શરીરસુખ માણવા માટે નક્કી કર્યા 1 હજાર રૂપિયા અને હનીટ્રેપમાં ફસાયા
વરાછા વિસ્તારમાં રહેતા લેસપટ્ટીના કારખાનેદાર અને તેના મિત્રને હનીટ્રેપમાં ફસાવી પોલીસ કેસ કરવાની ધમકી આપી 2 લાખ પડાવી લેનાર બે ભેજાબાજ અને ત્રણ મહિલા સહિત 7 વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
Trending Photos
ચેતન પટેલ, સુરત: વરાછા વિસ્તારમાં રહેતા લેસપટ્ટીના કારખાનેદાર અને તેના મિત્રને હનીટ્રેપમાં ફસાવી પોલીસ કેસ કરવાની ધમકી આપી 2 લાખ પડાવી લેનાર બે ભેજાબાજ અને ત્રણ મહિલા સહિત 7 વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોલીસનો સ્વાંગ રચનાર માસ્ટર માઇન્ડ સહિત બે ની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.
શહેરના આંજણા ફાર્મમાં લેસપટ્ટીનું કારખાનું ચલાવતા અને વરાછા વિસ્તારમાં રહેતા વેપારી નો બે દિવસ અગાઉ વતનથી આવેલા મિત્ર સાથે શરીરસુખ માણવા માટે રેખા નામની મહિલાનો સંર્પક કર્યો હતો. રેખાએ બંને મિત્રોને પુણા ગામના અર્પણ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. બી 201માં બોલાવ્યા હતા. જયાં રેખાએ અર્ધવસ્ત્રમાં બે મહિલાનો પરિચય કરાવી શરીરસુખ માણવા માટે 1 હજાર રૂપિયા નક્કી કર્યા હતા.
આ વાતચીત ચાલી રહી હતી ત્યારે ચાર અજાણ્યા યુવાનો ફિલ્મી સ્ટાઇલમાં ફ્લેટનો દરવાજો ખોલી ઘસી આવ્યા હતા. ચાર પૈકી એક યુવાને પુણા પોલીસ સ્ટેશનમાંથી આવ્યા છે અને પોતાનું નામ કોન્સ્ટેબલ અમીત અને બીજાએ વિજય તરીકે આપી પોલીસ કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો છે અને અહીં સેક્સ રેકેટ ચાલે છે, ગેરકાનૂની કામ કરો છો કહી ગાળો આપી બંનેને ત્રણ-ચાર તમાચા ઝીંકી દીધા હતા.
ત્યાર બાદ હાથકડી પહેરાવી પોલીસ સ્ટેશન લઇ જઇ કેસ કરવાની ધમકી આપી હતી. પરંતુ રેખાએ અમીતને કહ્યું હતું કે પોલીસ સ્ટેશન લઇ જશો તો અમારી અને બંને ભાઇની ઇજ્જત જશે એમ કહી અહીં જ પતાવટ કરી દો. જેથી અમીતે પતાવટ કરવા 6 લાખની માંગણી કરી હતી. પરંતુ વેપારીએ રકમ મોટી હોવાનું કહેતા અમીતે છેલ્લે 2 લાખની માંગણી કરી હતી. પરંતુ જ્યાં સુધી 2 લાખ રૂપિયા નહીં મળે ત્યાં સુધી વેપારીના મિત્રને પોતાના કબ્જામાં રાખશે અને હથકડી પહેરાવી રાખશે અને માર મારશે એવી ધમકી આપી હતી.
જેથી વેપારી મિત્ર પાસેથી ઉછીના પૈસાની વ્યવસ્થા કરી હતી. ત્યાર બાદ વિજય ધર્મેશ સાથે મોપેડ પર અને વેપારીના મિત્રને હથકડી પહેરાવી મારતા-મારતા કારમાં બેસાડી દીધો હતો. મિત્રની વરાછા મારૂતિ ચોકમાં આવેલી દુકાનેથી 2 લાખ લઇ રૂપિયા લઇ અમીતને આપ્યા બાદ તેઓ વેપારીને ઉતારી કાર પુરઝડપે હંકારી ભાગી ગયા હતા.
વેપારીએ કારનો નંબર જીજે-15 એડી-9517 જોતા તેને શંકા ગઇ હતી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે કાર નંબરના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસનો સ્વાંગ રચનાર બે ભેજાબાજને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા બે પૈકી વિજય વિરૂધ્ધ સરથાણા અને અમીત વિરૂધ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપની ફરિયાદ નોંધાય છે અને આ લોકોની ગેંગમાં ભાવનગરના હોમગાર્ડની પણ સંડોવણી હોવાની શકયતા છે.
જેમાં કારખાનેદાર અઠવાડિયા અગાઉ કાપોદ્રા બુટભવાનીથી ગાયત્રી સોસાયટી જવાના રોડ પર શાકભાજી લેવા ગયા હતા. ત્યારે એક અજાણી મહિલાએ સ્માઇલ આપી કેમ છો એમ કહી પોતાની ઓળખ રેખા તરીકે આપી તમારે મહિલાઓ સાથે શરીરસુખ માણવું હોય તો પોતાનો સંર્પક કરવાનું કહી મોબાઇલ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે