સુરત: પેટના નિદાન માટે ગયેલી મહિલા સાથે તબીબે કર્યા શારિરીક અડપલા
સુરતના વરાછા વિસ્તારમાં ક્લિનિકમાં પેટ દુખાવા અર્થે ગયેલી મહિલાની તબીબે છેડતી કરી હતી. મહિલાએ તેના પતિને તબીબ દ્વારા તેની છેડતી કરવાની વાત જણાવતા મહિલાના પતિએ પોલીસને જાણ કરી હતી. જે બનાવમાં પોલીસે ફરિયાદના આધારે નરાધમ તબીબની ધરપકડ કરી હતી.
Trending Photos
ચેતન પટેલ/સુરત: સુરતના વરાછા વિસ્તારમાં ક્લિનિકમાં પેટ દુખાવા અર્થે ગયેલી મહિલાની તબીબે છેડતી કરી હતી. મહિલાએ તેના પતિને તબીબ દ્વારા તેની છેડતી કરવાની વાત જણાવતા મહિલાના પતિએ પોલીસને જાણ કરી હતી. જે બનાવમાં પોલીસે ફરિયાદના આધારે નરાધમ તબીબની ધરપકડ કરી હતી.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતી મહિલા પેટમાં દુઃખાવો ઉપડતા ઘર નજીક આવેલી મારુતિ ક્લિનિકમાં સારવાર લેવા ગઈ હતી. દરમિયાન હાજર તબીબ આર.ટી.ગોયાણી દ્વારા સારવારના બહાને મહિલાની શારીરિક છેડતી કરી હતી. તબીબ દ્વારા કરાયેલી છેડતીને લઈ મહિલા હેબતાઈ ગઈ હતી અને સમગ્ર ઘટના તેના પતિને કહી હતી. પત્નીની વાત સાંભળતા જ પતિ પત્ની બંન્ને વરાછા પોલીસ મથકમાં પહોંચ્યા હતો અને તબીબ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
રાજ્યમાં વરસાદને કારણે ખેલૈયા નિરાશ, રાજપથ-કર્ણાવતીએ ગરબા કર્યા Cancel
જે ફરિયાદના આધારે પોલીસે નરાધમ તબીબની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો. ડોક્ટર દ્વારા અનેક વાર છેડતીના બનાવો સામે આવતા હોય છે. આ આર.ટી ગોયાણી નામના નરાધમ ડોક્ટરે મહિલાની સારાવાર કરવાના બહાને તેની સાથે શારીરિક અડપાલા કર્યા હતા જેથી મહિલાએ તેના પતિ સાથે મળીને છેડતીની ફરિયાદ નોધાવતા પોલીસે તબીબની ધરપકડ કરી લીધી છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે