UPSC Civil Services Result 2019: કનિષ્ક કટારિયા બન્યો ટોપર, સૃષ્ટિ મહિલાઓમાં ટોપર

સિવિલ સર્વિસ (UPSC Civil Services Result 2019) નું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. કનિષ્ક કટારિયાએ UPSC Civil Services 2019 માં ટોપ કર્યું છે.  સૃષ્ટિ જયંત દેશમુખે મહિલાઓમાં ટોપ કર્યું છે. તેમની ઓલ ઇન્ડિયા રૈંકિંગ (AIR) 5 છે. નક્સલ પ્રભાવિત છત્તીસગઢની નમ્રતા જૈન 12માં નંબર પર આવ્યા છે. ફાઇનલી રિઝલ્ટ UPSCની અધિકારીક  વેબસાઇટ upsc.gov.in પર ચેક કરી શકાય છે. 
UPSC Civil Services Result 2019: કનિષ્ક કટારિયા બન્યો ટોપર, સૃષ્ટિ મહિલાઓમાં ટોપર

નવી દિલ્હી : સિવિલ સર્વિસ (UPSC Civil Services Result 2019) નું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. કનિષ્ક કટારિયાએ UPSC Civil Services 2019 માં ટોપ કર્યું છે.  સૃષ્ટિ જયંત દેશમુખે મહિલાઓમાં ટોપ કર્યું છે. તેમની ઓલ ઇન્ડિયા રૈંકિંગ (AIR) 5 છે. નક્સલ પ્રભાવિત છત્તીસગઢની નમ્રતા જૈન 12માં નંબર પર આવ્યા છે. ફાઇનલી રિઝલ્ટ UPSCની અધિકારીક  વેબસાઇટ upsc.gov.in પર ચેક કરી શકાય છે. 

— ANI (@ANI) April 5, 2019

ટોપ 25માં 15 પુરૂષ અને 10 મહિલા વિદ્યાર્થી છે. કુલ 759 પરીક્ષાર્થીઓ IAS અને IPS માટે સિલેક્ટ થયા છે. તેમાં 577 પુરૂષ અને 182 મહિલાઓ છે. 759 પાસ કરનારા પરિક્ષાઆર્થીઓમાંથી જનરલ કેટેગરીનાં 361, ઓબીસી કેટેગરીનાં 209, એસસી કેટેગરીનાં 128 અને એસટી કેટેગરીનાં 61 વિદ્યાર્થીઓ છે. 

પહેલા નંબર પર કનિષ્ક કટારિયા, બીજા નંબર પર અક્ષત જૈન, ત્રીજા નંબર પર જુનૈદ અહેમદ, ચોથા નંબર પર શ્રેયાંસ કુમત અને પાંચમા નંબરે સૃષ્ટી જયંત દેશમુખ છે. છઠ્ઠા નંબર પર શુભમ ગુપ્તા, સામના નંબર પર કરનાતી વરુણ રેડ્ડી, આઠમા નંબર પર વૈશાલી સિંહ, નવમા નંબર પર ગુંજન દ્વિવેદી અને 10માં નંબર પર તન્મય વશિષ્ઠ શર્મા છે. 
અડવાણીને મળ્યા જોશી, BJPના સ્થાપનાના દિવસની પુર્વ સંધ્યાએ યોજાઇ મુલાકાત

— ANI (@ANI) April 5, 2019

કનિષ્ટ કટારિયા IIT બોમ્બેનો વિદ્યાર્થી છે.  તેનો ઓપ્શનલ સબ્જેક્ટ ગણીત હતો. તે આઇઆઇટી બોમ્બેના પ્લેસમેન્ટ સેલનો સભ્ય પણ છે અને ડેટા સાયન્ટીસ્ટ તરીકે જોબ પણ કરી રહ્યા છે. મહિલા ટોપર સૃષ્ટી જયંત દેશમુખે રાજીવ ગાંધી ટેક્નોલોજી યુનિવર્સિટી, ભોપાલથી કેમિકલ એન્જીનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 
કનિષ્ક કટારિયા આઇએએસ સાંવરમલ વર્માનો પુત્ર છે. તે પોતાનાં પરિવારનો ત્રીજો આઇએએસ અધિકારી છે. તેના પરિવારમાં પિતા ઉપરાંત કાકા પણ આઇએએસ અધિકારી છે. બીજા નંબર પર રહેલ અક્ષત જૈન પણ આઇપીએસ અધિકારી ડીસી જૈનનો પુત્ર છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news