યૂથ કોંગ્રેસ News

પ્રવેશ મોવડીઓ પાસેથી યૂથ કોંગ્રેસે માંગી ટિકીટ, જુઓ શું માંગણી કરી?
ગૌરવ પટેલ/અમદાવાદ : લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ કવાયતમાં હવે ગુજરાત યુથ કોંગ્રેસની એન્ટ્રી થઈ છે. કોંગ્રેસ દ્વારા હજી સુધી માત્ર 6 ઉમેદવારોના જ નામની જાહેરાત થઈ છે. જોકે, 20 ઉમેદવારોના નામ હજી જાહેર કરાયા નથી. ત્યારે યૂથ કોંગ્રેસે પ્રદેશ નેતાઓ પર ટિકીટ આપવા માટે દબાણ ઉભુ કર્યું છે. યૂથ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણીને મેસેજ કરાયા છે. જેમાં યૂથ કોંગ્રેસ માત્ર પ્રદર્શન અને આંદોલન માટે જ હોવાનો પ્રશ્ન ઉભો કર્યો છે. સાથે જ આ ચૂંટણીમાં યુથ કોંગ્રેસને નજર અંદાજ કરવામાં ના આવે તેવી ગર્ભિત ચીમકી પણ અપાઈ છે. ગુજરાતમાં લોકસભાની એક ટિકીટ યૂથ કોંગ્રેસને આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. આમ, યૂથ કોંગ્રેસે મેસેજ દ્વારા પ્રદેશ નેતાઓ સુધી પોતાની લાગણી પહોંચાડી છે.
Mar 27,2019, 12:15 PM IST

Trending news