યુએસએ

નવા રેકોર્ડ સ્તર પર પહોંચ્યું સોનું, 2 દિવસમાં ચાંદીની કિંમતમાં 3 હજારનો ઉછાળો

સોનાની કિંમત શુક્રવારના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. જાણકારોના અનુસાર ચાંદીના ભાવ પણ બે દિવસમાં 3000 રૂપિયાથી વધશે. કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનના કારણે સોના-ચાંદીના ભાવમાં ઉછાળ જોવા મળી રહ્યો છે. આ બંને વસ્તુઓ રોકાણકારોની પ્રથમ પસંદગી છે.

May 15, 2020, 10:34 PM IST

25 વર્ષમાં પ્રથમવાર ગુજરાતમાં પેથોલોજી વિષય પર યોજાશે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ, 13 દેશોના તબીબો ભાગ લેશે

AIICME 2020ની 25મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ AIPNA-ICPનું આયોજન બી.જે.મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સના માધ્યમથી યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલીયા સહિતના દેશોના નિષ્ણાંત તબીબો પેથોલોજીમાં થઇ રહેલા નવા સંશોધનો અંગેની જાણકારીનું આદાન પ્રદાન કરશે.

Jan 29, 2020, 03:09 PM IST

આ કંપનીએ પોતાના દરેક કર્મચારીને આપ્યું 35 લાખ રૂપિયા બોનસ

એક રિયલ એસ્ટેટ કંપનીએ પોતાના દરેક કર્મચારીને 35 લાખ રૂપિયા બોનસ તરીકે આપ્યાં. આ કંપનીએ બોનસ પેટે 71 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. કંપનીએ પોતાના 198 કર્મચારીઓને બોનસ આપ્યું. 

Dec 12, 2019, 08:29 PM IST

અમદાવાદ: વિદેશના નાગરિકોને લોનના નામે ફોન કરી છેતરપિંડી કરતા ત્રણ ઝડપાયા

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે USAમાં ફોન કરી લોનના નામે અમેરિકન નાગરિકો પાસેથી છેતરપિંડી કરતા ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસ ગિરફતમાં આવેલા શખ્સોના નામ સંદીપ સોની,સમકિત કોઠારી અને મોહિત ત્રીવેદી છે. આ ત્રણેય શખ્સો પર આરોપ છે કે આ લોકો વર્ષ 2018માં અમેરિકામાં રહેતા લોકોને લોન આપવાની લાલચ આપી ફોન કરતા હતા.

Mar 27, 2019, 07:48 PM IST

H-1B વીઝાના નિયમોમાં મોટુ પરિવર્તન લાવવા ટ્રમ્પ સરકારની તૈયારી

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે H-1B વીઝા ધારકોને આશ્વાસન આપ્યું કે, તેમનું તંત્ર ઝડપથી એવા પરિવર્તનો કરશે, જેના કારણે તેમને અમેરિકામાં રોકાવાનો ભરોસો મળશે અને તેના કારણે તેમના માટે નાગરિકતા લેવા માટે સંભવિત રસ્તો બનશે. મોટા ભાગનાં H-1B વીઝા ધારકો આઇટી પ્રોફેશનલ્સ છે. ટ્રમ્પે શુક્રવારે ટ્વીટ કર્યું કે, તેમનું તંત્ર H-1B વીઝા મુદ્દે અમેરિકન નીતિઓમાં પરિવર્તન માટેની યોજના બનાવી રહ્યું છે અને તેઓ પ્રતિભાશાળી તથા ઉચ્ચ કૌશલ પ્રાપ્ત લોકોને અમેરિકામાં કરિયર બનાવવા માટે ઉત્તેજીત કરશે. 

Jan 12, 2019, 11:04 AM IST