સ્થળાંતર

મહા સાયક્લોન updates : સુરતના મેળામાંથી મોટી રાઈડ્સ ઉતારી લેવાઈ, દીવમાં સ્થળાંતર શરૂ

મહા વાવાઝોડા (maha cyclone) નું સંકટ ભલે ટળી ગયું હોય, પરંતુ વરસાદી આફત અને પવનનું સંકટ તો માથે છે જ. વાવાઝોડું સૌરાષ્ટ્ર (Saurastra) ના કાંઠા પર ટકરાવાનું નથી, પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવામાં દરિયા કાંઠાના અનેક વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને સલામત સ્થળો પર પહોંચાડવામાં આવી રહ્યાં છે.

Nov 6, 2019, 03:48 PM IST

ઉત્તરાખંડમાં ચીનની સરહદ નજીક આવેલા 14 ગામનાં લોકોનું સ્થળાંતર, કેન્દ્ર સરકાર એક્શનમાં

14 ગામડાંના લોકો ઘર ખાલી કરીને જતા રહેતા રાષ્ટ્રીય સુરક્ષા પરિષદને સમગ્ર મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. ઉત્તરાખંડના ચમોલીનું 1, પીથોડગઢનાં 8 અને ચંપાવતના 5 ગામડામાંથી તમામ લોકો પોતાનું ઘર ખાલી કરીને જતા રહ્યા છે. હાલ આ ગામમાં કોઈ પણ વ્યક્તિ રહેતો નથી. આ ઉપરાંત, છેલ્લા સાત-આઠ વર્ષમાં લગભગ 8 જેટલા ગામડાંની વસતી અડધી રહી ગઈ છે. 

Sep 25, 2019, 05:10 PM IST

નર્મદા: કરજણ ડેમના ઉપરવાસ માંથી 1 લાખ 30 હજાર ક્યુસેક પાણીની છોડાયું, 8 ગામો એલર્ટ

નર્મદાના ભારે વરસાદ ખાબકતા કરજણ ડેમના ઉપરવાસ માંથી 1 લાખ 10 હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી. કરજણ ડેમની સપાટી 114.58 મીટર વટાવતાડેમ હાઇએલર્ટ પર મુકાયો તાત્કાલિક કરજણ ડેમના 7 ગેટ ખોલી 1 લાખ 30 હજાર ક્યુસેક પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતા 8 ગામોને હાઇએલર્ટ જાહેર કર્યા છે.
 

Sep 10, 2019, 02:38 PM IST

સુરત: ભારે વરસાદથી માંડવી-કીમ સ્ટેટ હાઇવે બંધ કરાયો, 100 લોકોનું સ્થળાંતર

સુરત જિલ્લાના માંડવી અને કીમને જોડતા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળતા તંત્ર દ્વારા હાઇવેને બંધ કરવાની ફરજ પડી હતી. માંડવી અને કિમ સ્ટેટ હાઇવે પર ઉમરપાડામાં રાત્રી દરમ્યાન 13 ઈંચ વરસાદ વરસતા આમલી ડેમ માંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ગોડસબા અને આંબાપારડી ગામમાં પાણી ફરી વળતા ગામના 100થી વધુ લોકો ને વહીવટી તંત્ર દ્વારા સલામતી સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 

Sep 10, 2019, 01:04 PM IST
Rains in Parts of Gujarat | Watch News Room LIVE 10082019 PT25M33S

રાજ્યભરમાં મૂશળધાર વરસાદ, જુઓ ન્યૂઝરૂમથી Live

રાજકોટઃ ન્યારી-2 ડેમ થયો ઓવરફ્લો, પંથકની પાણીની સમસ્યા થઈ દૂર. મોટીસંખ્યા લોકો પહોંચી રહ્યાં છે ન્યારી-2 ડેમનો નજારો માણવા.

Aug 10, 2019, 06:55 PM IST
Rains in Parts of Gujarat | Watch News Room LIVE 09082019 PT26M16S

રાજ્યભરમાં મૂશળધાર વરસાદ, જુઓ ન્યૂઝરૂમથી Live

વડોદરામાં તાજેતરમાં જ ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ ઉદભવી હતી. ત્યારે હવે ગઈકાલ સાંજથી ફરી વડોદરામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટ પર પહોંચી ગઈ છે. જેને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને તાત્કાલિક છોડવાના આદેશ આપવામાં આવ્યા છે.

Aug 9, 2019, 07:00 PM IST
Heavy Rainfall Alert In Vadodara PT1M53S

વડોદરા શહેર-જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કલેક્ટરે આપ્યું એલર્ટ

વડોદરામાં આજે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કલેક્ટર શાલિની અગ્રવાલે આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા શહેર અને જિલ્લાના તમામ અધિકારી કર્મચારીઓને સતર્ક રહેવા સૂચના આપી દેવાઈ છે. તો બીજી તરફ, ભારે વરસાદ પડે તો ઘરમાંથી કામ વગર ન નીકળવાની પણ અપીલ કરી છે. ભારે વરસાદ વરસે તો નીચાણવાળા વિસ્તારો ખાલી કરી દેવા પણ અપીલ છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં તાજેતરમાં જ પૂરની સ્થિતિ ઉદભવી હતી, ત્યારે હવે વડોદરામાં ફરીથી એ સ્થિતિ ન ઉદભવે તે માટે તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે.

Aug 8, 2019, 10:35 AM IST
Heavy Rains In South Gujarat: Watch News Room Live 04082019 PT26M10S

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, જુઓ ન્યૂઝરૂમથી LIVE

નર્મદામાં ઉપરવાસમાં આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો.જેને કારણે કરજણ નદીમાં નવા નીર આવ્યા.ડેડીયાપાડા અને સાગબારામાં સતત વરસી રહેલા વરસાદને કારણે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ.ત્યારે રાજપીપળા શહેરમાં આવેલા સરકારી ઓવર બ્રિજ પાસે નદીને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા.હાલમાં કરજણ નદી પર બ્રિજનું કામ ચાલી રહ્યું છે.પરંતુ નદીમાં આવેલા પૂરને કારણે બ્રિજ પરનું કામ બંધ કરવામાં આવ્યું છે.ત્યારે નદી બે કાંઠે વહેતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી.

Aug 4, 2019, 07:00 PM IST
Vadodra: Collector Shalini Agarwal Holds Press Conference PT6M59S

ભારે વરસાદ બાદની પરિસ્થિતિ અંગે જુઓ વડોદરા જિલ્લાના કલેકટરે શું કહ્યું

પૂરને કારણે વડોદરાને થયું ભારે આર્થિક નુકસાન. આ પૂરને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે અને ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

Aug 4, 2019, 04:00 PM IST

ડાંગ અને નવસારીમાં વરસાદની તોફાની બેટીંગ, કાવેરી અને અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ

ડાંગ જિલ્લા અને નવસારી જિલ્લાની વરસાદની તોફાની અને જંજાવટી બેટિંગને લઈને નવસારી જિલ્લાની કાવેરી અને અંબિકા નદી રોદ્ર સ્વરૂપમાં આવી છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. ખાસ કરીને કાવેરી નદીના પ્રભાવમાં આવેલ બીલીમોરા શહેરનો દેસરા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વહીવટી તંત્રએ એનડીઆરએફની ટીમ તૈનાત કરી દીધી છે. 

Aug 3, 2019, 11:28 PM IST
Heavy Rains in Surat,Valsad and Navsari! Watch News Room Live 03082019 PT24M55S

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, જુઓ ન્યૂઝરૂમથી LIVE

નવસારીઃ હરણગામ ગામમાં નદીના પાણી ઘરોમાં પ્રવેશ્યા, 200 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.અનેક વિસ્તારોમાં ભરાયા કેડસમા પાણી.

Aug 3, 2019, 06:55 PM IST

વિશ્વામિત્રી નદીમાં પાણી આવતા કિનારાના ગામોમાં પરિસ્થિતિ બની તંગ, 500નું સ્થાળાંતર

ભારે વરસાદેના કારણે વિશ્વામિત્રી નદીમાં પાદરા તાલુકાના કિનારેના ગામોમાં પરિસ્થિતિ તંગ બની છે. હુસેપુર,મેંઢાદ, વિરપુર સહિતના ગામોમાં 500 ઉપરાંત પુર પીડિતોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સાદડ ગામમાં વહિવટતંત્રની સાથે ધારાસભ્યએ પણ પુર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. પાકને પણ વ્યાપક પ્રમાણે નુકશાન થયાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે.

Aug 3, 2019, 06:43 PM IST
Vadodra: Collector Shalini Agarwal Holds Press Conference PT3M21S

ભારે વરસાદ બાદની પરિસ્થિતિ અંગે જુઓ વડોદરા જિલ્લાના કલેકટરે શું કહ્યું

પૂરને કારણે વડોદરાને થયું ભારે આર્થિક નુકસાન. આ પૂરને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે અને ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

Aug 3, 2019, 12:45 PM IST
Vadodra: Police Rescues 5 Children From NICU Despite Heavy Rains PT10M49S

આફતમાં વડોદરા પોલીસની સરાહનીય કામગીરી, NICUમાં એડમિટ 5 બાળકોના બચાવ્યા જીવ

PSI સહિતના કર્મચારીઓએ લગાવી જાનની બાજી, વિવિધ સ્થળેથી લોકોનું રેસ્ક્યૂ કરવા પહોંચ્યા પોલીસકર્મી. ઓક્સિજન પુરવઠો ખોરવાતા પોલીસકર્મી આવ્યા મદદે.

Aug 2, 2019, 08:15 PM IST
Heavy Rains in Vadodra And Rajkot,  Watch News Room Live 02082019 PT23M54S

વડોદરા અને રાજકોટમાં મૂશળધાર વરસાદ બાદ શું છે સ્થિતિ, જુઓ ન્યુઝ રૂમથી લાઈવ

રાજકોટ: વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ,અનેક નીચાણ વાળા વિસ્તારમાં ભરાયા પાણી. પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા જોવા મળી.

Aug 2, 2019, 07:05 PM IST
Flood Situation in Vadodra, See What Collector Says PT4M22S

વડોદરામાં જળબંબાકાર, જુઓ શહેરના કલેકટરે શું કહ્યું

વડોદરામાં જળબંબાકારના પગલે આખું વડોદરા મોટા સરોવરમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં પાણી કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા.

Aug 1, 2019, 07:30 PM IST
Flood Situation in Vadodra, Watch News Room Live 01082019 PT27M16S

ધોધમાર વરસાદ બાદ વડોદરામાં શું છે પરિસ્થિતિ, જુઓ ન્યુઝ રૂમથી લાઈવ

વડોદરામાં જળબંબાકારના પગલે આખું વડોદરા મોટા સરોવરમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં પાણી કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા.

Aug 1, 2019, 07:30 PM IST
Vadodra: NDRF Team Comes To Rescue Civilians PT23M22S

વડોદરામાં ભરાયા ઠેર ઠેર પાણી, રેસ્ક્યુ ઓપરેશન માટે NDRF ટીમ સજ્જ

વડોદરામાં જળબંબાકારના પગલે આખું વડોદરા મોટા સરોવરમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં પાણી કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા.

Aug 1, 2019, 06:40 PM IST
Vadodra: Pre-Monsoon Planning of Authorites Fail PT11M20S

વડોદરા: મનપાની મોનસૂન કામગીરીની ખુલી પોલ, જુઓ વીડિયો

વડોદરામાં જળબંબાકારના પગલે આખું વડોદરા મોટા સરોવરમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં પાણી કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા.

Aug 1, 2019, 06:10 PM IST
Vadodra: Police Man Saves 45 Days Old Baby Amidst Heavy Rains PT10M40S

ધોધમાર વરસાદ વચ્ચે જુઓ કોણ બન્યું 45 દિવસના બાળક માટે 'વસુદેવ'

વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યાં છે. NDRFની ટીમો દ્વારા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. તે દરમિયાન વડોદરામાં NDRFના એક જવાને દોઢ માસના બાળકને ટબમાં માથે મુકી ધસમસતા જળ પ્રવાહમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા

Aug 1, 2019, 05:25 PM IST