અમદાવાદ: વિદેશના નાગરિકોને લોનના નામે ફોન કરી છેતરપિંડી કરતા ત્રણ ઝડપાયા

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે USAમાં ફોન કરી લોનના નામે અમેરિકન નાગરિકો પાસેથી છેતરપિંડી કરતા ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસ ગિરફતમાં આવેલા શખ્સોના નામ સંદીપ સોની,સમકિત કોઠારી અને મોહિત ત્રીવેદી છે. આ ત્રણેય શખ્સો પર આરોપ છે કે આ લોકો વર્ષ 2018માં અમેરિકામાં રહેતા લોકોને લોન આપવાની લાલચ આપી ફોન કરતા હતા.

અમદાવાદ: વિદેશના નાગરિકોને લોનના નામે ફોન કરી છેતરપિંડી કરતા ત્રણ ઝડપાયા

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે USAમાં ફોન કરી લોનના નામે અમેરિકન નાગરિકો પાસેથી છેતરપિંડી કરતા ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસ ગિરફતમાં આવેલા શખ્સોના નામ સંદીપ સોની,સમકિત કોઠારી અને મોહિત ત્રીવેદી છે. આ ત્રણેય શખ્સો પર આરોપ છે કે આ લોકો વર્ષ 2018માં અમેરિકામાં રહેતા લોકોને લોન આપવાની લાલચ આપી ફોન કરતા હતા.

અમેરિકામાં વસાત લોકો પાસેથી અલગ-અલગ રીતે રૂપિયા મંગાવી છેતરપિંડીનુ કામ કરતા હતા. મહત્વનું છે કે, થોડાક દિવસો પહેલા યુ.કેની એક અખબારે અમદાવાદમાં આવી સ્ટીંગ ઓપરેશન કર્યુ હતુ. અને જેમાં તેમના નાગરિકો પાસેથી કંઈ રીતે છેતરપિંડી થાય છે તેનો પર્દાફાશ કર્યો હતો.

સાયબર ક્રાઈમનુ કહેવુ છે કે, જે લોકોના સ્ટીંગ થયા હતા તે આ ત્રણ લોકો હતા. પરંતુ તપાસમાં જાણવા મળ્યુ છે કે, આ લોકો લંડનના લોકોને છેતરપિંડી ન હતા કરતા પરંતુ 2018માં અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા હતા. હાલ પોલીસે તેમના લેપટોપ સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કરી તપાસ શરુ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news