મોદી સરકાર 2 0 0

વિમર્શમાં બોલ્યા જનરલ વીકે સિંહ, સિદ્ધિઓથી ભરેલું રહ્યું વર્ષ

જનરલ વીકે સિંહે કહ્યુ કે, કોરોનાથી 3 મહિનાથી કામ બંધ છે, તેથી ચાલૂ પ્રોજેક્ટ પર તો અસર પડી છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં ફાસ્ટ ટેગ, મોટર વ્હીકલ અને નવા રોડ પ્રોજેક્ટ પર કામ થયું છે. આ સિદ્ધિઓ રહી છે. 
 

Jun 13, 2020, 04:39 PM IST

શું 2024માં BJP જીતની હેટ્રિક લગાવશે? જેપી નડ્ડાએ આપ્યો આવો જવાબ

મોદી સરકાર 2.0નું એક વર્ષ પુરૂ થતાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે પત્રકાર પરિષદ કરીને પાર્ટી અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી. તેમણે કહ્યું કે મોદી સરકાર બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં ખૂબ નિર્ણાયક નિર્ણય લેવામાં આવ્યા છે.

May 30, 2020, 06:05 PM IST

મોદી સરકાર 2.0નું પ્રથમ વર્ષ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગણાવી સિદ્ધિઓ

મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે એક વર્ષ પૂરુ થયું છે. તેના પર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પત્રકાર પરિષદ કરી હતી. નડ્ડાએ જણાવ્યુ કે, મોદીની નીતિઓને કારણે કોરોનાને ભારતમાં કંટ્રોલ કરવામાં આવ્યો છે. 

May 30, 2020, 01:21 PM IST

સરકાર 2.0નું એક વર્ષ- નિર્વિવાદ નેતા, નબળો વિપક્ષ અને મજબૂત બનતી ગઈ બ્રાન્ડ મોદી

દેશની રાજનીતિમાં એક સમયમાં કોંગ્રેસ વિરુદ્ધ જે રીતે વિપક્ષ એકત્રિત હતો,તે જ રીતે મોદી વિરુદ્ધ પણ વિપક્ષે એક થવાના પ્રયાસ કર્યા, પરંતુ તેને સફળતા ન મળી. 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી વિરુદ્ધ વિપક્ષ મુકાબલો હતો પરંતુ પરિણામ એકતરફી રહ્યું હતું. 

May 30, 2020, 09:49 AM IST

મોદી સરકારઃ બીજો કાર્યકાળ, પ્રથમ વર્ષ અને ખાતામાં અનેક સિદ્ધિઓ

મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં કોરોના સંકટે અર્થવ્યવસ્થાને ભાંગી નાખી છે. હવે પીએમ મોદીની અપીલ પર દેશની જનતા જો વિદેશી ઉત્પાદકોના સ્થાને લોકલ ઉત્પાદકોનો વધુ ઉપયોગ કરે છે અને તેના સારા પરિણામ આવે છે તો આ મોદી સરકાર 2.0ના પ્રથમ વર્ષની મોટી સિદ્ધિઓમાંથી એક ગણવામાં આવશે. 

May 30, 2020, 08:33 AM IST

PM મોદીનો જનતાને નામે પત્ર, કહ્યુ- 1 વર્ષમાં લેવાયેલા નિર્ણય મોટા સપનાની ઉડાન

પ્રધાનમંત્રી તરીકે પોતાના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂરી કરવાના અવસર પર નરેન્દ્ર મોદીએ જનતાના નામે પત્ર લખ્યો છે. તેમણે પોતાના પત્રમાં કહ્યું કે, જો સામાન્ય સ્થિતિ હોત તો મને તમારી વચ્ચે આવીને તમારા દર્શનનું સૌભાગ્ય મળત, પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે જે પરિસ્થિતિઓ બની છે તે પરિસ્થિતિઓમાં હું આ પત્ર દ્વારા તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. 
 

May 30, 2020, 07:38 AM IST

મોદી સરકાર 2.0ની પ્રથમ વર્ષગાંઠ પર BJP કરશે વર્ચુઅલ રેલી, 10 કરોડ પરિવારોને ગણાવશે કામ

ભારતીય જનતા પાર્ટી (BJP) કોરોના વાયરસની મહામારી વચ્ચે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પર સમગ્ર દેશમાં અભિયાન ચલાવશે. જો કે, ભાજપ મહામારીને જોતા આ અભિયાનને ડિઝિટલ માધ્યમથી ચલાવશે. પાર્ટી કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ વિશે જનતાને જણાવવાનું અભિયાન ચલાવશે.

May 26, 2020, 12:15 AM IST

ક્રિકેટનાં વીડિયો થકી પ્રિયંકા ગાંધીની 'પોલિટિકલ સિક્સર', મોદી સરકાર ક્લિન બોલ્ડ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એકવાર ફરીથી અર્થવ્યવસ્થા મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે સૈયદ મુસ્તાક ટ્રોફીનો એક વીડિયો શેર કર્યો જેમાં એક શાનદાર કેચ પકડતો એક ખેલાડી દેખાઇ રહ્યો છે. આ વીડિયો સાથે પ્રિયંકા ગાંધીએ વ્યંગ કર્યો અને કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા માટે જનહિતમાં જારી.

Sep 13, 2019, 05:02 PM IST

મોદી સરકાર 2.0: 5 જુલાઈએ પ્રથમ બજેટ, અર્થતંત્ર સામે છે આ પડકારો

અર્થતંત્રમાં હાલ જે પ્રમાણે મંદી ચાલી રહી છે તેના કારણે સરકાર એવો પ્રયાસ કરશે કે બજેટ એવું બનાવામાં આવે જેમાં દરેક વર્ગનું ધ્યાન રાખી શકાય. આ કારણે જ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સિતારમણ 11થી 23 જૂન દરમિયાન દેશના અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગ સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓને વારાફરતી મળવાના છે 
 

Jun 9, 2019, 03:45 PM IST

મોદી સરકાર 2.0 : અમિત શાહે ગૃહમંત્રી તો રાજનાથે સંરક્ષણ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો

અમિત શાહે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરીશ. મારામાં વિસ્વાસ મુકવા બદલ પીએમ મોદીનો આભાર. દેશની સુરક્ષા અને નાગરિકોનું કલ્યાણ મારી પ્રાથમિક્તા રહેશે." રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા દિલ્હીમાં આવેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ગયા હતા અને અહીં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. 

Jun 1, 2019, 02:59 PM IST

જાણો નવી સરકારનું બજેટ ક્યારે આવશે, મોદી કેબિનેટે નક્કી કરી સંસદના સત્રની તારીખો

કેન્દ્રમાં નવી સરકારની રચના થઈ ગઈ છે, લોકસભા ચૂંટણી 2019માં પૂર્ણ બહુમત સાથે ચૂંટાયેલા NDA ગઠબંધને સતત બીજી વખત સરકાર બનાવી છે અને નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદ હેઠળ નવા મંત્રીમંડળની રચના, ખાતાની ફાળવણીની સાથે જ હવે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. નવી સરકારે પ્રથમ કેબિનેટ મીટિંગમાં અનેક મહત્વના નિર્ણયો લેવાની સાથે સ્પષ્ટ કરી દીધું છે કે આ સરકાર જનતાની દરેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખશે. આ સાથે જ શુક્રવારે મળેલી મોદી મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં સંસદના સત્ર અને તેનો સમગ્ર કાર્યક્રમ પણ નક્કી કરી લેવાયો છે. 

Jun 1, 2019, 07:52 AM IST