ઢબુડી માના ભક્તે એક વ્યક્તિને ફોન પર ધમકાવ્યો, કહ્યું-જે દિવસે માડી શ્રાપ આપશે, તે દિવસે ભીખ માગીશ

ભક્તોને ગેરમાર્ગે દોરાયાનો આરોપ થયા બાદ અને વિવાદ વકરતા ફરાર ઢબુડી માતા આખરે ગઈકાલે સાંજે મીડિયા સામે આવી હતી. પત્રકાર પરિષદ કરીને પોતાના પર કરાયેલા તમામ આક્ષેપોને ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડે નકાર્યા હતા. ત્યારે આજે ઢબુડી માની ભક્ત અને અન્ય વ્યક્તિની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ક્લિપમાં ભક્ત અન્ય વ્યક્તિને ધમકાવી રહી છે. બંને વચ્ચે ઢબુડી માંને લઈને ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. 

Updated By: Aug 28, 2019, 02:30 PM IST
ઢબુડી માના ભક્તે એક વ્યક્તિને ફોન પર ધમકાવ્યો, કહ્યું-જે દિવસે માડી શ્રાપ આપશે, તે દિવસે ભીખ માગીશ

ઉદય રંજન/અમદાવાદ :ભક્તોને ગેરમાર્ગે દોરાયાનો આરોપ થયા બાદ અને વિવાદ વકરતા ફરાર ઢબુડી માતા આખરે ગઈકાલે સાંજે મીડિયા સામે આવી હતી. પત્રકાર પરિષદ કરીને પોતાના પર કરાયેલા તમામ આક્ષેપોને ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડે નકાર્યા હતા. ત્યારે આજે ઢબુડી માની ભક્ત અને અન્ય વ્યક્તિની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ક્લિપમાં ભક્ત અન્ય વ્યક્તિને ધમકાવી રહી છે. બંને વચ્ચે ઢબુડી માંને લઈને ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. 

  • ભક્ત અને વ્યક્તિ વચ્ચે શું બોલાચાલી થઈ 

સેવકઃ હું ઢબુડીમાની સેવક બોલું છું, તમે ઢબુડીમાંનો કેવો વીડિયો અપલોડ કર્યો છે? 
સામેવાળી વ્યક્તિઃ કોણે?

સેવકઃ તમે     
સામેવાળી વ્યક્તિઃ તમે જોયો એ વીડિયો?

સેવકઃ એ ફેસબુકમાં આવ્યો છે    
સામેવાળી વ્યક્તિઃ તો જોઈ લો, એમાં શું છે?

સેવકઃ તારે આ કરવાની શું જરૂર છે, તારે ન આવવું હોય તો ન આવ, ઘરે બેસી રહે    
સામેવાળી વ્યક્તિઃ પણ તમારે મને શું કામ ફોન કરવો જોઇએ?

ઢબુડીમાનાં ભક્ત અને અન્ય વ્યક્તિની ઓડિયો ક્લિપ થઈ વાયરલ : 

સેવકઃ હું માડીની સેવક છું એટલે            
સામેવાળી વ્યક્તિઃ પણ હું નથી

સેવકઃ અમારી પાસે તમારો નંબર આવ્યો છે, એમ જ અમે ફોન કંઈ રીતે કરીએ?    
સામેવાળી વ્યક્તિઃ શું નામ આવે છે મારું?

સેવકઃ કે તમે માડીને ખોટી રીતે હેરાન કરો છો, ખોટા ખોટા વીડિયો અપલોડ કર્યા છે, તે તો શિખામણ આપે છે, તો થોડું જ્ઞાન આવે  
સામેવાળી વ્યક્તિઃ શિખામણ આપવાની ક્યાં જરૂર છે?

સેવકઃ આપણે જવું હોય તો જઈએ, નહીંતો ઘરે બેસી રેવાય, કોઈની નિંદા ન કરાય   
સામેવાળી વ્યક્તિઃ નિંદા કરીએ તો શું થાય?

સેવકઃ કોઈ પણ માતાજીની નિંદા ન કરાય 
સામેવાળી વ્યક્તિઃ પણ આમા નિંદા ક્યા કરી છે, મે તો લોકોને જાગૃક કર્યા છે. જે લોકો 100,200,500 કમાય છે, તેમના રૂપિયા તમે પડાવી લો છો

સેવકઃ માડી ક્યા કોઈને રૂપિયા મુકવાનું કહે છે?   
સામેવાળી વ્યક્તિઃ તો ત્યાં મુકે છે એમને ના કેમ નથી કહેતા?

સેવકઃ ખોટા વીડિયો અપલોડ કરવાની ક્યાં જરૂર છે?
સામેવાળી વ્યક્તિઃ તમારે કેમ જોવો પડે વીડિયો, હું તો ગાંડો માણસ છું

સેવકઃ ગાંડા હોય તો પણ કુવામાં તો કોઈ નથી પડતું     
સામેવાળી વ્યક્તિઃ તેમ ભક્તિમાં તલીન થઈ જાવ, હું ક્યાં ના પાડું છું

સેવકઃ અમે તો તલીન જ છીએ (બીપ....) તમને ઘરે કોઈ કહેવા આવ્યું? તો આવો માડી પાસે  
સામેવાળી વ્યક્તિઃ તમે ગામમાં દારૂની દુકાન ખોલો, તો શું તમે ઘરે ઘરે કહેવા જશો? આ સારૂ કામ તો નથી જ ને

સેવકઃ એ.... ઘણાના સારા સારા કામ થઈ ગયા છે રૂપિયા રૂપિયામાં. આ કરોડો લોકોમાં તારા જેવો એક જ નાલાયક જોયો  
સામેવાળી વ્યક્તિઃ જો બધાના આવા સારા કામ થયા હોય તો શું કામ મારી સાથે આવી વાત કરો છો? ત્યાં બેઠા બેઠા મને શ્રાપ અપાવોને કે હું અંધ થઈ જાઉં

સેવકઃ આપશે આપશે, જે દિવશે શ્રાપ આપશે ત્યારે ભીખ માગતા પણ નહીં આવડે 
સામેવાળી વ્યક્તિઃ એવા શ્રાપ આપે છે, એમને?

સેવકઃ જે દિવસે માડી શ્રાપ આપશે, તે દિવસે ભીખ માગીશ    
સામેવાળી વ્યક્તિઃ ક્યારે શ્રાપ આપશે, ક્યારે કરશે?

સેવકઃ ઓલ ઈન્ડિયામાં બધાને ખબર પડી આ નાલાયક છે, જેને કારણે દરેક જિલ્લામાં મિટિંગ રાખવામાં આવી છે  
સામેવાળી વ્યક્તિઃ હા હા હા

સેવકઃ તે નાલાયકવેળા કરી એટલે માડીએ ગાદી બંધ કરવાનો વિચાર કર્યો છે, અમારા જેવાનો જરૂર છે, તારે ભલે ન હોય તો કંઈ નહીં     
સામેવાળી વ્યક્તિઃ એટલે મારા વીડિયોને કારણે માતાજીને ગાદી બંધ કરવાનો વિચાર આવ્યો એમને?

સેવકઃ માડીએ કીધું, જો લોકો આવું કહેતા હોય તો આપણે ગાદી બંધ કરી દઈએ 
સામેવાળી વ્યક્તિઃ એમ હા હા

ઉલ્લેખનીય છે કે, રૂપાલની ઢબુડી માતા એવા ધનજી ઓડ સામે અંતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અરજી નોંધાઈ છે. ગઢડાના ભીખાભાઈ માણીયાએ ફરિયાદ કરીને લખાવ્યું છે કે, તેઓ ધનજી ઓડના સંપર્કમાં આવ્યા હતા અને ઢબુડી માતાએ ભીખાભાઈને વિશ્વાસ આપવાયો હતો કે, 22 વર્ષીય દીકરા અલ્પેશને બ્લડ કેન્સર હતું અને દવા બંધ કરી દે અને ઢબુડી માતાની ગાદી ભરવા આવશે એટલે સારું થઇ જશે. પણ દવા બંધ કરતા અલ્પેશનું મોત થયું હતું. જેને લઈને ભીખાભાઇએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.