પિતાનો આરોપ, ઢોંગી ઢબુડી માતાને કારણે મારા કેન્સરગ્રસ્ત દીકરાનું મોત થયું

હાથ ઢીંગલી લઈને અને માથે ઓઢણી પહેરીને લોકોને લૂંટતી ઢોંગી ઢબુડીનો વધુ એક કિસ્સો બોટાદમાંથી સામે આવ્યો છે. પોતાનો જુવાનજોધ દીકરો ઢબુડી માતાને કારણે મૃત્યુ પામ્યો છે તેવું બોટાદના રહેવાસી ભીખાભાઈ માણિયાએ આરોપ લગાવ્યો છે. આ માટે તેમણે વિજ્ઞાન જાથા સંસ્થાના જયંત પંડ્યાનો સંપર્ક કર્યો હતો.
પિતાનો આરોપ, ઢોંગી ઢબુડી માતાને કારણે મારા કેન્સરગ્રસ્ત દીકરાનું મોત થયું

રઘુવીર મકવાણા/બોટાદ :હાથ ઢીંગલી લઈને અને માથે ઓઢણી પહેરીને લોકોને લૂંટતી ઢોંગી ઢબુડીનો વધુ એક કિસ્સો બોટાદમાંથી સામે આવ્યો છે. પોતાનો જુવાનજોધ દીકરો ઢબુડી માતાને કારણે મૃત્યુ પામ્યો છે તેવું બોટાદના રહેવાસી ભીખાભાઈ માણિયાએ આરોપ લગાવ્યો છે. આ માટે તેમણે વિજ્ઞાન જાથા સંસ્થાના જયંત પંડ્યાનો સંપર્ક કર્યો હતો.

બોટાદના ગઢડા શહેરમાં રહેતા ભીખાભાઇ માણિયાનો 22 વર્ષીય દીકરો કેન્સરથી પીડિત હતો. ભીખાભાઈ માણિયાએ પોતાના દીકરાને બચાવવા માટે દવા અને દુવા બંનેના રસ્તા અપનાવ્યા હતા. આવામાં કોઈએ તેમને ઢબુડી માતાનો સંપર્ક કરવા કહ્યું હતું. ઢબુડી માતા કેન્સરની તથા અન્ય બીમારી દૂર કરવાનો તથા નોકરી, લગ્નના પ્રશ્નો ઉકેલવાનો દાવો કરે છે. આવામાં ભીખાભાઇ માણિયાએ પુત્રનું કેન્સર દૂર કરવા માટે ત્રણ વર્ષ પહેલાં ઢબૂડી માતાનો સંપર્ક કર્યો હતો. ઢબુડી માતાના કહેવાથી ભીખાભાઈએ પુત્રની કેન્સરની દવા બંધ કરી હતી. જેને કારણે પુત્રનું અવસાન થયું હતું. હાલ જ્યારે ઢબૂડી માતા ઢોંગી હોવાના સમાચાર મળ્યા તો ભીખાભાઈએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો, અને પોતાની આપવીતી જયંત પંડ્યાને જણાવી હતી. 

ઢબુડી માતાને કારણે પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવનાર ભીખાભાઈ માણિયાએ જણાવ્યું કે, વિશ્વાસ રાખીને હું મારા 22 વર્ષના કેન્સરગ્રસ્ત દીકરાને ઢબુડી પાસે લઈ ગયો હતો. ત્રણ વર્ષ પહેલા મારા દીકરાનું મૃત્યુ થયું. હવે હું વિજ્ઞાનજાથાની મદદથી કેસ દાખલ કરવાનો છું. ઢબુડીને હું જેલહવાલે કરવા માંગું છું. ઢબુડી વિશે મને કોઈએ જાણ કરી હતી. ઢબુડીએ કહ્યું હતું કે, તારા દીકરાને સારુ થશે. મારા ગામ સુધી દોડતો આવશે. માતાની દયાથી સારુ થઈ જશે. પણ છોકરો દોડતો તો ન થયો, પણ મૃત્યુ પામ્યો. હાલ ઢબુડી માતા વિવાદમાં આવતા મેં ફરિયાદ કરવાનું નક્કી કર્યું. હું જેમ ભોગ બન્યો, તેમ બીજા બનવા ન જોઈએ તેવું તેમણે કહ્યું. 

https://lh3.googleusercontent.com/-3gqrJLCOWv8/XWUCQ-CsECI/AAAAAAAAI10/gKy8-RvkAXg1d18Gq-6BmKt7HDWJkU8dQCK8BGAs/s0/Dhabudi_mata_Gujarat2.JPG

તો વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાએ આ વિશે જણાવ્યું કે, ભીખાભાઈએ મને વોટ્સએપ પર સંપર્ક કર્યો હતો. હું તેમને ઓળખતો નથી. તેમણે મને દીકરાના મોત વિશે વાત કરી હતી. ત્યારે અમારો સરવે ચાલુ હતો, અને ભોગ બનાનારાઓ વિશે શોધ કરી રહ્યા હતા. ગઈકાલે ઢબુડીની પોલ ખૂલતા અનેક ભોગ બનનારા બહાર આવ્યા છે. 

 

કોણ છે ઢબુડી માતા
માથે ચુંદડી ઓઢીને ફરતી ઢબુડી માતા હકીકતમાં એક પુરુષ છે. માથે ઓઢણીને કારણે અને નામને કારણે લોકો તેને સ્ત્રી સમજી રહ્યા છે, પણ હકીકતમાં આ પડદા પાછળ ધનજી ઓડ નામનો શખ્સ છે. ચુંદડી ઓઢેલો ધનજી ઓડ કેન્સર મટાડવાનો પણ દાવો કરે છે. ત્યારે હાલ પોલીસ અને વિજ્ઞાનજાથાના ડરથી તે ફરાર થઈ ગયો છે, પરંતુ અત્યાર સુધી તેણે કરોડો રૂપિયા ભક્તો પાસેથી ખંખેરી લીધા છે. જાહેરમાં દરબાર ભરીને ધર્મના નામે ધતિંગ કરતા ધનજી ઓડનો ચહેરો કોઈએ જોયો નથી. કારણ કે, તે દરબારમાં આવે, અને નીકળે ત્યાં સુધી ચહેરા પર ચુંદડી ઓઢીને રાખે છે. અન્ય ધતિંગ કરનારા ધર્મગુરુઓની જેમ ઢબુડી માતા પણ ભક્તોના દુખ દૂર કરવાના દાવા કરે છે. બીમારી, નોકરી, લગ્નના
પ્રશ્નો ઉકેલવામાં ઢબુડી માતા એક્સપર્ટ હોવાનું તેના ભક્તો કહે છે. એટલું જ નહિ, ઢબુડી માતાના યુટ્યુબ પર 20 લાખ ફોલોઅર્સ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news