રાજનાથસિંહ News

ચીન સાથે ઘર્ષણ બાદ PM મોદીને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ
લદ્દાખ ઘટના અંગે વાતચીત માટે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન મોદીનાં આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર મુલાકાત યોજી હતી. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં ચીન પર આગળની રણનીતિ અંગે ચર્ચા થઇ હતી. આ અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાત સિંહે પણ બેઠક યોજી હતી. ત્યાર બાદ વિદેશ મંત્રી એસ.જયશંકરે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત યોજી હતી. આ ઉપરાંત તેમની સાથે આર્મી ચીફ એમ.એમ નરવણે અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સાથે સંરક્ષણ મંત્રીએ બેઠક યોજી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ઘર્ષણ બાદ સીમા પર સ્થિતી અંગે માહિતી મેળવી અને તે અંગે ચર્ચા કરી હતી. 
Jun 16,2020, 21:50 PM IST

Trending news