અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘બેસણા’નું આયોજન અટાકાવાયું
ફતેવાડી ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના "બેસણા"નું આયોજન અટકાવવામાં આવ્યું હતું
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં હાલ લોકોને કોરોનાનું નહિ, પણ રોડરસ્તાને કારણે ટેન્શન હોય છે. ચોમાસામાં જે રીતે રોડ રસ્તા ધોવાઈ જાય છે તે જોતા લોકોને રસ્તાઓ પરથી પસાર થવું આકરું લાગે છે. આવામાં યૂથ કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પરવાનગી ન લીધી હોવાને કારણે પોલીસ દ્વારા આ કાર્યક્રમ અટકાવવામાં આવ્યો હતો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
ફતેવાડી ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના "બેસણા"નું આયોજન અટકાવવામાં આવ્યું હતું. વેજલપુર વિધાનસભા યૂથ કોંગ્રેસ દ્વારા બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પરવાનગી ના લીધી હોવાને કારણે પોલીસે AMC નું બેસણું અટકાવ્યું હતું. પોલીસે બેસણા માટે 10 બાય 15 ના બનાવેલા સ્ટેજ પરથી પોસ્ટર ફાડ્યા હતા. અમદાવાદ શહેરમાં વરસાદને કારણે ઠેરઠેર રોડ રસ્તા ધોવાઇ ગયા અને તૂટી ગયા હોવાથી વિરોધના ભાગરૂપે બેસાણાનું આયોજન કરાયું હતું. જેમાં ટીપી 85 ના રોડનું કામ પાછલા 3 વર્ષથી બંધ હાલતમાં હોવાથી વિરોધ કરવાનું પ્લાનિંગ હતું.
આ પણ વાંચો : રેલવે કર્મચારીઓ માટે આજીવન લડત આપનાર માહુરકર દાદાનું નિધન, સમયસર સારવાર ન મળતા કારમાં દમ તોડ્યો...
જુહાપુરા, ફતેહવાડી, સરખેજ તેમજ કેનાલ પાછળના રોડ રસ્તાની ખૂબ જ ખરાબ હાલતને કારણે જનતાને તકલીફ પડી રહી છે. જે અંગેની માહિતી AMC ના અધિકારીઓના કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ બેસણા દ્વારા કરવામાં આવનાર હતો.
જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બેસણું શરૂ થાય એ પહેલાં જ પીઆઈ બીબી ગોયલના આદેશનુસાર ગણતરીના કાર્યકરોની અટકાયત કરાઈ હતી. પોલીસ વાન સહિત 10 જેટલી પોલીસ ગાડીઓનો કાફલો બેસણા સ્થળે ખડકી દેવાયો હતો. કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે