રાત્રિ કરફ્યૂ

Big news on ZEE 24 Kalak about night curfew PT4M52S

ઠંડી અને ઉપરથી રાત્રિ કરફ્યૂ, સોને પે સુહાગા જેવી તક મળતા જ વડોદરામાં ચોરોએ 17 દુકાનોના તાળા તોડ્યા

 • બાજવામાં એક સાથે 17 જેટલી દુકાનોના તાળાં તૂટતા વેપારીઓ અને સ્થાનિક લોકોએ પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગ ઉપર સવાલો ઉઠાવ્યો

Dec 25, 2020, 01:05 PM IST

થરાદમાં ડાયરો યોજનાર ધનજીએ કહ્યું, ‘મેં તો લોકોને માસ્ક આપ્યા હતા, પણ તેઓએ ન પહેર્યાં’

 • મામલો પ્રકાશમાં આવ્યા બાદ ડાયરાના આયોજક ધનજી ચૌધરીની પોલીસે અટકાયત કરી 
 • આયોજક ધનજી ચૌધરીએ ઝી 24 કલાક પર માફી માગી હતી અને કહ્યું હતું કે, મારો કોઈ વાંક નથી
 • ASPએ કહ્યું, સ્થાનિક પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવશે

Dec 24, 2020, 11:53 AM IST

કોરોનાનો ડાયરો : ભીડ ભેગી કરી અને 10 કલાકારોને બોલાવી ડાયરો કરાયો

કોરોના કાળમાં બનાસકાંઠાના થરાદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. થરાદમાં યોજાયેલ ડાયરામાં 10 કલાકારોને બોલાવી ભીડ એકઠી કરવામાં આવી હતી. તો સમગ્ર કાર્યક્રમમાં કલાકારો અને લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. ડાયરામાં હકડેઠઠ ભીડ જોવા મળી હતી. વડગામડા ગામે ધનજી પટેલે આ ડાયરો યોજ્યો હતો. ડાયરાની પત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે થરાદના ASP પૂજા યાદવ, સાંસદ પરબત પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, થરાદના ધારાસભ્ય ગુલબસિંહ રાજપૂત અને અન્ય કેટલાય લોકોના નામ સામેલ હતા. ત્યારે સવાલ એ છે કે, પોલીસ સહિતના અનેક મોટા નેતાઓના નામ પત્રિકામાં છપાવી મોટો ડાયરો કરતા પહેલા કેમ કોઈએ ધ્યાન ન આપ્યું. તો સાથે જ ડાયરાને લઈને પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. 

Dec 24, 2020, 09:25 AM IST

રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર હથિયાર સાથે ઝડપાયા

રાજકોટમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન ભાજપના પૂર્વ કોર્પોરેટર હથિયારો સાથે ઝડપાયા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવા રાજકોટના એરપોર્ટ ફાટક પાસે ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા છે. પોલીસે સંજય ઘવા પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને 5 કાર્ટિઝ જપ્ત કરી છે. 

Dec 18, 2020, 11:02 AM IST

થર્ટી ફર્સ્ટ માટે ગોવા જવાનું પ્લાન કરી રહ્યાં છો, તો જરૂર વાંચી લો આ સમાચાર

 • 29 ડિસેમ્બરથી અમદાવાદ-ગોવાના વન-વે એરફેરમાં તોતિંગ વધારો જોવા થઈ રહ્યો છે.
 • ગુજરાતીઓ 31 ડિસેમ્બરની ઉજવણી માટે ગોવા, દીવ, દમણ, માઉન્ટ આબુ અને ઉદયપુર જેવા સ્થળે ફરવાનું પસંદ કરી રહ્યા છે

Dec 16, 2020, 08:35 AM IST

રાત્રિ કરફ્યૂમાં નીકળેલા જાનૈયાઓએ અમદાવાદની પોલીસ સાથે મારામારી કરી, Video

 • કરફયૂના અમલ દરમિયાન લગ્નની જાન લઈને પરત આવતા જાનૈયાઓને પોલીસે અટકાવતા મામલો બિચકયો હતો.
 • પોલીસ સાથેના મારામારીનો વીડિયો પણ સામે આવ્યો

Dec 13, 2020, 09:38 AM IST

તાપીવાસીઓને લાગે છે કે કોરોના અસ્તિત્વમાં જ નથી, લગ્નમાં ભીડનો વધુ એક વીડિયો વાયરલ થયો

 • કપુરા ગામે યોજાયેલા લગ્ન પ્રસંગ મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે.
 • વ્યારાના કપુરા ગામે લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક વગર લોકો ઝૂમતા વીડિયો કેમેરામાં કેદ થયા

Dec 2, 2020, 03:14 PM IST

હજારોની ભીડ ભેગી કરીને ભાજપના નેતાએ પૌત્રીની સગાઈ કરી

 • ઝી 24 કલાક સાથેની વાતચીતમાં પૂર્વ ધારાસભ્યએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી હતી.

 •  

  એક તરફ લોકોને લગ્નમાં મંજૂરી નથી મળી રહી, ત્યાં ભાજપના જ નેતાએ ટોળાને ભેગા કરીને પૌત્રીનો સગાઈ પ્રસંગ કર્યો

Dec 1, 2020, 03:39 PM IST

ટોકિંગ પોઈન્ટ બન્યું રાજકોટનું આ કપલ, માસ્ક પહેરવામાં રકઝક કરતી પત્નીને પતિએ લગાવ્યો લાફો

 • પત્નીને ખૂબ સમજાવવા છતાં માસ્ક ન પહેરતી હોવાને કારણે પતિએ પોલીસની હાજરીમાં જ તેને ફડાકો ઝીંકયો હતો.
 • પતિએ પત્નીને શાંત થવાનુ કહ્યું હતું. પતિએ કહ્યું કે, કરફ્યૂ છે તેથી આ લોકો સાચા છે. આ બાદ મહિલા પોલીસ સાથે રકઝક પર ઉતરી આવી હતી

Nov 29, 2020, 03:10 PM IST

CM રૂપાણીનું મોટું નિવેદન, હાલ ગુજરાતમાં લોકડાઉન નહિ આવે

 • મુખ્યમંત્રીએ રાજ્યમાં ફરી લોકડાઉનની શકયતા નકારી હતી.
 • સાથે જ ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં જરૂર પડશે પ્રજા હિતમાં નિર્ણય લેવામાં આવશે.

Nov 26, 2020, 01:53 PM IST

અમદાવાદ પોલીસે લગ્ન અને અન્ય કાર્યક્રમોની 380 અરજીઓને મંજૂરી આપી

 • છેલ્લાં ચાર દિવસમાં અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 380 અરજીઓ આવી છે.
 • આ અરજીમાં લગ્ન સહિત યજ્ઞ, કથા, સીમંત સહિતના સામાજિક પ્રસંગ યોજવા માટે મંજૂરી માંગવામાં આવી

Nov 25, 2020, 04:22 PM IST

હાથમાં કંકોત્રી પકડીને વરરાજા પૂછે છે, 100 માણસોની પરમિશનમાં હવે કોને ના પાડીએ?

 • ગુજરાતના મોટાભાગના શહેરોમાં આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં જેમના પરિવારોમાં લગ્ન લેવાયા છે, તેઓ સરકારની નવી ગાઈડલાઈનથી ટેન્શનમાં આવી ગયા છે

Nov 25, 2020, 02:59 PM IST

કરફ્યૂ અને લોકડાઉનને લઈને ગુજરાત સરકારનું મોટું નિવેદન

 • રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, આવી કોઈ જ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણામાં નથી

Nov 25, 2020, 08:10 AM IST

8 મહિનાથી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓની આવક બંધ, 7 લાખ કર્મચારીઓ હાલત કફોડી

કોરોનાને કારણે છેલ્લા 8 મહિનાથી ગુજરાતની અનેક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ હાલાકીનો સામનો કરી રહી છે. ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓની સ્થિતિ અનલોક-૪ બાદ પણ જેમની તેમ જ છે. એક તરફ સરકારી ગાઈડલાઈનને લઈને લોકો કાર્યક્રમ કરવા કે ન કરવા તે વિશેની ગેરસમજનો ભોગ બની રહ્યા છે, તો બીજી તરફ રાત્રિ કરફ્યૂ (night curfew) ને કારણે ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીને 1200 કરોડનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

Nov 24, 2020, 12:52 PM IST

આજથી ગુજરાતમાં Unlock-3 લાગુ, લોકોને રાત્રિ કરફ્યૂમાંથી મુક્તિ

આજે પહેલી ઓગસ્ટ 2020થી રાજ્યમાં અનલોક ૩ લાગુ થઈ ગયું છે. અનલોક 3 (Unlock 3) સાથે જ નવા નિયમો પણ લાગુ કરાયા છે. આજથી રાત્રિ કરફ્યૂમાંથી લોકોને મુક્તિ મળી છે. તો અમુલ પાર્લર પર આજથી 2 રૂપિયાની નજીવી કિંમતે માસ્ક મળી રહ્યાં છે. તો સાથે જ માસ્ક પહેરવા અંગે લોકોમાં અવેરનેસ પણ જોવા મળી. સસ્તા ભાવે માસ્ક મળતા લોકો જથ્થામાં માસ્કની ખરીદી કરી રહ્યાં છે. તો લોકો ઘર-પરિવાર અને ઓફીસ ફેક્ટરીના સ્ટાફ માટે સર્જિકલ માસ્કની ખરીદી કરી રહ્યાં છે. 

Aug 1, 2020, 09:39 AM IST