East of #ArunachalPradesh, #India the Chamdo Bangda Airport in #China has been seeing development activity on site with fresh runway & apron works visible in recent images pic.twitter.com/klfzW05boL
— d-atis☠️ (@detresfa_) October 26, 2020
કરી શકે છે સૈન્યને તૈનાત
સેટેલાઇટ તસવીરમાં રનવેની નજીક મિલિટ્રીના ઉપયોગ માટે બનાવવામાં આવેલ એપ્રન જોવા મળી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ચીન ઠંડીના દિવસોમાં પોતાના કેટલાક ટ્રૂપ્સ અને હથિયારોને આ સરહદ પર તૈનાત કરવાનો પ્લાન કરી રહ્યો છે. આ બેઝ પર નિર્માણ ગતિવિધિઓ જૂન 2020થી શરૂ થઈ હતી જે હજુ ચાલી રહી છે.
ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીની જામીન અરજી સાતમી વખત રદ્દ, હજુ રહેશે જેલમાં
સરળ નથી અહીંથી ઉડાન ભરવી
આ એરપોર્ટ એટલી ઉંચાઈ પર સ્થિત છે કે અહીંથી ઉડાન ભરવી બધા વિમાનો માટે સરળ રહેશે નહીં. અહીં ઠંડીના દિવસોમાં તાપમાન શૂન્યથી નીચે રહી શકે છે. જ્યારે સામાન્ય દિવસોમાં ઝડપી હવા, ઓક્સીજનની કમી અને હવામાં ઓછા ઘનત્વને કારણે વિમાનોને ઉડવામાં મુશ્કેલી બની શકે છે. ઠંડીના દિવસોમાં અહીં હવાની સ્પીડ 30 મીટર પ્રતિ સેકેન્ડ સુધી ચાલે છે.
એલએસીની નજીક ચીનના 8 એરફીલ્ડ
ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ વિશ્લેષક Detresfa એ એક તસવીર જારી કરી એલએસીની નજીક ચીની એરબેઝની ડિટેલ્સ શેર કરી છે. તેમાં સંબંધિત એરબેઝ પર તૈનાત એરક્રાફ્ટ વિશે પણ જાણકારી આપવામાં આવી છે. મહત્વનું છે કે વધુ ઉંચાઈ પર સ્થિત હોવાને કારણે ચીન આ વિસ્તારમાં હવાઈ શક્તિ મામલામાં ભારતથી નબળુ છે. જ્યારે ભારતીય એરબેઝ નિચલા ક્ષેત્રમાં છે. જે પોતાની ક્ષમતા સાથે ચીન પર કાર્યવાહી કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે