રામ જન્મભૂમિ વિવાદિત મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો કેવી રીતે છે ઐતિહાસિક ?

1885થી વિવાદિત જગ્યાની માલિકી સમાયંતરે બદલાતી રહી છે અને આ માલિકી હક્કના આધારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

રામ જન્મભૂમિ વિવાદિત મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો કેવી રીતે છે ઐતિહાસિક ?

દિક્ષિત સોની/અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના મતાનુસાર તેમના માટે આ એક જમીન વિવાદ છે પરંતુ, સુપ્રીમ કોર્ટે સાથે જ એ સ્વીકાર્યું છે કે આ એક આસ્થાનું કેન્દ્ર છે. સુપ્રીમ કોર્ટેના આદેશ અનુસાર મસ્જીદ પહેલા વિવાદિત જગ્યા પર એક માળખું હતું. જોકે, તે મંદિર હતું કે નહિં એના પર સુપ્રીમ કોર્ટે કોઈપણ પ્રકારની ટીપ્પણી કરી નથી. 1885થી વિવાદિત જગ્યાની માલિકી સમાયંતરે બદલાતી રહી છે અને આ માલિકી હક્કના આધારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે સુન્ની વકફ બોર્ડ અને નિર્મોહી અખાડાના જમીન મલકીના હક્ક ફગાવી દીધા છે, પરંતુ સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન મસ્જીદ બનવા માટે આપવાનો કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે. બીજી તરફ, સરકારે રામ મંદિર માટે જે trust નિર્માણ કરવાનો આદેશ કર્યો છે, તેમાં નીર્મોહી અખાડાને એક સભ્ય બનવવાની પણ ભલામણ કરી છે. કોર્ટે ભારતીય પુરાતત્વ શાખાના રીપોર્ટના આધારે માન્યું છે કે, વિવાદિત જમીન પર રામલલાની પૂજા થતી હતી. સાથે સાથે અનેક ટ્રાવેલોગનો હવાલો આપતા કોર્ટે સ્વીકાર્યું છે કે, અયોધ્યાયામાં જ ભગવાન રામનો જન્મ થયો હતો. 

ત્રણ મહિનામાં ટ્રસ્ટની રચના થયા બાદ 67 એકર જમીન ટ્રસ્ટની માલિકીની ગણાશે. અત્યારે કેન્દ્ર સરકારના રીસીવરની માલિકીની આ જગ્યા છે, ટ્રસ્ટના અન્ય સભ્યો લેવાનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારનો રેહશે.

અયોધ્યા ચુકાદો જાણો 25 મુદ્દામાં, જુઓ Video

સુપ્રીમ કોર્ટના ચુકાદાની અનેક વિશેષતાઓ પણ રહી છે. સામાન્ય રીતે ડિવિજન બેંચના ચુકાદામાં એક જજ ઓથર તરીકે કામ કરે છે અને બાકીના જજ જે તે આદેશમાં પોતાની સહમતી કે અસહમતી દર્શાવતા હોય છે. આ કેસમાં તમામ પાંચ ન્યાયાધિશ ઓથર છે. બીજા શબ્દોમાં કહીએ તો ચૂકાદાના દરેક પાસા સાથે તમામ 5 ન્યાયાધિશની સહમતી છે. આ ચૂકાદા માટે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142નો ઉપયોગ કરીને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. જેના આધારે સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

જુઓ LIVE TV...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news