અયોધ્યા કેસ પછી 3 દિવસમાં આ 4 મહત્વના ચૂકાદા સંભળાવશે મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ
આ અઠવાડિયે સોમવાર અને મંગળવારના રોજ ગુરૂનાનક જયંતિ નિમિત્તે સુપ્રીમ કોર્ટમાં રજા છે. 16 અને 17 નવેમ્બર શનિ-રવિની રજા આવે છે. આ કારણે મુખ્ય ન્યાયાધિશને ચૂકાદો સંભળાવા માટે માત્ર 13, 14 અને 15 નવેમ્બર એમ ત્રણ જ દિવસ મળવાના છે.
Trending Photos
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ આગામી ત્રણ દિવસમાં ચાર મહત્વના કેસનો ચૂકાદો સંભળાવશે. મુખ્ય ન્યાયાધિશ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્તિ પહેલા તેઓ તેમની સુનાવણી હેઠળના તમામ કેસનો ચૂકાદો આપી દેવાના છે.
આ અઠવાડિયે સોમવાર અને મંગળવારના રોજ ગુરૂનાનક જયંતિ નિમિત્તે સુપ્રીમ કોર્ટમાં રજા છે. 16 અને 17 નવેમ્બર શનિ-રવિની રજા આવે છે. આ કારણે મુખ્ય ન્યાયાધિશને ચૂકાદો સંભળાવા માટે માત્ર 13, 14 અને 15 નવેમ્બર એમ ત્રણ જ દિવસ મળવાના છે.
કયા ચાર કેસમાં ચુકાદો આપશે?
1. રાફેલ કેસમાં ગયા વર્ષે 14 ડિસેમ્બરના રોજ આપેલા સુપ્રીમ કોર્ટના ચૂકાદા સામે પુનર્વિચારની અરજી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા અને અરૂણ શૌરી સહિત અનેક લોકો દ્વારા દાખલ કરાયેલી અરજી પર તેઓ ચૂકાદો આપશે.
2. રાફેલ કેસમાં જ સુપ્રીમ કોર્ટના જૂના ચૂકાદા અંગે ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે 'ચોકીદાર ચોર હૈ' નારો લગાવનારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે દાખલ થયેલી સુપ્રીમ કોર્ટના અપમાનની અરજી અંગે પણ તેઓ ચૂકાદો આપશે.
3. કેરળના સબરીમાલા મંદિરમાં દરેક વયજુથની યુવતી-મહિલાઓને પ્રવેશ આપવાના સુપ્રીમ કોર્ટના 29 સપ્ટેમ્બર, 2018ના ચૂકાદાની ફરીથી સમીક્ષા માટે દાખલ થયેલી અરજીઓ અંગે પણ તેઓ અંતિમ નિર્ણય આપશે.
4. દિલ્હી હાઈકોર્ટ તરફથી મુખ્ય ન્યાયાધિશની ઓફિસને માહિતી અધિકાર કાયદા હેઠળ લાવવાના આદેશ સામે 2010માં સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ અને સેન્ટ્રલ પબ્લિક ઈન્ફોર્મેશન અધિકારી તરફથી દાખલ થયેલી ત્રણ અરજીઓ અંગે 4 એપ્રિલના રોજ અનામત રાખવામાં આવેલો ચૂકાદો સંભળાવાનો છે.
જુઓ LIVE TV....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે