યુપીએસસી

સરકારી સ્કૂલથી UPSC ટોપર સુધીની સફર, સંઘર્ષ ભરી છે રાજકોટના વલય વૈદ્યની કહાની

જીપીએસસી (GPSC) અને યુપીએસસી (UPSC) ની પરીક્ષાઓ પાર કરવી કોઈ જંગથી ઓછી નથી હોતી. ગઈકાલે યુપીએસસીનું પરિણામ જાહેર થયું છે. દેશભરમાંથી ક્વોલિફાય થયેલા 761 ઉમેદવારોમાંથી ગુજરાતના 13 ઉમેદવારોએ બાજી મારી છે. જેમાં રાજકોટના વલય વૈદ્યએ ગુજરાતમાં બીજુ સ્થાન અને ઓલ ઈન્ડિયામાં 116 નો રેન્ક મેળવ્યો છે. ત્યારે યુપીએસસી (civil services) ની સફર પાર કરનાર વલય વૈદ્યની અત્યાર સુધીની સફર બહુ જ રસપ્રદ રહી છે. 

Sep 26, 2021, 11:52 AM IST

UPSC ટોપર બની અમદાવાદની આયુષી, કોરોનાના ઝપેટમાં આવી તો પણ અભ્યાસ ન છોડ્યો, અને સફળ થઈ

UPSC સિવિલ સર્વિસીઝ મેઈન પરીક્ષા 2020નું પરિણામ જાહેર થઈ ગયુ છે. દેશભરમાંથી કુલ 761 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. બિહારના શુભમ કુમાર પ્રથમ, જાગૃતિ અવસ્થિ બીજા અને અંકિત જૈને ત્રીજો ક્રમાંક હાંસિલ કર્યો છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ સફળતા (success) મેળવી છે. સુરતમાં રહેતા કાર્તિક જીવાણીએ ઓલ ઇન્ડિયા મેરિટમાં 8મું, અને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. દેશભરમાંથી ક્વોલિફાય થયેલા 761 ઉમેદવારોમાંથી ગુજરાતના 13 ઉમેદવારોએ બાજી મારી છે.  

Sep 25, 2021, 12:58 PM IST

UPSC ટ્રેનિંગ સેન્ટરની અમદાવાદમાં શરૂઆત, મુખ્યમંત્રીએ કહ્યું ગુજરાત વહીવટી ક્ષેત્રે પણ ઝળકશે

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાનની ‘નયાભારત-આત્મનિર્ભર ભારત’ની નેમ સાકાર કરવા અને રામ રાજ્યની સંકલ્પના પાર પાડવા વહિવટી ક્ષેત્રે ઉચ્ચ કૌશલ્યવાન માનવબળ-લોકોની જરૂરિયાત પૂરી પાડવામાં ગુજરાત વિશેષ યોગદાન આપશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાત દરેક ક્ષેત્રે પ્રગતિમાં અગ્રેસર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનિતીથી સુશાસન-ગુડગર્વનન્સ દ્વારા દેશમાં વિકાસના નવા સિમાચિન્હો અંકિત કર્યા છે. આ હેતુસર સારા વહિવટ કર્તાઓના નિર્માણ માટે ગુજરાત યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનનું UPSC ટ્રેનિંગ સેન્ટર યુવાઓને મોટી તક આપશે.

Sep 19, 2020, 09:15 PM IST

UPSC ક્લિયર કરીને લોકોના દિલમાં છવાઇ ગઇ ટોપ મોડલ Aishwarya Sheoran, જુઓ PHOTOS

મોડલિંગની દુનિયામાં નામ કમાઇ ચૂકેલી ઐશ્વર્યા શ્યોરાન (Aishwarya Sheoran) એ તાજેતરમાં જ આવેલા UPSC રિઝલ્ટમાં 93મો રેંક પ્રાપ્ત કરીને નવું ઉદાહરન પુરૂ પાડ્યું છે.  

Aug 7, 2020, 10:31 AM IST

જાણો UPSC માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર કાર્તિક જીવાણીની સફળતાનું રહસ્ય

સુરત : આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાષ્ટ્રીય સ્તરે પ્રદિપસિંહ પ્રથમ નંબરે આવ્યા છે જ્યારે ગુજરાત સ્તરે સુરતના કાર્તિક જીવાણીનો નંબર આવ્યો છે. IPS (ઇન્ડિયન પોલીસ સર્વિસ) કેડરની ટ્રેનિંગ મેળવવાની સાથે સાથે પરીક્ષાની તૈયાર કરીને દેશમાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેથી કાર્તિકને હવે IAS (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેડરમાં જોડાવાની ઇચ્છા છે. જેથી હાર્દિક સુરતનો પ્રથમ IAS અધિકારી બની શકે છે. 

Aug 4, 2020, 07:35 PM IST

મોબાઇલનો બિન જરૂરી ઉપયોગ બંધ કરી આ કચ્છી યુવતિ બની UPSC ટોપર

ક્ચ્છના ખ્યાતનામ એવા રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા યુ.પી.એસ.સી.ટોપર રેણુ સોગાનનું સન્માન કરાવમાં આવ્યું હતું. ભુજ રોટરી કલબના ઉપક્રમે કચ્છી યુવતી રેણુ સનદી અધિકારીઓ માટે લેવાતી પરીક્ષામાં દેશમાં ટોપ રેન્કમાં આવતા તેના સન્માનકાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેણીએ પ્રત્યુત્તરમાં પોતાના સફળતાનું રહસ્ય જણાવતા કહ્યું હતું કે, કચ્છમાં મને જોઈતું મટેરિયલ કે, અંગ્રેજી વર્તમાનપત્રો આજે પણ ઉપલબ્ધ નથી. અહીં રહીને પરીક્ષા આપી પણ સફળતા ન મળી. મન મક્કમ રાખી દિલ્હી જઈને તૈયારીઓમાં લાગી ત્રીજા પ્રયત્ને સફળતા કદમ ચુમતી આવી.  
 

May 27, 2019, 10:57 PM IST

UPSC Civil Services Result 2019: કનિષ્ક કટારિયા બન્યો ટોપર, સૃષ્ટિ મહિલાઓમાં ટોપર

સિવિલ સર્વિસ (UPSC Civil Services Result 2019) નું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. કનિષ્ક કટારિયાએ UPSC Civil Services 2019 માં ટોપ કર્યું છે.  સૃષ્ટિ જયંત દેશમુખે મહિલાઓમાં ટોપ કર્યું છે. તેમની ઓલ ઇન્ડિયા રૈંકિંગ (AIR) 5 છે. નક્સલ પ્રભાવિત છત્તીસગઢની નમ્રતા જૈન 12માં નંબર પર આવ્યા છે. ફાઇનલી રિઝલ્ટ UPSCની અધિકારીક  વેબસાઇટ upsc.gov.in પર ચેક કરી શકાય છે. 

Apr 5, 2019, 09:32 PM IST

UPSCમાં નિષ્ફળ ઉમેદવારો માટે ખુશખબરી: સરકાર આપશે નોકરી, જાણો કઇ રીતે

આઇએએસ ઇન્ટરવ્યુ સુધી પહોંચીને નિષ્ફળ ગયેલા ઉમેદવારોને અન્ય મંત્રાલયોમાં ક્લાસ-1થી નીચેની પોસ્ટ પર નોકરી આપવામાં આવે તેવું સરકારનું આયોજન

Feb 11, 2019, 06:17 PM IST

જજીસની નિયુક્તિમાં SC-STને અનામત્ત આપવા અંગે સરકારની વિચારણા: પ્રસાદ

મોદી સરકારનાં જજોની નિયુક્તિ માટે અખિલ ભારતીય ન્યાયીક સેવાનાં પક્ષમાં છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, સંઘ લોક સેવા પંચના માધ્યમથી એન્ટરન્સ એક્ઝામ દ્વારા ન્યાયીક સેવાઓમાં અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતી (SC-ST) માટે અનામતની વ્યવસ્થા થઇ શકે છે. લખનઉમાં અખિલ ભારતીય અધિવક્તા પરિષદના કાર્યક્રમમાં રવિશંકર પ્રસાદે કોર્ટમાં આ તબક્કાનું પ્રતિનિધિત્વ વધારવાનાં દ્રષ્ટીકોણથી આ વાત કરી છે. 

Dec 26, 2018, 09:02 AM IST

UPSC સિવિલ સેવાઓના કોલલેટર જારી, upsc.gov.in પરથી કરો ડાઉનલોડ

યુનિયન જાહેર સેવા કમિશન (UPSC)એ સિવિલ સેવાઓ પ્રીલિમિનરી પરીક્ષા (Civil Services Preliminary Examination 2018) માટે કોલલેટર જારી કર્યાં છે. 

 

May 7, 2018, 06:56 PM IST

UPSC ટોપર્સ ટીના ડાબી અને અતહર આમિરનાં લગ્ન: જુઓ PICS

અતહર અને ટીના ની ટ્રેનિંગ દરમિયાન મુલાકાત થઇ હતી જ્યાં આમીરને પહેલી નજરમાં જ ટીના સાથે પ્રેમ થઇ ગયો હતો

Apr 9, 2018, 01:19 PM IST