Ayodhya Verdict : ચૂકાદો આપનારા 5 ન્યાયાધિશોને રંજન ગોગોઈ આજે આપશે ડિનર

આ પાંચ ન્યાયાધિશની બેન્ચે આજે દેશના અત્યંત સંવેદનશીલ અને ઐતિહાસિક રામ જન્મભૂમિ જમીન વિવાદ બાબતે પોતાનો ચૂકાદો આપ્યો છે.
 

Ayodhya Verdict : ચૂકાદો આપનારા 5 ન્યાયાધિશોને રંજન ગોગોઈ આજે આપશે ડિનર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ અયોધ્યા કેસમાં સુનાવણી કરનારા ન્યાયાધિશોને આજે ડિનર પર લઈ જશે. તેમણે દિલ્હીની તાજમાન સિંહ હોટલમાં અયોધ્યા કેસની સુનાવણી કરનારી બંધારણીય બેન્ચના 5 ન્યાયાધિશ માટે ડિનરનું આયોજન કર્યું છે. આ ડિનરમાં મુખ્ય ન્યાયાધિશની સાથે જસ્ટિસ બોબડે, જસ્ટિસ અશોક ભુષણ, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ અબ્દુલ નઝીરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ પાંચ ન્યાયાધિશની બેન્ચે આજે દેશના અત્યંત સંવેદનશીલ અને ઐતિહાસિક રામ જન્મભૂમિ જમીન વિવાદ બાબતે પોતાનો ચૂકાદો આપ્યો છે.

આવો, ઐતિહાસિક ચૂકાદો આપનારા 5 ન્યાયાધિશોની પ્રોફાઈલ પર એક નજર દોડાવીએ. 

1. જસ્ટિસ રંજન ગોગોઈ, મુખ્ય ન્યાયાધિશ, ભારત (Chief Justice of India)
રંજન ગોગોઈ 3 ઓક્ટોબર, 2018ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધિશ બન્યા હતા. 18 નવેમ્બર, 1954ના રોજ જન્મેલા જસ્ટિસ રંજન ગોગોઈ 1978માં બાર કાઉન્સિલમાં જોડાયા હતા. તેમના પિતા કેશબ ચંદ્ર ગોગોઈ બે મહિના માટે આસામના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા હતા. દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને લોની ડિગ્રી લીધા પછી તેમણે ગુવાહાટી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. 2010માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ આવ્યા અને તેના બીજા વર્ષે તેઓ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ બન્યા હતા. 

રંજન ગોગોઈએ ન્યાયાધિશ તરીકેની શરૂઆત ગુવાહાટી હાઈકોર્ટમાં કરી હતી. 2001માં ગુવાહાટી હાઈકોર્ટમાં ન્યાયાધિશ બન્યા. ત્યાંથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ન્યાયાધિશ તરીકે 2010માં બદલી થઈ. 2011માં તેઓ પંજાબ-હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ બન્યા. 23 એપ્રિલ, 2012ના રોજ જસ્ટિસ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ બન્યા. મુખ્ય ન્યાયાધિશે પોતાના કાર્યકાળમાં અનેક ઐતિહાસિક કેસો સાંબળ્યા છે અને ચૂકાદો આપ્યો છે, જેમાં આસામમાં NRC, અયોધ્યા કેસ અને જમ્મુ-કાશ્મીર સંબંધિત અરજીઓનો સમાવેશ થાય છે.

2. જસ્ટિસ શરદ અરવિંદ બોબડે 
જસ્ટિસ એસ.એ. બોબડે નાગપુરના છે. તેમના પિતા અરવિંદ બોબડે મહારાષ્ટ્રના એડવોકેડ જનરલ રહી ચૂક્યા છે. નાગપુર યુનિવર્સિટીમાંથી બીએ અને એલએલબીની ડિગ્રી મેળવ્યા પછી 1978માં તેમણે  બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર જોઈન કરી હતી. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી. 1988માં વરિષ્ઠ વકીલ બન્યા. 2000માં તેમને બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ ન્યાયાધિશ તરીકે પદભાર ગ્રહણ કર્યો. ત્યાર પછી મધ્ય પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ બન્યા અને 2013માં સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધિશ તરીકે કમાન સંભાળી. 17 નવેમ્બરના રોજ જસ્ટિસ રંજન ગોગોઈની નિવૃત્તિ પછી તેઓ દેશના નવા મુખ્ય ન્યાયાધિશ બનશે. જસ્ટિસ એસ.એ. બોબડે 23 એપ્રિલ, 2021ના રોજ નિવૃત્ત થશે. 

3. જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ
જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ મુળ મુંબઈના છે. તેમના પિતા યશવંત ચંદ્રચૂડ દેશમાં સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા મુખ્ય ન્યાયાધિશ હતા. દિલ્હી યુનિવર્સિટીમાંથી LLB કર્યા પછી હાવર્ડ લો સ્કૂલમાંથી વકીલાતનો અભ્યાસ કર્યો. 1998માં બોમ્બે હાઈકોર્ટે તેમને સીનિયર એડવોકેટ બનાવ્યા. તેઓ એડિશનલ સોલિસિટર જનરલ ઓફ ઈન્ડીયાના પદ પર પણ રહી ચૂક્યા છે. 2000માં બોમ્બે હાઈકોર્ટના જજ બન્યા. 13 મે, 2016ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશનો પદભાર સંભાળ્યો હતો. 

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટમાં આવતા પહેલા અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ પદે રહી ચૂક્યા છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ દુનિયાની અનેક મોટી યુનિવર્સિટીઓમાં લેક્ચર આપી ચૂક્યા છે. તેઓ સબરીમાલા, ભીમા કોરેગાંવ, સમલૈંગિક્તા સહિત અનેક કેસની બેન્ચમાં રહી ચૂક્યા છે. 

4. જસ્ટિસ અશોક ભૂષણ 
ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લના જસ્ટિસ અશોક ભૂષણ 1979માં ઉત્તર પ્રદેશ બાર કાઉન્સિલમાં જોડાયા હતા. ત્યાર પછી તેમણે હાઈ કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. અલાહાબાદ હાઈકોર્ટમાં અનેક મોટા પદ પર કામ કર્યા પછી 2001માં તેમની ન્યાયાધિશ તરીકે નિમણૂક થઈ. 2014માં તેઓ કેરળ હાઈકોર્ટના ન્યાયાધિશ તરીકે નિમણૂક પામ્યા અને 2015માં કેરળ હાઈકોર્ટના જ મુખ્ય ન્યાયાધિશ બન્યા. 

13 મે, 2016ના રોજ તેમણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ તરીકે કાર્યભાર સંભાળ્યો. 2017માં તેમની હાજરીવાળી ડિવિઝન બેન્ચે એક પિટીશન ફગાવી દીધી હતી, જેમાં સિવિલ સર્વિસિસ પરીક્ષામાં શારીરિક રીતે અક્ષમ ઉમેદવારો માટે પ્રયાસની સંખ્યા 7થી વધારીને 10 કરવાની માગણી કરાઈ હતી. જસ્ટિસ ભૂષણે જણાવ્યું હતું કે, ફિઝિકલી હેન્ડિકેપ્ટ પોતે જ એક કેટેગરી છે. 2015માં તેમની હાજરીવાળી કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આદેશ આપ્યો હતો કે, જો RTIમાં માગણી કરવામાં આવે તો પોલીસે FIRની કોપી લગાવવી પડશે. તેમાં ત્યારે જ છૂટ મળે જો સંબંધિત સત્તામંડળ એવો નિર્ણય લે કે FIRને RTI એક્ટમાંથી છૂટ અપાઈ છે. 

5. જસ્ટિસ અબ્દુલ નઝીર 
જસ્ટિસ અબ્દુલ નઝીર કર્ણાટકના બેલુવાઈના છે. તેમણે 1983માં વકીલાત શરૂ કરી હતી. કર્ણાટક હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કર્યા પછી ત્યાં જ એડિશનલ જજ તરીકે કાર્યભાર સંભાળ્યો અને કાયમી ન્યાયાધિશ પણ બન્યા. 17 ફેબ્રુઆરી, 2017ના રોજ તેમણે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધિશ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 

ટ્રિપલ તલાક કેસમાં તેમની બેન્ચે ઈસ્લામ ધર્મની ત્રણ તલાકની પ્રથાને ગેરકાયદે જાહેર કરવાનો ચૂકાદો આપ્યો હતો. પાંચ ન્યાયાધિશની આ બેન્ચમાં બે ન્યાયાધિશે ત્રણ તલાક જાળવી રાખવાની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો અને ત્રણે વિરોધમાં આપ્યો હતો. નઝીર તરફેણમાં ચૂકાદો આપનારા ન્યાયાધિશમાંના એક હતા. આ ઉપરાંત તેઓ Right to Privacy નાગરિકનો એક મૌલિક અધિકાર છે એ ચૂકાદો આપનારી 9 ન્યાયાધિશની બેન્ચનો હિસ્સો પણ હતા. 

જુઓ LIVE TV...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news