વરાછા

શરીરસુખ માણવા માટે નક્કી કર્યા 1 હજાર રૂપિયા અને હનીટ્રેપમાં ફસાયા

વરાછા વિસ્તારમાં રહેતા લેસપટ્ટીના કારખાનેદાર અને તેના મિત્રને હનીટ્રેપમાં ફસાવી પોલીસ કેસ કરવાની ધમકી આપી 2 લાખ પડાવી લેનાર બે ભેજાબાજ અને ત્રણ મહિલા સહિત 7 વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

Oct 30, 2020, 01:10 PM IST

સુરત: વરાછાનો સોની 26 લાખ રોકડા અને સોનાના 2 બિસ્કીટનું ફુલેકુ ફેરવી ફરાર

શહેરના મોટા વરાછામાં ભગવતી જ્વેલર્સના માલિકે ધંધામાં રૂપિયાની જરૂર હોવાના કારણે મિત્રો પાસેથી ઉધાર 26 લાખ રૂપિયા રોકડા અને દાગીના બનાવવા માટે બે સોનાના બિસ્કિટ મેળવ્યા હતા. જો કે ત્યાર બાદ તે અચાનક દુકાન બંધ કરીને ઠગાઇ કરીને ભાગી ગયા હતા. જેના પગલે જ્વેલર્સના માલિકો દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. વરાછા વિસ્તારનાં સોનીઓમાં આ મુદ્દે હાહાકાર મચી રહ્યો છે. ઘટનાની વિગતો એવી છે કે, સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ટાઉનશીપમાં રહેતા મનોજ પાલા મોચા વરાછામાં અંકિત શોપિંગ સેન્ટરમાં ભગવતી જ્વેલર્સનાં નામે સોના ચાંદીના ઘરેણાનો વ્યવસાય કરે છે.

Oct 29, 2020, 04:10 PM IST

સુરત: વરાછા-કતાર ગામમાં મનપાની કડક કાર્યવાહી, 12 ડાયમંડ યુનિટ સીલ કરી દેવાયા

  કોરોના મહામારી વચ્ચે સતત કોરોનાનું સંક્રમણ હીરા ઉદ્યોગમાં સૌથી વધારે આવતું હતું. જો કે મનપા દ્વારા કોરોના ગાઇડ લાઇન વચ્ચે હીરા ઉદ્યોગ શરૂ કરવાની છુટ આપી હતી. જો કે હજુ પણ લોકો કોરોનાની ગાઇડ લાઇનનું યોગ્ય રીતે પાલન નથી કરતા. ત્યારે આવી રીતે ગાઇડ લાઇન પાલન નહી કરનાર સુરતના કતારગામ અને વરાછાનાં 12 જેટલા હીરા યુનિટોને મહાનગર પાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા હતા. 

Aug 9, 2020, 08:35 PM IST

સુરતના વરાછા અને કતારગામ બન્યા કોરોના હોટસ્પોટ, તંત્રની ચિંતામાં થયો વધારો

શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતી દિવસેને દિવસે સતત ગંભીર થઇ રહી છે. બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ 195 હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે મહાનગરપાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીએ જાહેર સંદેશ આપ્યો કે, હાલના સમયમાં નાની ઉંમર અને 50 વર્ષથી વધારેની ઉંમરના લોકોએ ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઇએ. ખુબ જ જરૂરી હોય તો સામાન્ય નાગરિકો બહાર નિકળે. ઇન્ડોર કે વેન્ટિલેશનનો અભાવ હોય તેવા સ્થળો પર એકત્ર ન થવું. એસીનો ઉપયોગ પણ શક્ય હોય ત્યાં સુધી ટાળવો. બહાર કામ વગર બહાર ન રહેવું જોઇએ.

Jul 11, 2020, 04:59 PM IST

સુરતના વરાછામાં 11 સોસાયટીઓ ક્લસ્ટર જાહેર, 17000 જેટલા લોકો હોમ ક્વોરેન્ટાઈન

સુરત મહાનગર પાલિકાએ અમદાવાદને પાછળ પાડી છે. સુરત મહાનગરપાલિકામાં કોરોનાના નવા 201 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 52 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં 165 નવા કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 7 નવા કેસ નોંધાયા છે. ત્યારે સુરતમાં કોરોનાના વધતા કેસને લઇને 11 સોસાયટીઓને ક્લસ્ટર જાહેર કરાઈ છે.

Jul 4, 2020, 09:03 PM IST

સુરતના વરાછામાં ચીન વિરુદ્ધ પ્રદર્શન, ચાઇનાના ટીવી તોડીને નોંધાવ્યો વિરોધ

સુરતના વરાછા વિસ્તારમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. અહીં પંચરત્ન ગાર્ડનના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકોએ ચાઇનાનું ટીવી તોડીને વિરોધ નોંધાવ્યો હતો.
 

Jun 17, 2020, 06:32 PM IST
Mini Bazar Close In Varachha Of Surat PT6M18S

સુરતના વરાછાનું મિની બજાર સજ્જળ બંધ

કોરોના વાયરસને લઈ સુરતના વરાછામાં આવેલું મિની બજાર સજ્જળ બંધ જોવા મળ્યું હતું.

Mar 21, 2020, 01:00 PM IST
Surat Police And Local People Between Fight PT4M28S

સુરત: પાર્કિંગની જગ્યા ખાલી કરાવવાને લઇને પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

વરાછાના એ.કે.રોડ પર આવેલી શ્રીનાથ દ્વાર સોસાયટી વર્ષ 1993 માં ઉભી કરવામાં આવી હતી.જે તે સમયે સોસાયટી માં બિલ્ડર દ્વારા સીઓપી ની જગ્યા છોડવામાં આવી હતી.જ્યાં સોસાયટીમાં બાળકોના રમત- ગમત માટેનું મેદાન અથવા ગાર્ડન બનાવવા આ જગ્યા મૂકી રાખવામાં આવી હતી.જો જે બિલ્ડર દ્વારા આ સીઓપી ની જગ્યા અન્ય કોઈને વેચી મારતા મોટો વિવાદ ઉભો થયો છે.

Feb 13, 2020, 03:30 PM IST
Theft At A Jewelers Shop In Varachha Of Surat PT3M

સુરતના વરાછામાં જ્વેલર્સની દુકાનમાં ચોરી

સુરતના વરાછા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. ખોડિયાર નગર રોડ પર આવેલી નાણાં ધીરનારની દુકાનમાંથી 1 લાખ 7 હજારની ઉઠાંતરીનો મામલો સામે આવ્યો છે. પ્રવીણ જે ચોકસી નામની દુકાનમાંથી નજર ચૂક કરી પૈસાની ઉઠાંતરી થઇ હતી. છુટ્ટા પૈસા લેવા આવેલા બે ઈસમ ઈસમોએ આ કારસ્તાન કર્યું હતું. છુટ્ટા પૈસાની વાતમાં ચઢાવી પૈસા લઈ ફરાર થાઇ ગયા હતા.

Feb 4, 2020, 07:00 PM IST
Surat  people reached varacha police station after kidnapping of a 14-year-old girl watch on zee 24 kalak PT2M46S

સુરત: 14 વર્ષની કિશોરીના અપહરણ બાદ લોકોમાં રોષ, ટોળે ટોળા વરાછા પોલીસ મથકે પહોંચ્યા

સુરતમાં 14 વર્ષની કિશોરીના અપહરણ બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 17 દિવસથી કિશોરી ન મળતા 300થી વધુ લોકોએ વરાછા પોલીસ મથકે કર્યો વિરોધ. કિશોરીના પરિવારે કરી જલદી તપાસની માગણી.

Jan 25, 2020, 02:00 PM IST
People protest at Surat Municipal Corporation PT6M36S

સુરતના પુણા અને વરાછાના લોકોમાં ભારે રોષ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સુરતના પુણા અને મોટા વરાછાની સોસાયટીઓ વિરોધ નોંધાવ્યો હતો. મનપા કમિશનરને આવેદનપત્ર આપશે. પાણી મીટરને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.

Jan 4, 2020, 04:00 PM IST
Attack On Vehicle Towing Team In Surat PT1M44S

સુરતમાં વાહન ટોઈંગ કરતી ટીમ પર હુમલો

સુરતમાં વાહન ટોઈંગ ટીમ પર હિંસક હુમલો કર્યાની ઘટના સામે આવી છે. વરાછાની અજંતા ઇન્ડસ્ટ્રીઝ પાસે ઘટના બની હતી. બાઈક ટોઈંગ કરતા ચાલકે હુમલો કર્યો હતો. નો પાર્કિંગમાંથી વાહન ઊંચકતા માથાકૂટ થઈ હતી. પાઈપ મારતા નરેશ રાજપૂત ઇજાગ્રસ્ત થયો હતો. વાહન ચાલક સામે ખૂનની કોશિશનો ગુનો નોંધાયો છે. વરાછા પોલીસે વાહન ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.

Dec 3, 2019, 02:30 PM IST
Fire Breakers Out At Looms Factory In Navsari PT3M40S

નવસારીમાં લુમ્સના કારખાનામાં લાગી આગ

નવસારી જિલ્લાના વરાછામાં ઉમિયા ધામ નજીક આવેલા લુમ્સના કારખાનામાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પ્રાથમિક તપાસમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Nov 19, 2019, 03:15 PM IST

સુરત: દશેરના પાવન પર્વમાં જ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

દશેરાના દિવસે શહેરના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. જેથી શહેરના વરાછા,કતારગામ,ઉધના,સચિન સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. અડધો કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દેશરાની ઉજવણીમાં ભારે વરસાદ વિધ્ન બન્યો હતો. 

Oct 8, 2019, 06:43 PM IST

સુરત: પેટના નિદાન માટે ગયેલી મહિલા સાથે તબીબે કર્યા શારિરીક અડપલા

સુરતના વરાછા વિસ્તારમાં ક્લિનિકમાં પેટ દુખાવા અર્થે ગયેલી મહિલાની તબીબે છેડતી કરી હતી. મહિલાએ તેના પતિને તબીબ દ્વારા તેની છેડતી કરવાની વાત જણાવતા મહિલાના પતિએ પોલીસને જાણ કરી હતી. જે બનાવમાં પોલીસે ફરિયાદના આધારે નરાધમ તબીબની ધરપકડ કરી હતી.

Sep 28, 2019, 05:25 PM IST

5000માં ટ્રાયલ વિના લાયસન્સ કાઢવાની લાલચ આપી સુરતીઓ સાથે થઇ ઠગાઇ

સુરતના વરાછામાં રૂપિયા 5000માં કોઈપણ ટ્રાયલ વગર લાયસન્સ કાઢી આપવાની લાલચ આપી સૌથી વધુ લોકો પાસેથી પૈસા પડાવી એજન્ટ ભાગી છૂટ્યો હતો. જેને લઇ આજે ભોગ બનનાર 100થી 150 જેટલા લોકોએ એજન્ટની ઓફિસે હોબાળો મચાવ્યો હતો. વરાછા પોલીસે આ અંગે તમામ લોકોની અરજી લઇને એજન્ટને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. 

Sep 23, 2019, 05:11 PM IST

સુરત: કન્યા બતાવવાનું કહી વૃદ્ધની લૂંટના ઇરાદે થઇ ઘાતકી હત્યા, આરોપીની ધરપકડ

વરાછા વિસ્તારમાં પુત્રને લગ્ન માટે કન્યા બતાવવાનું જણાવી એક વૃદ્ધને લૂંટી લેવાના ઇરાદે ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ વૃદ્ધની લાશ પાસોદરા ગામની સિમમાં ફેંકી દેવામાં આવી હતી. 10 દિવસ બાદ હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. વરાછા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.

Aug 25, 2019, 09:26 PM IST
Surat Varachha Market Bandh PT5M53S

સુરત વરાછા બજારમાં વેપારીઓએ બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલી આપી

સુરત વરાછા મીની બજારમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ એસોસિએશને સ્વૈચ્છિક બંધ પાળીને શોકસભાનું આયોજન કર્યું. સભામાં હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. મૃતકની આત્માને શાંતિ મળે તે માટે શોકસભાનું આયોજન કરાયું હતું.

May 25, 2019, 04:45 PM IST

સુરત: રાહદારીઓના મોબાઇલ સ્નેચિંગ કરનાર ગેંગનો પર્દાફાશ, 3ની ધરપકડ

શહેરમાં રાહદારીઓને નિશાન બનાવીને મોબાઇલ સ્નેચિંગ કરનાર ગેંગના ત્રણ સાગરિતોને અઠવા પોલીસે ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે રૂપિયા 7.74 લાખની કિંમતના 86 નંગ મોબાઇલ મળી આવ્યા હતા. તેમની પૂછપરછ કરતા કુલ સાત ગુનાઓ કર્યા હોવાની તેમણે કબૂલાત કરી છે. 
 

Apr 13, 2019, 03:42 PM IST

ઇમાનદારી: 14 હજારની નોકરી કરતા કર્મચારીએ 10 લાખના હીરા મૂળ માલીકને સોંપ્યા

શહેરની ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીમા લાખ્ખો-કરોડોની ઠગાઇના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. પરંતુ આ વચ્ચે પણ સામાન્ય વ્યકિતમા પ્રમાણિકતા જોવા મળી છે. એક સામાન્ય કર્મચારીએ રસ્તે રઝળતા મળેલા રૂપિયા 10 લાખના હિરા સુરત ડાયમંડ એસોસિયેશનની ઓફિસમાં જમા કરાવ્યા હતા. અને તેના મુળ માલિકને સોપવા જણાવ્યુ હતુ. ચાર દિવસની શોધખોળ બાદ આખરે આ હીરાના મુળ માલિક મળી આવ્યો હતો અને તેને આ હીરા સોપવામા આવ્યા હતા. 
 

Mar 26, 2019, 05:32 PM IST