લલિત કગથરા News

બ્રિજેશ મેરજાની આવક ત્રણ વર્ષમાં બમણી થઇ ગયાનો કોંગ્રેસનો આક્ષેપ
 માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવારોને મોરબીના માજી ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાની આવક ત્રણ વર્ષમાં વધી ગયેલ છે. જેથી ટંકારા પડધરીના કોંગી ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ તેની પાસે આવક બમણી કરવા માટેની કઈ જડી બુટી છે તેની વિગત માંગી છે. હાલમાં કોરોનાના કાળમાં ચૂંટણી યોજાઇ રહી છે, ત્યારે બ્રિજેશભાઇ મેરજાના પાપે નાયબ મામલતદારો કોરોના પોજીટીવ આવેલ છે તેવો આક્ષેપ કરેલ છે. મોરબીના માજી ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા હાલમાં પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર છે. તેમણે મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે બ્રિજેશ મેરજાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. 
Oct 16,2020, 23:21 PM IST
મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાના મોતના આંકડા પર ઢાંકપિછોડો કરાયો
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અને મૃત્યુ આંક વધતા જતા વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લા ની આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી થતા મૃત્યુ આંક અખબારી યાદીમાં જાહેર કરવા બંધ કરી દીધું છે. છેલ્લા બે દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા જે અખબારી યાદી જાહેર કરવામા આવે તેમાં માત્ર કોરોના પોઝિટિવ કેસની યાદી જ આપવામાં આવે છે અને મૃત્યુ આંક જાહેર કરવાનું બંધ કરવામાં આવ્યું છે. થોડા દિવસ પૂર્વે રાજકોટ મનપાએ જાહેર કરેલ મોતના આંકડા રાજ્ય સરકારની અખબારી યાદીમાં 3 દિવસ બાદ અપડેટ થયા હતા, જેને લઇ મીડિયામાં અહેવાલ પ્રસારિત કરાયો હતો અને મૃત્યુ આંક છુપાવવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. 
Jul 10,2020, 11:13 AM IST

Trending news